અહમદ વલી

વિકિપીડિયામાંથી
અહમદ વલી
ps
જન્મ નામઅહમદ વલી (احمد ولي)
જન્મકાબુલ, અફઘાનિસ્તાન
શૈલીપોપ
હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત
ગઝલ
વ્યવસાયોગાયક
સક્રિય વર્ષો૧૯૭૦–વર્તમાન

અહમદ વલી (પશ્તો: احمد ولي) અફઘાનિસ્તાનના લોકપ્રિય ગઝલ ગાયક છે. તેમણે ૧૯૭૦ના દશકમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અફગાનિસ્તાનની રાજકીય ઉથલપાથલને પગલે દેશ છોડી તેઓ જર્મનીમાં સ્થાયી થયા હતા. તેમના ગાયન કાર્યક્રમો યુરોપ અને ઉત્તર અમેરિકામાં લોકપ્રિય છે.

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

વલીનો જન્મ કાબુલ ખાતે થયો હતો. તેમના પિતા પોલીસ અધિકારી હતા.[૧] ૧૨ વર્ષની ઉંમરે તેમણે તબલા શીખવાની તાલીમ શરૂ કરી હતી પરંતુ ધીમે ધીમે તેઓ ગાયન તરફ વળ્યા. જ્યારે તેઓ હબીબીયા સ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારે તેમણે એક ડેમો ટેપનું રેકોર્ડિંગ કરેલ જે કાબુલ રેડિયોના નિર્દેશક અને પ્રસિદ્ધ અફગાન ગાયક ઉસ્તાદ જાલન્દના ધ્યાન પર આવેલું. તેની તુરંત બાદ અહમદ વલીએ બે અન્ય ગીત રેકોર્ડ કર્યાં જે પૈકીનું એક ગીત ઉસ્તાદ જાલન્દના કંઠે ગવાયેલું હતું. અન્ય ગીત માહ-રૂએ-તુ મહમદ વલીની પોતાના રચના હતી. શાળાજીવન દરમિયાન જ વલીએ સમગ્ર અફઘાનિસ્તાનમાં પોતાના જીવંત કાર્યક્રમો રજૂ કર્યાં. ત્યારબાદ તેમણે ઇરાન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંગીત પ્રદર્શનમાં ભાગ લીધો.

કારકિર્દી[ફેરફાર કરો]

કારકિર્દીની શરૂઆતમાં વલી વ્યાવસાયિક સંગીતકાર તરીકેના જીવન માટે ગંભીર નહોતા આથી તેમણે કાબુલ પોલીસ અકાદમીમાં પ્રવેશ મેળવ્યો.[૧] વ્યાવસાયિક જવાબદારીઓની સાથે સાથે જ તેમણે સંગીત કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખ્યું. પરિણામે સંગીતની કારકિર્દી પ્રત્યે તેઓ વધુ ગંભીર બન્યા અને અંતે ઉસ્તાદ જાલન્દ દ્વારા સંગીતના વિદ્યાર્થી તરીકે તાલીમ પામ્યા. અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ટેલીવિઝન અને રેડિયો કાર્યક્રમો ઉપરાંત ઘણા જીવંત કાર્યક્રમોમાં તેમણે પોતાની કલાનું પ્રદર્શન કર્યું.

૧૯૭૮ની સૉર ક્રાંતિ (ફારસી કેલેન્ડરના બીજા મહિનાના નામ પરથી, અંગ્રેજી ઉચ્ચાર Sour) બાદ અફઘાનિસ્તાનમાં જીવન દુષ્કર બનતું જતું હતું. ૧૯૮૦માં સોવિયત સંઘ દ્વારા અફઘાનિસ્તાન પરના આકમણ બાદ વલી નકલી પાસપોર્ટની મદદથી દેશ છોડી ભાગી ગયા.[૧][૨] વલીને નકલી પાસપોર્ટ પર ભારત સુધીના વિઝા મળ્યા. ભારતથી તેઓ બિમારીના બહાને જર્મનીના વિઝા મેળવવામાં સફળ રહ્યા.[૨] ૧૯૮૪—૮૫માં વલીએ જર્મની ઉપરાંત ફ્રાંસ, સ્વીટ્ઝર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્વીડન ખાતેના સંગીત કાર્યક્રમો દ્વારા સોવિયત–અફઘાન સંઘર્ષથી વિસ્થાપિત અફઘાન શરણાર્થીઓની મદદ માટે ફાળો એકઠો કરવામાં મદદ કરી. આ જ વર્ષે તેમણે જર્મનીના પ્રખ્યાત ગાયક પીટર મેફી સાથે અન્ય એક સંગીત કાર્યક્રમ આપ્યો. ૧૯૮૭માં વલીએ અબ્દુલા અતેમદી સાથે મળીને ન્યૂયોર્ક, કેલિફોર્નિયા અને વર્જિનિયામાં રાહત ભંડોળ એકઠું કરવા માટેના સંગીત કાર્યક્રમોની શૃંખલાનું આયોજન કર્યું.[૩]૧૮ ઓગસ્ટ ૨૦૦૫ ના રોજ અહમદ વલીએ અમેરિકાની રાજધાની વોશિગટન ડી.સી. ખાતેના અફઘાન દૂતાવાસમાં અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે એક સંગીત કાર્યક્રમનું પ્રદર્શન કર્યું હતું.[૧]

અંગત જીવન[ફેરફાર કરો]

અહમદ વલી હાલ અમેરિકાના વર્જિનિયામાં વસવાટ કરે છે. તેમની પહેલી પત્ની હંગામા દ્વારા તેમને માસિહ વલી નામનો એક પુત્ર છે. વલી અફઘાન ગાયકો હૈદર સલીમ અને સલમા જહાનીના પિતરાઈ ભાઈ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ "Biography". ahmadwalimusic.info. મૂળ માંથી 22 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 17 October 2011. Check date values in: |archive-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Koenenn, Joseph (19 March 1987). "Ahmad Wali Sings of His Afghanistan". Newsday. મેળવેલ 17 October 2011.[હંમેશ માટે મૃત કડી]
  3. Advertisement in Washington City Paper, circa 1987