લખાણ પર જાઓ

અડાસનો ગોળીબાર

વિકિપીડિયામાંથી
અડાસનો ગોળીબાર, ૧૯૪૨
Part of ભારત છોડો આંદોલન
તારીખ૧૮ ઓગસ્ટ ૧૯૪૨
સ્થળઅડાસ, આણંદ જિલ્લો, ગુજરાત, ભારત
22°29′11″N 73°02′04″E / 22.4865136°N 73.0343862°E / 22.4865136; 73.0343862Coordinates: 22°29′11″N 73°02′04″E / 22.4865136°N 73.0343862°E / 22.4865136; 73.0343862
આંદોલનમાં સામેલ પક્ષો
ભારતીય બ્રિટિશ પોલીસ
સંખ્યા
૩૪
નુકશાન
મૃત્યુઓ
ઇજાગ્રસ્તો૧૫

૧૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિશ ઈન્ડિયાના કૈરા જિલ્લાના (વર્તમાન ગુજરાત, ભારતમાં આણંદ જિલ્લામાં ) અડાસ ગામમાં અડાસ રેલ્વે સ્ટેશન પર ભારત છોડો ચળવળ દરમિયાન છ લોકો મૃત્યુ પામ્યા અને ઘણા વધુ ઘાયલ થયા.

૧૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ, ભારત છોડો ચળવળના ૧૧મા દિવસે, બરોડા (હવે વડોદરા) ના ૩૪ યુવાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રચાર પત્રિકાઓનું વિતરણ કરવા ગામડાઓમાં પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ બાજવા, નાવલી અને વડોદ ગામોમાં ગયા જ્યાંથી તેઓ વડોદરા પરત ફરવા અડાસ રેલ્વે સ્ટેશન પહોંચ્યા. જ્યારે તેઓ સ્ટેશન પહોંચ્યા તો પોલીસે ચેતવણી આપ્યા વિના તેમના પર ગોળીબાર કર્યો.[][][][]

રતિભાઈ ગોરધનભાઈ પટેલ, રમણ પુરુષોત્તમભાઈ પટેલ અને મોહન મગનલાલ પટેલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તુલસી એસ. મોદી અને મણિભાઈ પી. શાહનું ઘટનાના બીજા દિવસે આણંદમાં ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. વધુ ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ૧૧ને સામાન્ય ઈજા થઈ હતી.[][][][]

સ્મારક

[ફેરફાર કરો]

આણંદ-ખેડા જિલ્લા રાષ્ટ્રીય સમિતિ દ્વારા ₹૨૦,૦૦૦ ખર્ચે સ્મારક સ્તંભ ઊભો કરવામાં આવ્યો હતો. આ સ્તંભ ગોળીબારનું દૃશ્ય દર્શાવે છે. દર વર્ષે ૧૮ ઓગસ્ટે શહીદ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવે છે.[][][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ "૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ...!!". ચરોતર સંદેશ. 2021-08-17. મેળવેલ 2022-10-07.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Jamindar, Rasesh (2001-01-01). "અડાસનો ગોળીબાર". ગુજરાતી વિશ્વકોશ. મેળવેલ 2022-10-07.
  3. Hardiman, David (1988). "3. The Quit India Movement in Gujarat". માં Pandey, Gyanendra (સંપાદક). The Indian Nation in 1942 (અંગ્રેજીમાં). K P Bagchi and Company, for Centre for Studies in Social Sciences, Calcutta. પૃષ્ઠ 84. ISBN 978-81-7074-024-7.
  4. ૪.૦ ૪.૧ Rajyagor, S. B., સંપાદક (1977). Gujarat State Gazetteers: Kheda (અંગ્રેજીમાં). Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ 130–131.
  5. Chopra, P. N. (1969). Who's Who of Indian Martyrs (અંગ્રેજીમાં). I. Ministry of Education and Youth Services, Government of India. પૃષ્ઠ 1785, 1841. ISBN 978-81-230-2180-5.
  6. "Adas". શ્રી ચરોતર બાવીસ (૨૬) ગામ પાટીદાર સમાજ, સુરત. મૂળ માંથી 2022-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2022-10-07.

પૂરક વાચન

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]