અમૃત નાયક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અમૃત નાયક
Amrit Keshav Nayak.jpg
જન્મની વિગત 14 April 1877 Edit this on Wikidata
અમદાવાદ Edit this on Wikidata
મૃત્યુની વિગત 18 July 1907 Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાય ગીતકાર, નાટ્યકલાકાર, નાટ્ય દિગ્દર્શક, લેખક, અભિનેતા&Nbsp;Edit this on Wikidata

અમૃત કેશવ નાયક (ઉપનામ: શિવશંભુ શર્માનો ચિકો) (૧૪ એપ્રિલ ૧૮૭૭ - ૨૯ જૂન ૧૯૦૬) નાટ્યકાર, નવલકથાકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી તેમજ બે ધોરણ ઉર્દૂ સુધી થયો. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં નટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની તેઓ પહેલ કરનાર હતા. તેઓ ધંધાદારી રંગભૂમિના ગીતલેખક અને સંગીતવિશારદ હતા.

સર્જન[ફેરફાર કરો]

નાયક દ્વારા લિખિત ગઝલ 'આંખોથી વહે છે ધારા'

એમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર રજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]