આત્મારામ ગજ્જર

વિકિપીડિયામાંથી
આત્મારામ મંછારામ ગજ્જર
જન્મની વિગત૧૯૦૧
મૃત્યુ૧૯૬૧
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્થપતિ

આત્મારામ મંછારામ ગજ્જર (૧૯૦૧―૧૯૬૧)[૧] અમદાવાદ, ગુજરાતના ભારતીય સ્થપતિ હતા.

જીવનચરિત્ર[ફેરફાર કરો]

ગજ્જરનો જન્મ ૧૯૦૧માં થયો હતો. તેમણે બોમ્બે (હાલ મુંબઈ)ની સર જેજે સ્કૂલ ઓફ આર્ટમાંથી સ્નાતક પૂર્ણ કર્યું. તેઓ ભારતના સ્થપતિઓની એ પ્રથમ પેઢીમાંના એક હતા જેમણે પશ્ચિમી સ્થાપત્ય શૈલીનો અભ્યાસ કર્યો હતો. તેમણે અમદાવાદમાં કામ શરૂ કર્યું. તેમની ઇમારતો સમકાલીન પશ્ચિમી સ્થાપત્ય તત્વો અને પરંપરાગત ભારતીય સ્થાપત્યના તત્વો જેમ કે પથ્થરની જાળી અને છજાનો ઉપયોગ દર્શાવે છે. તેમની ઇમારતો એડવિન લ્યુટિયન્સ અને વિન્સેન્ટ એશ દ્વારા પ્રભાવિત હતી જ્યારે તેમની પછીની ઇમારતો બૌહૌસનો પ્રભાવ દર્શાવે છે.[૨][૧] તેમણે ભારતીય આર્ટ ડેકો શૈલીની ઇમારતો પણ ડિઝાઇન કરી હતી.[૩] ૧૯૬૧માં અમદાવાદમાં તેમનું અવસાન થયું. ત્યારબાદ તેમની ઓફિસ હસમુખ પટેલ દ્વારા ચલાવવામાં આવી હતી.[૨][૧]

ઇમારતો[ફેરફાર કરો]

અમદાવાદમાં નીચેની ઇમારતોની રચના તેમના દ્વારા કરવામાં આવી હતી:[૨][૧][૪]

ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય ઇમારત
  • એલ. ડી. કોલેજ ઓફ આર્ટસ (૧૯૩૭)[૩]
  • શોધન હાઉસ (૧૯૩૯, હવે તોડી પાડવામાં આવ્યું છે.)[૫]
  • એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ બિલ્ડિંગ (૧૯૪૬)
  • એલ. ડી. કોલેજ ઓફ ફાર્મસી (૧૯૪૭)
  • એલડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ બિલ્ડિંગ્સ (૧૯૪૮)
  • ગુજરાત યુનિવર્સિટીની મુખ્ય ઇમારત (૧૯૪૭)
  • એ. જી. ટીચર્સ ટ્રેનિંગ કોલેજ (૧૯૫૦ના દાયકાના અંતમાં)
  • લો ગાર્ડન પાસે ગજ્જર હોલ[૬]
  • સેન્ટ ઝેવિયર્સ કોલેજ (૧૯૫૬)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Lang, Jon T.; Desai, Madhavi; Desai, Miki (1997). Architecture & Independence: The Search for Identity - India 1880 to 1980. Delhi: Oxford University Press. પૃષ્ઠ 145, 174, 197. ISBN 978-0-19-565247-5.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Frenger, Marion (2005). "Gajjar, Atmaram Mancharam". માં Andreas Beyer, Bénédicte Savoy and Wolf Tegethoff (સંપાદક). Allgemeines Künstlerlexikon - Internationale Künstlerdatenbank - Online (જર્મનમાં). XLVII. K. G. Saur (2021) (Online આવૃત્તિ). Berlin, New York: De Gruyter. પૃષ્ઠ 341. મેળવેલ 2023-05-17.
  3. ૩.૦ ૩.૧ "Restoring an Art Deco Piece on the Ahmedabad Campus". ahduni.edu.in. મેળવેલ 2023-05-17.
  4. "Creative tale of Amdavad's iconic buildings". The Times of India. 2016-08-28. ISSN 0971-8257. મેળવેલ 2023-05-17.
  5. "India - Overview - 20th century architecture". architecture-history.org. મૂળ માંથી 2023-05-17 પર સંગ્રહિત. મેળવેલ 2023-05-17.
  6. "Modern Architecture - A Complete Ahmedabad City Guide by Dr. Manek Patel". www.welcometoahmedabad.com. મેળવેલ 2023-05-17.