લખાણ પર જાઓ

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

વિકિપીડિયામાંથી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
વ્યવસાયલેખક, સાહિત્યિક વિવેચક Edit this on Wikidata
સહી

અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (૧૧ નવેમ્બર ૧૯૩૫ - ૩૧ જુલાઇ ૧૯૮૧) એક ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે.

તેમનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૫ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાંથી લીધું. ૧૯૫૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયન વિદ્યાશાખામાંથી સ્નાતક અને ૧૯૬૦માં અનુસ્નાતકની પદવી મેળવીને ડભોઈની આર્ટસ કોલેજમાં અધ્યાપન કાર્યનો પ્રારંભ કર્યો અને બાદમાં બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ ૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીનાં ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત તેઓ ‘ભૂમિકા’ (પછીથી ‘કિમપિ’) સામાયિકના તંત્રી પણ રહ્યા હતા.

૧૯૮૧ની ૩૧મી જુલાઈના દિવસે લ્યુકેમિયાને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ (History of Modern Gujarati Literature – Modern and Postmodern Era). Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 39-42. ISBN 978-93-5108-247-7.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]