અર્ધગિરિ, આંધ્ર પ્રદેશ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અર્ધગિરી
Ardhagiri View.JPG
અર્ધગિરી ટેકરી
શિખર માહિતી
અક્ષાંસ-રેખાંશ13°17′41″N 78°57′05″E / 13.294831°N 78.951316°E / 13.294831; 78.951316
ભૂગોળ
અર્ધગિરી is located in Andhra Pradesh
અર્ધગિરી
અર્ધગિરી
આંધ્ર પ્રદેશમાં સ્થાન
સ્થાનઅરાગોન્ડા, ચિત્તૂર જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત

અર્ધગિરી (અંગ્રેજી: Ardhagiri) એક ટેકરી છે, જેની ઉપર હનુમાન મંદિર આવેલ છે. આ ટેકરી ભારત દેશના આંધ્રપ્રદેશ રાજ્યના ચિત્તૂર જિલ્લામાં આવેલ અરાગોન્ડા ગામ ખાતે આવેલ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અર્ધગીરિ નામ ત્રેતાયુગના સમયની એક ઘટના સાથે સંબંધિત છે, જ્યારે ભગવાન હનુમાન દ્રોણગિરિ પર્વતને (સંજીવની ઔષધિ ધરાવતો પર્વત) લઈ જતા હતા ત્યારે રાતના સમયે ભરતે (ભગવાન રામના ભાઈએ) વિચાર્યું કે કોઈક પર્વતને નુકસાન પહોંચાડી રહ્યું છે; આથી તરત જ તેમણે એક તીર પર હનુમાન પર છોડ્યું. તેના કારણે અડધો પર્વત આ સ્થળ પર તૂટીને નીચે પડ્યો હતો અને તેથી આ સ્થળનું નામ અર્ધગિરી પડ્યું હતું. સ્થાનિક ભાષામાં એનો અર્થ એટલે અડધો પર્વત (અર્ધ=અડધો, ગિરી=પર્વત). ત્યાર પછી લોકોએ હનુમાનની પૂજા વીર અંજનેય સ્વામીના નામથી કરવાનું શરૂ કર્યું હતું. ઘણા લોકો આજે પણ દુનિયાભરમાંથી અહીં મંદિરની બાજુમાં આવેલ તળાવમાંથી ઔષધિયુક્ત પાણી ભરીને લઈ જાય છે. આ પર્વત પરની માટી ઘણા ઔષધીય ગુણધર્મો ધરાવે છે અને ઘણા પ્રકારના ત્વચા-રોગોની સમસ્યાઓનો ઇલાજ કરવા માટેની શક્તિ ધરાવે છે. આ તળાવમાં પર્વત પરની અલગ અલગ જગ્યાએથી આવે છે, જેનો સ્પર્શ ઘણા ઔષધીય છોડના મૂળને થાય છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. નાયર, શાંતા (૨૦૧૪). શ્રી વેંકટેશ્વરા. જઈકો પબ્લિશિંગ હાઉસ. ISBN 81-8495-445-X. Retrieved ૫ નવેમ્બર ૨૦૧૪. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]