આમેરનો કિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહોતા તળાવની સન્મુખ દેખાતો આમેરનો કિલ્લો
આમેરનો કિલ્લો, જયપુર, ૧૯૫૮
આમેરનો કિલ્લો

આમેરનો કિલ્લો (હિંદી: आमेर क़िला)એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજધાની જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો કિલ્લો તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કળા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે.[૧] [૨]

ઉદ્ગમ[ફેરફાર કરો]

આમેર નો કિલ્લો મૂળતો મીણાઓ દ્વારા તેમની કુળ દેવી અંબામાના નામે તેમના દ્વારા સ્થાપિત શહેર આમેરમાં બંધાવવામાં આવ્યો હતો. અંબામાને તેઓ ઘટ્ટા રાની અર્થાત ઘાટની રાણી નામે ઓળખતા. હાલમાં વિહરમાન કિલ્લો આગાઉના ખંડેર બનેલા માળખા પર રાજા માન સિંહ (અકબરના સેનાપતિ- નવરત્નોમાંના એક) દ્વારા ૧૫૯૨માં બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ જય સિંહ પહેલાએ તેને ફરી બંધાવ્યો.[૩] ત્યારથી લઈને, જ્યાં સુધી સવાઇ જયસિંહ બીજાનાં સમય દરમ્યાન કચવાહાઓએ પોતાની રાજધાની જયપુર ના ખસેડી, ત્યાં સુધીનાં ૧૫૦ વર્ષનાં ગાળામાં આવેલા વિવિધ શાસકોએ આમેરમાં અનેક પરિવર્તનો કર્યાં. [૪]

માળખું[ફેરફાર કરો]

મહેલના એકખંડનું આંતરીક દ્રશ્ય - આરીસા મઢેલી દિવાલ.

આમેરના કિલ્લા તરીકે ઓળખાતું માળખું શરૂઆતમાં એક મહેલ સંકુલ હતો. તે શરૂઆતના આમેરના કિલ્લામાં હતો જેને આજે જયગઢનો કિલ્લો કહે છે. કોટકિલ્લાથી સુસજ્જ એવા ગલિયારાથી આમેર સાથે જોડાયેલ, જયગઢ કિલ્લો આમેર સંકુલની ઉપર એક ટેકરી પર આવેલ છે, અને લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. તે માઓથા તળાવની સન્મુખ આવેલ છે અને કચવાહા રાજાઓના ખજાના ભંડાર હતો.

આખા કિલ્લા-સંકુલ સમાન જ, આમેર કિલ્લો પણ લાલ રેતીયા (બલુઆ) પથ્થર અને આરસથી બનેલ છે. આ કિલ્લાની બાંધકામ શૈલી અનોખી છે- બહારથી, પ્રભાવી કઠોર અને રક્ષણાત્મક દેખાતું માળખું, અંદરથી ખૂબ જુદું છે. અંદરથી, અતિઅલંકૃત, હિંદુ અને મુસ્લિમ શૈલીના મિશ્રણની વૈભવી આંતરીક સજાવટ ધરાવે છે. કિલ્લાની અંદરની દિવાલો ભીંત ચિત્રો,ફ્રેસ્કો, અને રોજિંદા જીવનને દર્શાવતી ચિત્રકલાઓથી મઢેલી છે. અન્ય દિવાલો આરસની ઝીણી કોતરણી, મોઝેક, અને મહીમ અરિસા કામ દ્વારા જડાયેલ છે.[૫] આમેરનો કિલ્લો ચાર ભાગમાં વંહેચાયેલો છે. કેંદ્રીય ભાગથી આ દરેક ભાગમાં દાદરા દ્વારા પહોંચી શકાય છે, કે પહોળા માર્ગે પહોંચી શકાય છે જે દરેક ભાગ સુધી પહોંચે છે. આ માર્ગોનો ઉપયોગ હાલમાં હાથીઓ દ્વારા પ્રવાસીઓને ઉપર સુધી પહોંચાડવા માટે થાય છે. આમેર કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર, સૂરજપોળ, જાલેબ ચૌક સુધી લઈ જાય છે, આ મુખ્ય ચોક છે અહીંથી મહેલ તરફ જતી દાદર શરૂથાય છે. પ્રાચીન સમયમાં, યુદ્ધથી પાછી ફરતી સેનાઓની સલામી અહીં અપાતી.

Marblecrve.jpg

આ કિલ્લાના પ્રવેશદ્વારથી થોડી આગળ એક નાની પગથી કાળી મંદિર તરફ લઈ જાય છે., જેને શિલા દેવી તરીકે પણ ઓળખાય છે અને તે તેના વિશાળ ચાંદીના સિંહો માટે પ્રસિદ્ધ છે. આ સિંહોનું ઉદ્દગમ અને તેનું કારણ હજી પણ અજ્ઞાત છે. કાળી મંદિર તેના ચાંદીના દરવાજા અને તેની ઉત્કીર્ણ કોતરણી માટે પ્રસિદ્ધ છે. કથાઓ અનુસાર, મહારાજા માનસિંહ-૧ એ બંગાળના રાજા સામે વિજય માટે કાળી માની પૂજા કરી હતી. કથા અનુસાર કાળી મા તેમના સ્વપ્નમાં આવ્યાં અને જેસ્સોરના (હવે બાંગ્લા દેશમાં) સમુદ્રપટમાંથી તેમની મૂર્તિ કઢાવી યોગ્ય મંદિરમાં સ્થાપના કરવા જણાવ્યું.

આ વાર્તામાં કેટલું તથ્ય છે તે તો ચકાસણી નો વિષય છે. જોકે, એમ કહેવાય છે દરિયાના પટમાંથી મહારાજાએ તે મૂર્તિ મેળવી અને તેની સ્થાપના મંદિરમાં કરાવી. આ મંદિરના દ્વાર પર આવેલી ગણેશજીની મૂર્તિ જે એક પરવાળાના ખડકમાંથી કોતરાયેલી છે તે મુખ્ય પ્રવાસી આકર્ષણ છે.[૬]

Amber fort dusk panorama

પ્રવાસ અને પ્રવાસી આકર્ષણ[ફેરફાર કરો]

આજે પ્રવાસીઓ હાથી ઉપર બેસીને તળેટીથી ઉપર સુધી જઈ શકે છે. આ સવારી દરમ્યાન, તમે જયપુરનું વિહંગમ દ્રશ્ય, માઓથા તળાવ, અને મૂળની શહેરની દિવાલો જોઈ શકો છો. આ કિલ્લો તમે ગાઈડની સહાયતા વડે કે એકલા પણ જોઈ શકો છો. તમે વિવિધ ભાષાઓમાં ઉપલભ શ્રાવ્ય ગાઈડ પણ વાપરી શકો છો. સાંજનો દ્રશ્ય શ્રાવ્ય શો જોવા લાયક છે. ઓછા વરસાદને કારણે, તળાવ સુકાઈ ગયું છે અને તે સાફ નથી.

આ કિલ્લાનો ઊડીને આંખે વળગે તેવી જગ્યા છે આયના ખંડ. ગાઈડ લોકોને કહે છે કે પ્રાચીન કાળમાં માત્ર એક જ્યોતિથી આખા ખંડને પ્રકાશમાન કરી શકાતું હતું

નવીનીકરણ[ફેરફાર કરો]

આવનારા કોમનવેલ્થ ગેમ્સને કારણે થતા નવીનીકરણને કારણે કિલ્લાનો ઘણો ખરો બંધ છે.

ચિત્ર યાત્રા[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

વધુ વાંચન[ફેરફાર કરો]

 • Crump, Vivien; Toh, Irene (hardback). Rajasthan. New York: Everyman Guides. p. 400. ISBN 1-85715-887-3
   .
 • Michell, George, Martinelli, Antonio. The Palaces of Rajasthan. London: Frances Lincoln. p. 271 pages. ISBN 978-0711225053
   .
 • Tillotson, G.H.R (English માં) (Hardback). The Rajput Palaces - The Development of an Architectural Style (First ed.). New Haven and London: Yale University Press. p. 224 pages. ISBN 03000 37384
   .

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]


Coordinates: 26°59′09″N 75°51′03″E / 26.9859°N 75.8507°E / 26.9859; 75.8507