લખાણ પર જાઓ

મસુર

વિકિપીડિયામાંથી

મસુર
ત્રણ પ્રકરના મસુર
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Subfamily: Faboideae
Tribe: Vicieae
Genus: 'Lens'
Species: ''L. culinaris''
દ્વિનામી નામ
Lens culinaris
Medikus


મસુર એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ લેન્સ કલીનરીસ છે. આનો છોડ વાર્ષિક છોડ જે ૪૦ સેમી ઉંચા ઊગે છે. આના દાણા ફળીમાં ઊગે છે એક ફળીમાં બેદાણા હોય છે. મસુરનો આકાર બહિર્ગોળાકર કાચ (લેન્સ) જેવો હોવાને કારણે તેને લેન્સ કલીનરીસ કહે છે. અંગ્રેજીમાં તેને લેન્ટીલ કહે છે.


પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]
ખેતરમાં ફૂલ્યા પહેલાં મસુરના છોડ

નીઓલીથીક કાળમાં માણસે માટીના વાસણનો વપરાશ શરૂ કર્યો તે પહેલાના સમયથી મસુર વપરાતા આવ્યા છે. આ કાળમાં પૂર્વી વિશ્વમાં તેને ખેતી શરૂ થઈ. પુરાતાત્વીક સંશોધન જણાવે છે કે ૯,૫૦૦ થી ૧૩,૦૦૦ વર્ષો પહેલાં તેને ખવાતાં હતાં. []

મસુર પીળા, કેસરી કે લીલા રંગના હોઈ શકે છે. તેની છાલ કાળી કે ઘેરા કથિ રંગની હોય છે.[] મસુરનું કદ પણ તેની જાત પ્રમાણે બદલાય છે બજારમાં મસુર અને તેની દાળ મળે છે.

પ્રકાર

[ફેરફાર કરો]
૧૮૮૫માં દોરાયેલા મસુરના છોડનું વર્ણન
રાતા અને કથૈ રંગના મસુર
  • કથૈ/સ્પેનિશ પૅર્ડિના
  • ફ્રેન્ચ લીલા/પુય લેન્ટીલ (ઘેરા લીલા ભૂરા રંગના)
  • લીલા
  • કાળા/બેલુગા
  • પીળા/ટૅન લેન્ટીલ (અંદરથી રાતા)
    • રેડ ચીફ (ફોતરી ઉડાડેલા પીળા મસુર)
  • એસ્ટન લીલા (નાના લીલા)
  • રીચેલા (મધ્યમ લીલા)
  • લેઈર્ડ (મોટા લીલા)
  • પેટાઈટ ગોલ્ડન (છોલેલા મસુર)
  • મસુર (કથૈ છાલવાળા મસુર જેઅંદરથી કેસરી હોય છે.)
    • પેટાઈટ ક્રિમસન / રેડ (છાલ કાઢેલા મસુર)
  • મેકાશિડોસ્" મોટા મેક્સિકન પીળા મસુર)

આ કઠોળને તેની જાત પ્રમાણે સંપ્પોર્ણ પણે રંધાવા માટે ૧૦ થી ૪૦ મિનિટ જેVઅલો સમય લાગે છે. નાના દાણા ઝડપથી રંધાય છે. છાલ કાઢેલા દાના ઝડપથી રંધાય છે. રાતા મસૂરમાંથી માટી જેવી સોડમ આવે છે. મસુર સંપૂર્ણ દક્ષિણ એશિયા, પશ્ચિમ એશિયા અને ભૂમદ્ય ક્ષેત્રમાં ઊગાડવામાં આવે છે. પ્રાયઃ આને ચોખા સાથે મેળવીને રંધાય છે કેમકે તે બંનેનો રાંધવા માટૅ નો સ્મય લગભગ સમાન છે. પશ્ચિમ એશિયામાં મસુર અને ચોખાને મિશ્ર કરીને એક ખીચડી જેવી બનાવાય છે આ વાનગીને "મુજદ્દારા" કે 'મેજાદ્રા" કહે છે. ઈજિપ્તમાં તેને ખુશરી કહે છે. ખુશરી એ ઇજિપ્તની બે માંની એક રાષ્ટ્રીય વાનગી છે. યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં મસુરમાંથી એક સ્વાદીષ્ટ અને પોષક સૂપ બનાવવામાં આવે છે. અમુક સમયે ત્યાં આ સૂપને ચિકન કે પોર્કના માંસ સાથે રાંધીને સૂપ બનાવાય છે.

સુકવની કરેલા મસુરને ફણગાવીને પણ ખાઈ શકાય છે. આમ કરતાં તેના પોષક તત્વો બદલાઈ જાય છે


મધ્યમ તાપ સુધી રાંધતા મસુરના દાણા આખા રહે છે. પણ છાલ વગરના મસુર રાંધતા એક ઘટ્ટ પ્રવાહી બની જાય છે.[]

પોષકતત્વો અને સ્વાસ્થ્ય લાભ

[ફેરફાર કરો]
મસુર, કાચા (સુષ્ક વજન)
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ1,477 kJ (353 kcal)
કાર્બોદિત પદાર્થો
60 g
શર્કરા2 g
રેષા31 g
1 g
26 g
વિટામિનો
થાયામીન (બી)
(76%)
0.87 mg
ફૉલેટ (બી)
(120%)
479 μg
મિનરલ
કેલ્શિયમ
(6%)
56 mg
લોહતત્વ
(58%)
7.54 mg
મેગ્નેશિયમ
(34%)
122 mg
ફોસ્ફરસ
(64%)
451 mg
પોટેશિયમ
(20%)
955 mg
સોડિયમ
(0%)
6 mg
જસત
(50%)
4.78 mg
અન્ય ઘટકો
પાણી10.4 g
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

મસુરમાંથી મળતી ૩૦ % કેલેરી પ્રોટીન સ્વરૂપે હોય છે. આને કારણે તે સોયાબીન અને હમ્પ પછી વજનની દ્રષ્ટિએ ત્રીજો સૌથી વધુ પ્રોટીન ધરાવતું કઠોળ છે.[] મસુરના પ્રોટીનમાં આઈસોલ્યુસાઈન અને લાયસાઈન જેવા આવશ્યક એમોનો એસિડ હોય છે. પશ્ચિમ એશિયા અને ભારત જેવા દેશોમાં કે જ્યાં મોટી વસ્તી શાકાહારી છે ત્યાં મસુર પ્રોટીનનો એક મુખ્ય અને સસ્તો સ્રોત છે.[] મસુર બે અન્ય આવશ્યક એમિનો એસિડ મેથિઓનાઈન અને સીસ્ટાઈનની ગેરહાજર હોય છે.[] પરંતુ તેને ફણવાવીને ઉપયોગમં લેતા આ એમિનો એસિડ પણ તેમાં નિર્માણ થાય છે.[]

તે સિવાય મસુરમાંથી પાચક રેષા, ફોલેટ, વિટામીન B1 અને ક્ષારો પણ મળે છે. લાલ મસુરમાં લીલા મસુરના પ્રમાણમાં ઓછા પારક રેષા (૧૧% ને ૩૧%)હોય છે. [] હેલ્થ નામના સામયિકે મસુરને પાંચ સ્વાસ્થ્યવર્ધક ખોરાકમાં ગણ્યું છે. [] મસુરને ચોખા કે નાના પાસ્તા સાથે મેળવીને ખવાય છે જેથી તે એક સંપૂર્ણ પ્રોટીન વાનગી બને છે.

મસુરમાં પોષણ વિરોધી તત્ત્વો પણ હોય છે. જેમ કે ટ્રીપ્સીન ઈનહીબીટર્સ અને ઉચ્ચ માત્રામાં ફાયટેટ. ટ્રીપસીન નામનું ઉત્સેચક પાચન ક્રિયા પર અસર કરે છે જ્યારે ફાયટેત્સ પાચક ક્ષારોની જેવીક ઉપલબ્ધી ઘટાડે છે. [] મસુરને પાણીમાં આખી રાત પલાળીને મુકતાં તેના ફાયટેટનું પમાણ ઘટાડી શકાય છે.

મસુર માનવ શરીને જોઈતા ખાદ્ય લોહતત્ત્વનો ઉત્તમ સ્રોત છે.[૧૦]

ઉત્પાદન

[ફેરફાર કરો]
૨૦૦૫માં લેન્ટીલ (મસુર) ની પેદાશ
મસુરનું વિશ્વવ્યાપી ઉત્પાદન

મસુર પાણીની ઉણપ ધરાવતા શુષ્ક ક્ષેત્રમાં વિકસી શકે છે. આને કારાણે આને વિશ્વમાં લગભગ દએક ક્ષેત્રમાં ઉગાડી શકાય છે. FAO અનુસાર ૨૦૦૯માં મસુરનું ઉત્પાદન ૨.૯૧૭ મેટ્રિક ટન જેટલું હતું, જેમાંનુ મોટાભાગનું ઉત્પાદન કેનેડા, ભારત, ટર્કી અને યુનાયટેડ સ્ટેટ્સમાં થતું હતું.

વિશ્વના કુલ મસુર ઉત્પાદનનો પા ભાગ ભારતમાં પેદા થાય છે અને મોટા ભાગનો સ્થાનીય બજારમં જ વેચાઈ જાય છે. કેનેડા એ મસુરનું સૌથી મોટો નિકાસકાર દેશ છે. કેનેડામાં મસુરનું ઉત્પાદન સાસ્કેચેવાન ક્ષેત્રમાં થાય છે. [૧૧]

૨૦૦૯માં વિશ્વના મસુરના ૧૦ મુખ્ય ઉત્પાદક
દેશ ઉત્પાદન (ટન) નોંધ
 કેનેડા 1,510,200
 ભારત 950,000
 તુર્કી 302,181
 અમેરિકા 265,760
 ઑસ્ટ્રેલિયા 143,000
 ઇથિયોપિયા 123,777
 ચીન 120,000
 સીરિયા 102,461
 ઈરાન 83,985
 બાંગ્લાદેશ 60,537
 World 3,917,923 A
No symbol = official figure, P = official figure, F = FAO estimate, * = Unofficial/semiofficial/mirror data, C = Calculated figure A = Aggregate (may include official, semiofficial or estimates);

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Division સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન

સંસ્કૃતિમાં

[ફેરફાર કરો]

આનો આકાર બહિર્ગોળાકાર વક્રકાચ જેવો હોય છે. આને અંગ્રેજીમાં લેન્સ કહે છે આથી અંગ્રેજીમાં લેન્ટીલ એવું નામ પડ્યું છે.

લેન્ટીલનો પ્રાચીનત્તમ ઉલ્લેખ હીબ્રુ બાઈબલમાં જોવા મલે છે તેના અનુસાર જેકબે બાફેલા મસુર આપીને ઈશુના જન્મ હક્કો ખરીદ્યા હતા. [૧૨] યહૂદી સમ્સ્કૃતિમાં મૃત્યુ શોકમાં બાફેલા ઈંડા સાથે મસુર ખવાય છે કેમકે તેનો ગોળાકાર મૃત્યુ થી જન્મ સુધીનું ચક્ર સૂચવે છે

પ્રાચીન ઈરાની લોકો ભાત પર બાફેલા મસૂર રેડીને ખાતા.

ઈથોપિયામાં મસુર બાફીને કીકે અથવા કીક વોટ નામની વાનગી ખવાય છે. આ વાનગી ત્યાંના રાષ્ટ્રીય ખોરાક ઈન્જેરા નામના ચપટા પાઉં સાથે ખવાય છે. અહીં બાફેલી મસુરની દાળને નવજાત બાળક્ને પ્રથમ અન્ન તરીકે અપાય છે.


ભારતમાં ઘણાં મંદિરોમાં મસુરને ફણગાવીને ભગવાનને ધરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં વરલક્ષ્મી નામનું વ્રત કરનારી મહિલાઓ એકબીજાને ફણગાવેલા કઠોળ આપે છે. આને સૌથી સુંદર ખોરાક મનાય છે કેમકે રામ્ધવા છતાં તેના આંતરીક ઢાંચામાં ફરક આવતો નથી.

ઈટલીમા નવાવર્ષની સંધ્યાએ આવનારું અન્વું વર્ષ સમૃદ્ધ રહે માટે લેન્ટીલ (મસુર) ખાવામાં આવે છે કેમકે તેનો ગોળ સિક્કા જેવા આકારના હોય છે.

શિયા મુસલમાન મત પ્રમણે મસુરને સિત્તેર પયગમ્બરોના આશિર્વાદ મળેલા છે જેમાં જીસ અને મહોમ્મદ પણ શામિલ છે. [૧૩]

સિન્ડ્રેલાની વાર્તાના ગ્રીમ્સ દ્વારા લખેલ સંક્સ્લરણમાં. સિન્ડ્રેલાની સાવકી માતા તેને રાખમાંથી મસુર વીણવાનું કાર્ય સોંપે છે. જો તે કાર્ય પૂર્ણ કરે તો તેને રાજાના જન્મ દિસવસના નૃત્યમાં જવાની પરવાનગી મળે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ Leah A. Zeldes (16 February 2011). "Eat this! Lentils, a prehistoric foodstuff". Dining Chicago. Chicago's Restaurant & Entertainment Guide. મૂળ માંથી 24 મે 2015 પર સંગ્રહિત. મેળવેલ 4 August 2011.
  2. "Red lentil recipes". BBC. 2011. મેળવેલ 4 August 2011.[]
  3. Callaway JC (2004). Hempseed as a nutritional resource: an overview. Euphytica 140:65-72.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-24.
  5. Randy Sell. "Lentil". North Dakota State University Department of Agricultural Economics. મૂળ સંગ્રહિત માંથી 2009-06-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-14.
  6. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-24.
  7. "USDA nutrient database". મૂળ માંથી 2015-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-24.
  8. Raymond, Joan (2006). "World's Healthiest Foods: Lentils (India)". Health Magazine. Unknown parameter |month= ignored (મદદ)
  9. "Effect of processing on some anti-nutritional factors of lentils", J. Agric. Food Chem.
  10. "Iron: food sources", VRG
  11. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2013-02-24.
  12. ઢાંચો:Bible, http://www.mechon-mamre.org/p/pt/pt0125.htm સંગ્રહિત ૨૦૧૯-૦૧-૨૯ ના રોજ વેબેક મશિન
  13. Jesus through Shiite Narrations, Chapter: "Preaching of Jesus. No. 63", http://www.al-islam.org/jesus_shiite_narrations/21.htm સંગ્રહિત ૨૦૧૩-૧૦-૦૬ ના રોજ વેબેક મશિન