અશેળિયો
Garden cress | |
---|---|
કૂમળા છોડ્ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | સપુષ્પી |
(unranked): | દ્વિદળી |
(unranked): | રોઝીડ્સ |
Order: | બ્રાસિકેલ્સ |
Family: | બ્રાસિકેસી |
Genus: | લેપિડિયમ (Lepidium) |
Species: | સટાઇવમ (L. sativum) |
દ્વિનામી નામ | |
લેપિડિયમ સટાઇવમ (Lepidium sativum) લિનિયસ (L.)
|
અશેળિયો એક ઔષધિય વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ લેપિડિયમ સટાઇવમ (Lepidiumus sativum) છે. ભારત દેશમાં મધ્ય પ્રદેશ રાજ્યના ખાનદેશમાં તેમજ મુંબઈ-મહારાષ્ટ્રમાં તેની ખેતી કરવામાં આવે છે[૧]. આ ઉપરાંત વિશ્વમાં ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને સ્કેન્ડીનાવિયા ખાતે પણ તેની ખેતી કરવામાં આવે છે.[૨]
અશેળિયાના છોડ એક વર્ષમાં એકથી બે ફૂટ જેટલા ઊંચા થાય છે, જેને નદી-નાળાના કિનારા પરની જમીન વધુ માફક આવે છે. તેનો પાક ફાગણ-ચૈત્ર મહિનામાં તૈયાર થાય છે. તેનાં મૂળ પાસેનાં પર્ણો લાંબી ડીંટડીવાળાં અને વિભાજીત હોય છે. ડાંડી પરનાં પર્ણો ડીંટડી વગરનાં અને સાંકડાં હોય છે, જેની ઉપર સફેદ રૂંછા જોવા મળે છે. તેનાં ફળ દોઢ ઈંચ લાંબી રેખા જેવાં હોય છે. ફળનાં દરેક ખાનામાં એક એક બીજ હોય છે.[૩][૪] આ બીજ નાનાં સળી જેવાં લાલ રંગનાં હોય છે. બીજને પાણીમાં પલાળવાથી ચીકણી લુગદી તૈયાર થાય છે.
રાસાયણિક ઘટકો
[ફેરફાર કરો]અશેળિયાનાં બીજમાં ઉડનશીલ સુગંધી તેલ, ક્રિયાશીલ તત્ત્વ તથા સ્થિર તેલ હોય છે. પંચાંગમાં આયોડીન, લોહ, ફોસ્ફેટ, પોટાશ, તિક્ત સત્વ, જળ અને ગંધક હોય છે.
ઔષધિય ઉપયોગ
[ફેરફાર કરો]આ વનસ્પતિનાં બીજનો ઉપયોગ ધાવણ-વૃધ્ધિ, કમર-પીડા, રાંઝણ, ધાતુપુષ્ટિ, આમવાત, મૂઢમારની પીડા, સોજો, ઊંચાઈ વધારવા જેવી તકલીફ વેળાએ કરવામાં આવે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ પુસ્તક: વસુંધરાની વનસ્પતિઓ, ભાગ- ૧, પાના નં. ૭૧, સપાદક: અશોક શેઠ, નવભારત સાહિત્ય મંદિરનું પ્રકાશન.
- ↑ Vegetables of Canada. NRC Research Press. ISBN 0-660-19503-8, ISBN 978-0-660-19503-2
- ↑ Vegetables of Canada. Published by NRC Research Press. ISBN 0-660-19503-8, ISBN 978-0-660-19503-2
- ↑ Boswell, John T. and Sowerby, James. English Botany: Or, Coloured Figures of British Plants. Robert Hardwicke, 1863. Page 215.