ઈન્દુલાલ ગાંધી

વિકિપીડિયામાંથી

ઈન્દુલાલ ફુલચંદ ગાંધી ગુજરાતી સાહિત્યકાર હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૦૫ના રોજ મકનસર ખાતે થયો હતો. તેમણે ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો પછી પત્રકારત્વ, આકાશવાણીમાં નોકરી, સામયિક- સંપાદન જેવા વ્યવસાયિક કાર્યો કરેલા.

એમનું અવસાન ૧૦ જાન્યુઆરી, ૧૯૮૬ના દિવસે થયું હતું.

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

આંધળી માનો કાગળ,[૧] તેજરેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, શતદલ, ગોરસી, ઇંધણા, ધનુરદોરી, ભાણી, ઉન્મેષ, પથ્થર ના પારેવા વગેરે તેમના કાવ્યગ્રંથો છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઈન્દુલાલ ગાંધીની ૧૦૭મી જન્મજ્યંતીએ વ્યાખ્યાન". www.gujaratsamachar.com. મેળવેલ 2021-07-05.