ઈથિલીન બ્રોમાઇડ

વિકિપીડિયામાંથી

ઈથિલીન બ્રોમાઇડ અથવા 1,2-ડાઇબ્રોમોઇથેન અથવા ઈથિલીન ડાઇબ્રોમાઇડ (EDB) એ ઈથિલીન અને બ્રોમીન વચ્ચેની પ્રક્રિયાથી બનતું રંગવિહીન, મીઠી વાસવાળૂં, ન સળગે તેવું પ્રવાહી સંયોજન છે. તેનું અણુસૂત્ર (CH2Br)2 છે.[૧]

તેનું ઉત્કલનબિંદુ 129 થી 133 °C છે, જ્યારે ગલનબિંદુ 9.4 થી 10.2 °C છે. તે પાણીમાં અદ્રાવ્ય છે, તથા ત્વચાને સ્પર્શ થતાં ખંજવાળ પેદા કરે છે. લાંબો સમય શ્વાસમાં લેવાથી તે યકૃત અને મૂત્રપિંડને નુકસાન કરે છે. તેનો ઉપયોગ જમીન અને અનાજના ધૂમક (fumigant) તરીકે થાય છે.[૧]

બનાવટ[ફેરફાર કરો]

ઈથિલીન અને બ્રોમીન વચ્ચેની પ્રક્રિયાથી ઈથિલીન બ્રોમાઇડ મળે છે:[૧]

CH2=CH2 + Br2 → BrCH2CH2Br

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ સત્યપંથી, પ્રવીણસાગર (2014). "ઈથિલીન બ્રોમાઇડ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨ (આ – ઈ) (3rd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૮૧૬. ISBN 978-93-83975-03-7.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]