અંબુભાઈ પુરાણી

વિકિપીડિયામાંથી
(અંબાલાલ પુરાણી થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અંબુભાઈ પુરાણી
જન્મઅંબુભાઈ બાલકૃષ્ણ પુરાણી
(1894-05-26)26 મે 1894
સુરત
મૃત્યુ11 December 1965(1965-12-11) (ઉંમર 71)
પોંડિચેરી, ભારત
સમયગાળો૨૦મી સદી

અંબુભાઈ બાલકૃષ્ણ પુરાણી (૨૬ મે ૧૮૯૪ - ૧૧ ડિસેમ્બર ૧૯૬૫) એક ભારતીય લેખક હતા. તે શ્રી અરવિંદના પ્રખ્યાત શિષ્ય અને જીવનચરિત્રકાર હતા.

જીવન અને કાર્ય[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૬ મે ૧૮૯૪ ના રોજ સુરતમાં (હાલ ગુજરાતમાં) થયો હતો. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા છોટુભાઈ પુરાણીના તેમના ભાઇ હતા.

તેઓ એક રાષ્ટ્રવાદી કાર્યકર હતા અને ૧૯૨૩માં શ્રી અરવિંદ આશ્રમમાં અરવિંદે તેમને ભારતની સ્વતંત્રતા વિશે ચિંતા ન કરવા અને તે સમયાનુસાર પ્રાપ્ત થઇ જ જશે એવી ખાતરી આપ્યા પછી જોડાયા હતા. તેઓ ૧૯૩૮થી ૧૯૫૦ સુધી શ્રી અરવિંદના અંગત સચિવ રહ્યા હતા.[૧]

તેમની મુખ્ય કૃતિઓ The Life of Sri Aurobindo[૨] અને Evening Talks with Sri Aurobindo[૩] છે, જે ગુરુના જીવન અને વાતોનો મુખ્ય સ્રોત છે. તેમણે ૧૯૬૨માં યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લઈને શ્રી અરવિંદના યોગિક અધ્યાપન પર પ્રવચનો આપવા વ્યાપક પ્રવાસ કર્યો હતો. કેટલાક પ્રવચનો પુસ્તકના રૂપમાં ઉપલબ્ધ છે, જેમાં Savitri અને Life Divine જેવી મુખ્ય કૃતિઓનો સમાવેશ થાય છે.

તેમણે મણિલાલ દ્વિવેદીના જીવન પર મણિલાલ દ્વિવેદીનું જીવનચરિત્ર (૧૯૫૧) પુસ્તક લખ્યું હતું.[૪]

૧૧ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ પોંડીચેરીમાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું.[૫]

પ્રકાશનો[ફેરફાર કરો]

  • The Life of Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1958.
  • Evening Talks with Sri Aurobindo. Pondicherry: Sri Aurobindo Ashram, 1959.
  • Lectures on Savitri: lectures delivered in the United States. Pondicherry: Sri Aurobindo Ashram, 1967.

સન્માન[ફેરફાર કરો]

ગુજરાત સરકાર તરફથી તેમના માનમાં રમત-ગમત ક્ષેત્રે અંબુભાઈ પુરાણી પુરસ્કાર અપાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Author bio at Vedic books
  2. A. B. Purani (1 June 1987). The Life of Sri Aurobindo. Sri Aurobindo Ashram Publication Department. p. 17. ISBN 978-81-7058-080-5. Retrieved 4 March 2012. Check date values in: |access-date=, |date= (મદદ)
  3. Aurobindo (1 January 1982). Evening Talks with Sri Aurobindo. Lotus Press (WI). p. 23. ISBN 978-81-7060-093-0. Retrieved 4 March 2012. Unknown parameter |last૨= ignored (મદદ); Check date values in: |access-date=, |date= (મદદ)
  4. Stanley Schab (1997). Life Writing from the Pacific Rim: Essays from Japan, China, Indonesia, India, and Siam, With a Psychological Overview. Hawai'i: University of Hawaii Press. p. 54. ISBN 978-0-8248-1970-5. Unknown parameter |last૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)
  5. Shah, Chinubhai (1999). Thaker, Dhirubhai, સંપા. ગુજરાતી વિશ્વકોશ [Gujarati Encyclopedia]. XI (1st આવૃત્તિ). Ahmedabad: Gujarati Vishwakosh Trust. pp. 450–451. OCLC 313489194. Unknown parameter |last૨= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |author-link૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]