અહિવંત કિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અહિવંત કિલ્લો
अहिवंत किल्ला
અજિન્ઠા સાતમાળ હારમાળાનો ભાગ
નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર
અહિવંત કિલ્લો is located in મહારાષ્ટ્ર
અહિવંત કિલ્લો
અહિવંત કિલ્લો
અક્ષાંશ-રેખાંશ20°25′54.2″N 73°48′54.9″E / 20.431722°N 73.815250°E / 20.431722; 73.815250
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ૪૦૨૪ ફુટ
સ્થળ વિષે માહિતી
આધિપત્ય ભારતભારત સરકાર
ના તાબામાં  અહમદનગર સલ્તનત(૧૫૨૧-૧૫૯૪)
 મરાઠા સામ્રાજ્ય (૧૬૭૦-૧૬૭૬)
મુઘલ સામ્રાજ્ય (૧૬૭૬-૧૭૫૪)
 મરાઠા સામ્રાજ્ય (૧૭૫૪-૧૮૧૮)
 United Kingdom
  • ઇસ્ટ ઇન્ડિયા કંપની (૧૮૧૮-૧૮૫૭)
  • બ્રિટિશ શાસન (૧૮૫૭-૧૯૪૭)
 ભારત (૧૯૪૭-)
જાહેર જનતા
માટે ખુલ્લું
હા
હાલતખંડેર
સ્થળનો ઇતિહાસ
બાંધકામ સામગ્રીપથ્થર

અહિવંત કિલ્લો (હિંદી: अहिवंत किल्ला; અંગ્રેજી: Ahivant Fort) પશ્ચિમ ભારતના સહ્યાદ્રી પર્વતશ્રેણી પૈકીની સાતમાળા હારમાળા ખાતે આવેલ છે. આ કિલ્લો નાસિક શહેરથી ૫૫ કિલોમીટર અંતરે નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર ખાતે આવેલ છે. આ કિલ્લો નજીકના અચલા કિલ્લાનો જોડિયો કિલ્લો છે. અહીં ત્રણ કિલ્લાઓ અહિવંત, અચલા, અને મોહનદરી એકબીજાથી ખૂબ જ નજીક છે. આમાં અચલા અને મોહનદરી કિલ્લાઓ અહિવંત કિલ્લાનું રક્ષણ કરવા માટે બાંધવામાં આવ્યા હતા[૧]. કૅપ્ટન બ્રિગ્સ દ્વારા કરવામાં આવેલ વર્ણન મુજબ આ એક મોટો અને બેડોળ ટેકરી પર આવેલ બેઢંગો અને અસ્વસ્થ વાતાવરણવાળો કિલ્લો છે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

વર્ષ ૧૬૩૬માં આ કિલ્લો આદિલશાહના અંકુશ હેઠળ હતો. મુઘલ સમ્રાટ શાહજહાં>એ તેના એક સેનાપતિ સાઇસ્તાખાનને નાસિક પ્રદેશના તમામ કિલ્લાઓ જીતવા માટેનું કાર્ય સોંપી મોકલ્યો હતો. સાઇસ્તાખાનના એક સરદાર અલિવરદીખાને આ કિલ્લો જીતી લીધો હતો. વર્ષ ૧૬૭૦માં રાજા શિવાજીએ આ કિલ્લો મુઘલો પાસેથી જીતી લીધો હતો. મુઘલ સમ્રાટ ઔરંગઝેબે તેના પરિવારના વડા મહાબતખાનને આ કિલ્લો જીતવા માટે મોકલ્યો હતો. મહાબતખાન અને દિલેરખાન દ્વારા આ કિલ્લાની બંને બાજુ પરથી હુમલો કરી યુદ્ધની શરુઆત કરવામાં આવી હતી. આ હુમલો એટલો ઉગ્ર હતો કે અહિવંત કિલ્લો મુઘલો દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૧૮માં આ કિલ્લો અંગ્રેજ કર્નલ પ્રોથેર દ્વારા કબજે કરવામાં આવ્યો હતો.[૩]

માર્ગદર્શન[ફેરફાર કરો]

આ કિલ્લાથી સૌથી નજીકનું શહેર વણી (વની) છે, જે નાસિક શહેરથી ૪૪ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ કિલ્લાની તળેટીમાં દગડ પિંપરી ગામ આવેલ છે, જે વણી થી ૧૩ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. વણી ખાતે રહેવા-જમવાની સારી સગવડ પ્રાપ્ય છે. આ કિલ્લા પર જવાનો આરોહણ માર્ગ (ટ્રેકિંગ પાથ) દગડ પિંપરી ખાતેથી શરૂ થાય છે. આ માર્ગ સુરક્ષિત અને પહોળો છે. માર્ગ વચ્ચે કોઈ વૃક્ષો આવતાં નથી. બે કિલ્લાઓ વચ્ચેના ઘાટના ભાગ સુધી પહોંચતાં એક કલાક જેટલો સમય લાગે છે. અહીંથી જમણી બાજુનો પથ (પૂર્વ દિશામાં) અહિવંત કિલ્લા પર જાય છે અને ડાબી બાજુનો પથ (પશ્ચિમ દિશામાં) અચલા ફોર્ટ તરફ જાય છે. કિલ્લા ખાતે પીવાનું પાણી અપ્રાપ્ય હોવાને કારણે રાત્રીરોકાણ કરી શકાતું નથી. સ્થાનિક ગામના ગ્રામજનો દ્વારા રાત રહેવાની અને ખોરાકની વ્યવસ્થા વાજબી ખર્ચે કરવામાં આવે છે. આ કિલ્લા પર જવાનો અન્ય આરોહણ-માર્ગ દારેગાંવ ગામ ખાતેથી જાય છે.

જોવાલાયક સ્થાનો[ફેરફાર કરો]

અહિવંત કિલ્લો ઊંચી ટેકરી પર એક વિશાળ સમતલ વિસ્તારમાં આવેલ છે. અહીં કિલ્લાના તમામ માળખાંઓ હાલમાં ખંડેર હાલતમાં છે. કિલ્લા ખાતે તુટી ગયેલી ઈમારતોના ખંડેરો અને કમાનો જોઈ શકાય છે. કેટલાક બુરજ અને પાણીના ટાંકાઓ આ કિલ્લા પર જોઈ શકાય છે. આ કિલ્લાને વ્યવસ્થિત રીતે જોવા માટે એક કલાક જેટલું ફરવું પડે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]