અંત્યેષ્ઠિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

અંત્યેષ્ઠિ, દાહકર્મ અથવા અંતિમ સંસ્કાર એ ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તમાન ૧૬ સંસ્કારો પૈકીના સૌથી છેલ્લાં સોળમાં સંસ્કાર છે. શરીરના મૃત્યુ બાદ વેદમંત્રોના ઉચ્ચાર સાથે અથવા મંત્રો વગર પણ આ ક્રિયા કરવામાં આવે છે. મૃત્રુ પછી પંચ મહાભૂતમાંથી બનેલા શરીરને અગ્નિને અર્પણ કરવામાં આવે છે. સંસારી જીવન જીવનાર માટે આ ક્રિયા કરવામાં આવે છે જ્યારે સંન્યાસી માટે જમીનમાં ખાડો ખોદીને સમાધિ આપવાની પ્રથા છે. ગંગાતટના વિસ્તારમાં જળસમાધિની પણ પ્રથા છે. સંત કે સંન્યાસીને પણ ઘણી વખત અગ્નિદાહ આપવામાં આવે છે અને તેમાં કોઇ દોષ મનાતો નથી.[૧]

મૃત્યુ વિશે વિભિન્ન માન્યતાઓ[ફેરફાર કરો]

સામાન્ય રીતે મૃત્યુને વિલક્ષણ અથવા ભયાવહ સમજવામાં આવે છે. કેટલાક દાર્શનિકો તેને અત્યંત મંગલપ્રદ અને જે રીતે વ્યક્તિ જૂના વસ્ત્રો ત્યાગીને નૂતન વસ્ત્રો ધારણ કરે એ રીતે આત્મા દ્વારા જૂનું શરીર ત્યાગીને નૂતન શરીર ધારણ કરવાની સાહજિક ક્રિયા ગણવામાં આવે છે. મૃત્યુના કારણે વર્તમાન જીવનનો અંત અને મૃત્યુ પછીના અગોચર વિશ્વની કલ્પનાથી મૃત્યુ ભયાવહ લાગે છે. મૃત્યુ પછીની સ્થિતિ અંગે પણ અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. સી.ઇ. વુલ્લિયામીએ પોતાના ગ્રંથ 'ઇમ્માર્ટલ મેન'[૨] માં લખ્યું છે કે- મૃત્યું પછીના જીનન અથવા તે પછીની સ્થિતિ અંગે કેટલીક ભયાનક કલ્પનાઓથી માંડીને સુંદરતમ કલ્પનાઓ પ્રકાશિત થઇ છે. તાત્વિક વાત એ છે કે શરીર મરે છે, આત્મા નહીં.

અંગ્રેજી 'સ્પીરીટ' અને સંસ્કૃત શબ્દ 'આત્મા'માં ધાર્મિક અને તાત્વિક દ્રષ્ટિએ ઘણો ભેદ છે. બન્નેનો એક સરખો અર્થ થતો નથી. પ્રથમ શબ્દ જીવનોચ્છવાસનો દ્યોતક છે  બીજાને ભારતીય દર્શનમાં પરમાત્માના અંશનું સ્વરુપ અપાયું છે. આત્મા અમર છે અને શરીર નાશવંત છે. ગીતામાં આત્મા વિશે કહેવાયું છે કે-

नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक:।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुत:।।[1]

  1. और भी-‘अजो नित्य: शाश्वतोऽयं पुराण: ...।

મૃત્યુ સબંધિત ધારણાઓ[ફેરફાર કરો]

મૃત્યુ વિશે આદિકાળથી અનેક પ્રકારની ધરણાઓ રહી છે. કઠોપનિષદ[૩]] માં વર્ણન મુજબ જ્યારે કોઇપણ મનુશ્યનું મૃત્યુ થાય છે તો એક સંદેહ ઉત્પન્ન થાય છે. કેટલાક લોકોની માન્યતા મુજબ મૃત્યુ પછી પણ આત્માની સત્તા સર્વોપરી રહે છે. કેટલાક લોકો આ વાતમાં વિશ્વાસ ધરાવતા નથી. આ ઉપનિષદમાં નચેકેતાએ આ સંદેહ દૂર કરવાં માટે યમને પ્રાર્થના કરી છે.[૪] કેટલાક લોકો એવુ પણ માને છે કે મૃત્યુ બાદ અમુક લોક્માં વાસ થાય છે.કેટ્લાક લોકોની ધારણા છે કે સદ્દકાર્યો અને દુષ્કર્મોના ફળ સ્વરુપે સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ થાય છે. કેટલાક લોકો આવાગમન અને પૂર્વજન્મમાં વિશ્વાસ કરે છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. पुस्तक-कल्याण संस्कार-अंक (जनवरी सन् 2006 ई. से
  2. इम्मार्टल मैन (पृष्ठ 2)
  3. कठोपनिषद (1।
  4. देखिए सी.ई. वुल्लियामी का इम्मार्टल मैन पृष्ठ 11।
  5. यूनानी लेखक पिण्डार (द्वितीय आलिचिएन ओड), प्लेटो (पीड्रस एवं टिमीएस) एवं हेरोडोटस (2।