ઇંગ્લીશ વીલો

વિકિપીડિયામાંથી

ઇંગ્લીશ વીલો
White Willow foliage; note white undersides of leaves
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Malpighiales
Family: Salicaceae
Genus: 'Salix'
Species: ''S. alba''
દ્વિનામી નામ
Salix alba

સેલિક્સ આલ્બા (સફેદ વિલ્લો ) મૂળ યુરોપ અને પશ્ચિમ તથા કેન્દ્રિય એશિયાના વીલોની એક જાત છે.[૧][૨] આ નામ તેના પર્ણાની નીચેની તરફના સફેદ રંગ પરથી પાડવામાં આવ્યું છે.

તે સામાન્ય કદથી લઇને વિશાળ પાનખર વૃક્ષ 10-30 મીટરની ઊંચાઇ સુધી વિકસે છે, અને તેની ડાળીઓ 1 મીટરની જાડાઇવાળા ક્ષેત્રફળ વાળી એક અવ્યવસ્થિત અને મોટે ભાગે ઝુકેલા મુગટ જેવા હોય છે. આ ઝાડની છાલ રાખોડી-ભૂરા રંગની હોય છે, અને ઝાડોમાં ઊંડી તીરાડ હોય છે. આ વૃક્ષની લાક્ષણિક જાતિઓની ડાળીઓ રાખોડી- ભૂરા થી લઇને લીલા-ભૂરા રંગની હોય છે.

મોટાભાગના અન્ય વિલ્લો કરતા આના પર્ણો વધુ સફેદ હોય છે. જેની પાછળ પર્ણાની નીચેની તરફ આવેલા નાજુક સુંવાળા સફેદ વાળોનું આચ્છાદન જવાબદાર હોય છે, આ પર્ણો 5 -10 મીટર લાંબા અને 0.5–1.5 સેન્ટીમીટર પહોળા હોય છે. વસંતની શરૂઆતમાં કેટકીનમાં તેના પુષ્પ/|ફૂલોનું ઉત્પન્ન થાય છે અને તેનું પરાગમન કીટકો દ્વારા કરવામાં આવે છે. ઇગ્લીંશ વિલ્લો એકલિંગી છે, અને નર અને માદા કેટકીન્સ અલગ અલગ વૃક્ષ પર હોય છે. નર કેટકીન્સ 4 -5 સેન્ટીમીટર લાંબા અને પરાગમન વખતે માદા કેટકીન્સ 3 -4 સેન્ટીમીટરની લંબાઇ ધરાવે છે. ઉનાળાના મધ્યમાં તે પાકી જાય છે, માદા કટકીન અનેક નાના કેપ્સૂલોની બનેલી હોય છે, દરેક કેપ્સ્યુલની અંદર અનેક સફેદ રુંવાટીમાં બંધ કરાયેલા સૂક્ષ્મ બીજો હોય છે, જે પવનની સહાયતાથી અલગ અલગ દિશામાં જાય છે.[૧][૨][૩]

જીવસૃષ્ટિ[ફેરફાર કરો]

આસપાસના વૃક્ષો કરતા સફેદ પાલા દેખાડતું વૃક્ષ

સફેદ વીલો ઝડપથી ઉગતું, પરંતુ અપેક્ષાકૃત અલ્પજીવી વૃક્ષ છે, વળી તે અનેક રોગો પ્રતિ અતિસંવેદનશીલ હોય છે, જેમાં વોટરમાર્ક રોગનો પણ સમાવેશ થાય છે, વોટરમાર્ક રોગ બ્રેનેરિયા સાલિસાઇસ જીવાણુના કારણે થાય છે (વોટરમાર્કનું આ નામ તેની લાક્ષણિકતાના લીધે પડ્યું છે કારણકે તે લાકડા પર પાણીના ડાઘ જેવો ડાધો બનાવે છે માટે; સમાનાર્થી એર્વિનિયા સાલિસાઇસ ) અને વિલ્લો અન્થ્રિકનોઝ, મસ્ર્સોનિનાઆ સલિસિકોલા નામની ફુગને કારણે થાય છે. આ બિમારી, ટિમ્બર કે આભૂષણ માટે લગાવામાં આવતા વૃક્ષના માટે એક ગંભીર સમસ્યા થઇ શકે છે.

ઇમારતી લાકડા કે શોભાવનારી વસ્તુઓ માટે ઉગાડવામાં આવતા વૃક્ષો પર આ રોગ ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે.

આ ક્રેક વિલ્લો સેલિક્સ ફ્રેજિલિસ ની સાથે સરળતાથી પ્રાકૃતિક શંકર બનાવે છે, આ શંકરનું નામ સેલિક્સ એક્સ રૂબેંસ શ્રેન્ક છે.[૧]

ઉપયોગો[ફેરફાર કરો]

આનું લાકડું સખત, મજબૂત હોવાની સાથો સાથ વજનમાં હલકું હોય છે, પણ તે સડવા સામે અલ્પતમ પ્રતિકારકતા ધરાવે છે. ઝાડીની દાંડી (વીથીઇસ) અને કાપેલા ઝાડ છોડોનો ઉપયોગ ટોપલી બનાવા માટે થાય છે. આ લાકડામાંથી બનેલા કોલસાને ગનપાવડરના ઉત્પાદન માટે મહત્વપૂર્ણ ગણાતો હતો. પહેલાના સમયમાં તેની છાલનો ઉપયોગ ચામડાં કમાવવા માટે થતો હતો.[૧][૨]

સંવર્ધન કરેલ જાતો અને વર્ણશંકરો[ફેરફાર કરો]

અનેક સંવર્ધન કરેલ જાતો અને વર્ણશંકરોને વનસંવર્ધન વિદ્યા અને બાગકામ માટે કેટલીક પસંદગીની જાતોનો ઉપયોગ થાય છે:[૧][૨]

  • સેલિક્સ આલ્બા 'કેરુલિયા' (ક્રિકેટ-બેટ વીલોવ ; સમાનાર્થી સેલિક્સ આલ્બા વાર. કેરુલિયા (એસએમ.) એસએમ.; સેલિક્સ કેરુલિયા એસએમ.)ને બ્રિટનમાં એક વિશેષ ઇમારતી લાકડાના પાકના રૂપમાં ઉગાડવામાં આવે છે. તેનો મુખ્ય ઉપયોગ ક્રિકેટના બેટના ઉત્પાદનના માટે થાય છે. આ ઉપરાંત અન્ય ઉપયોગ તરીકે જ્યાં એક કઠોર, હળવા વજનવાળા લાકડાની જરૂરત હોય જે સરળતાથી નથી તૂટતા, તેમાં વીલાનો ઉપયોગ કરાય છે. મૂળ રીતે તેને તેના વિકાસરૂપથી ઓળખવામાં આવે છે, તે એક સીધા ટટાર થડ સાથે ખૂબ ઝડપથી વિકાસ પામે છે અને તેના પર્ણો પણ થોડાક વધુ પહોળા હોય છે (10–11 સેન્ટીમીટર લાંબા, 1.5–2 સેન્ટીમીટર પહોળા) જેમનો રંગ વાદળી લીલો હોય છે. તેનું મૂળ અજ્ઞાત છે તે સફેદ વિલ્લો અને ક્રેક વિલોનું એક વર્ણશંકર હોઇ શકે પણ તેવી કોઇ સાબિતી નથી.[૧]
  • સેલિક્સ આલ્બા 'વિટેલ્લિના' (ગોલ્ડન વિલો ; સમાનાર્થી સેલિક્સ અલ્બા વાર. (var.) વિટેલિના (એલ.) સ્ટોક્સ) આ જાતિનો બગીચામાં ઉછેર તેની કળી માટે કરીને કરવામાં છે, જે ભૂરા રંગની થવાના પહેલા 1-2 વર્ષ સુધી સોનેરી પીળા રંગની રહેતી હોય છે. ખાસ કરીને શિયાળામાં તેનો ઉપયોગ શુસોભન માટે થાય છે. તેના સારા પ્રભાવ મેળવવા દર માટે 2-3 વર્ષમાં તેનું કોપ્પીસીંગ કરી દેવું જોઇએ જેથી તે વધુ લાંબી સરસ રંગની કળીયોનો જન્મ થઇ શકે. અન્ય સમાન સંવર્ધિત જાતોમાં બ્રિટજેન્સિસ, કાર્ડિનલ, અને ચેર્મેસિનાનો સમાવેશ થાય છે જેમની પસંદગી વધુ ચમકદાર નારંગી-લાલ કળિયો માટેક કરીને થાય છે.
  • સેલિક્સ આલ્બા સેરિસિયા (સિલ્વર વિલો ) એક સર્વધિત જાત છે જેના પર્ણા પર સફેદ વાળ સૌથી વધુ હોય છે, જેનાથી તેને ચાંદની જેવી સફેદી મળે છે.
  • સેલિક્સ આલ્બા , વિટેલિના ટ્રિસટિસ (ગોલ્ડેન વીંપિંગ વિલો પર્યાય ટ્રિસટિસ) એક નીચે લટકતી ડાળોની જાત છે જેની શાખાઓ પીળી હોય છે અને શિયાળામાં તે નારંગી લાલ રંગની બની જાય છે. તેની ખેતી હવે દુર્લભ થઇ ગઇ છે અને તેની મોટાપાયે બદલી સેલિક્સ સેપુલક્રાલિસ સમૂહની ક્રિસોકોમાથી કરી દેવામાં આવી છે. જોકે હજી દુનિયાના શ્રેષ્ઠ પસંદગીપાત્ર ભાગો જેવા કે કેનેડા, ઉત્તરી અમેરિકા અને રુસમાં જેવા અતિશય ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે.
  • ગોલ્ડન હાઇબ્રિડ વીપિંગ વિલો (સેલિક્સ સેપુલક્રાલિસ સમૂહ ક્રિસોકોમા) સફેદ વિલો અને પેકિંગ વિલો સેલિક્સ બેબીલોનિકા ની વચ્ચેનું એક વર્ણશંકર છે.

ઔષધિ તરીકે ઉપયોગો[ફેરફાર કરો]

સેલિક્સ આલ્બાનું ટિંકચર

હિપ્પોક્રેટ્સે 5મી સદી ઇસાપૂર્વમાં વિલોની છાલથી નીકળવામાં આવતા કડવા પાવડરના વિષે લખ્યું હતું જે પીડાથી રાહત આપતું હતું અને તાવને ઓછો કરતો હતો.[સંદર્ભ આપો] આ ઉપચારનો ઉલ્લેખ પ્રાચીન ઇજિપ્તના સુમેર અને અસીરીયાના ગ્રંથોમાં પણ જોવા મળે છે.[સંદર્ભ આપો] ઓક્સફોર્ડશાયર, ઇંગ્લેન્ડના ચિપિંગ નૌર્ટનના એક પાદરીએ, રેવરેંડ એડમંડ સ્ટોને 1763માં કહ્યું હતું કે વિલોની છાલ તાવને ઓછો કરવામાં અસરકારક છે.[૪] આ ટિંકચર બનાવા માટે તેને મોટેભાગે ઇથેનોલમાં પલાળીને પોચી કરવામાં આવે છે.

છાલનો સક્રિય અર્ક,જેનું લેટિન નામ સેલિક્સ ના આધાર પર સાલિસિન પાડવામાં આવ્યું હતું તેને 1828માં એક ફ્રાંસના ફાર્માસિસ્ટ, હેનરી લેરોક્સ અન એક ઇટાલીયન રસાયણવિજ્ઞાની, રફેલે પિરિયા દ્વારા તેનું સ્ફટિકીકરણ સ્વરૂપ તૈયાર કરવામાં સફળતા મેળવી હતી. જે તેમાંથી એસિડને અલગ પાડી શુદ્ધ સ્વરૂપ જાળવવામાં સફળતા મેળવી હતી. એસ્પરીનની જેમ સેલિસિલિક એસિડ, સાલિસિનનું રાસાયણિક વ્યુત્પન્ન છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ મીકલે, આર. ડી. (1984). મહાન બ્રિટન અને આર્યલેન્ડના વિલો અને પૉપ્લરો . બીએસબીઆઇ (BSBI) હેન્ડબુક નં. 4. આઇએસબીએન 0-521-77111-0
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ રશફોર્થ, કે. (1999). બ્રિટન અને યુરોપના વૃક્ષો . કોલ્લીન્સ આઇએસબીએન 0-00-220013-9.
  3. મીટચેલ, એ. એફ. (1974). બ્રિટન અને ઉત્તરી યુરોપના વૃક્ષાની કાર્યક્ષેત્ર ગાઇડ . કોલીન્સ આઇએસબીએન 0-00-212035-6
  4. સ્ટોન, ઇ. (1763). વિલોની છાલ તાવના ઇલાજ માટે સફળ છે તેનો એક હિસાબ. ફિલોશોફિકલ ટ્રાન્જેક્શન ઓફ ધ રોયલ સોસાયટી ઓફ લંડન 53.