અળસી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અળસી (અંગ્રેજી: common flax કે linseed) એક ઔષધીય વનસ્પતિ છે. જેનું જૈવિક નામ Linum usitatissimum છે.

કથ્થઈ અળશી

તેનાં બીજનો રંગ જાત પ્રમાણે કથ્થઈ કે સોનેરી પીળો હોય છે. આયુર્વેદમાં અળસીનું ખુબ મહત્વ અને મહીમા વર્ણવેલાં છે. અ‍ળસી મોટાભાગે ઠંડા પ્રદેશોમા વધારે પ્રમાણમા વાવેતર થતી હોય છે. અળસી અનાજ નથી ગણાતી પણ તેમાં અનાજનાં બધા ગુણ છે કારણ કે તેમાં કાબોહાઈડ્રેટ છે પણ ઓછા પ્રમાણમા, રેસા છે. બધા જ બી-કોમ્પલેક્ષ વિટામીન છે. તેમા મેગ્નેશ્યમ અને મેંગેનીઝ પણ છે. અળસીના બીજમાં ‘ઓમેગા’ ૩ ફેટી એસીડ પણ હોય છે.

સોનેરી અળશી

અળસીના ફાયદા[ફેરફાર કરો]

  • રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
  • અળસીમાં કેન્સર રોકનારા ૨૧ તત્વો છે.જેથી કેન્સર સામે રક્ષણ મળે છે.
  • અળસીમાં રહેલ ઓમેગા-૩ ફેટી એસીડ મગજના કોષોને શક્તિ આપે છે.
  • અળસીમાં રહેલ લીગ્નીન નામનો પદાર્થ હોર્મોન્સનુ નિયમન કરે છે.
  • બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એમ બન્નેમાં રોજ એક ચમચી અળસી ખાવાથી એક વર્ષમાં ફાયદો થાય છે.
  • કિડનીના કામ-સોડીયમ બીજા વધારાના ક્ષાર અને પ્રદુષિત પદાર્થોને બહાર કાઢવામાં તે મદદ કરે છે.
  • અળસીમાં ફાઈબર હોય છે તેથી કબજીયાત થતી અટકે છે.
  • ટોટલ કોલેસ્ટ્રોલ તથા ટ્રાયગ્લીસરાઈડનું પ્રમાણ ઘટાડે છે.

દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Flax seeds