ઉડતી ખિસકોલી
ઉડતી ખિસકોલી (Indian giant flying squirrel Petaurista philippensis, સિંહાલા: මහ හම්බාවා), એ ખિસકોલીની એક જાતિ છે. તે ભારત, ચીન, ઇન્ડોનેશિયા, મ્યાનમાર, શ્રીલંકા, તાઈવાન, વિયેતનામ તેમજ થાઇલેન્ડમાં મળી આવે છે.
વર્ણન
[ફેરફાર કરો]માથું અને શરીરની લંબાઇ સામાન્ય રીતે ૪૩ સેમી હોય છે. પૂંછડીની લંબાઇ નરમાં ૫૦ સેમી અને માદામાં ૫૨ સેમી હોય છે.
રંગ કાળા થી ભૂખરો છીંકણી અને આછો-ઘાટો હોય છે. વૃક્ષો વચ્ચે હવામાં કૂદકો મારવા માટે પીઠના આગલા ભાગથી પાછલા ભાગમાં પડદો હોય છે, જે આછા છીંકણી રંગનો હોય છે. પગ કાળા હોય છે. નાક આછું ગુલાબી રંગનું હોય છે. પૂંછડી વાળ ધરાવતી અને કાળાશ પડતી છીંકણી હોય છે. ઉપરના ભાગમાં રુંવાટી લાંબી અને મુલાયમ અને અંદરના ભાગમાં ધીમે-ધીમે ઓછી થયેલી હોય છે.[૧]
વિતરણ
[ફેરફાર કરો]તેઓ ૪૦૦-૧૦૦૦ મીટરની ઊંચાઇ પર જોવા મળે છે.
વર્તન
[ફેરફાર કરો]આ ખિસકોલી નિશાચર છે અને સૂકાં અને લીલાં જંગલોમાં જોવા મળે છે. તે ખેતરોમાં પણ જોવા મળે છે. વૃક્ષોમાં તે ડાળીઓ અને બખોલમાં રહે છે.[૨]
આ ખિસકોલી ખોરાક ન મળે ત્યારે વધુ સામાજીક બને છે. તેનો અવાજ એક પ્રકારના ગરુડ તેમજ ઘુવડ જેવો હોય છે.[૧]
ખોરાક
[ફેરફાર કરો]તેઓ મુખ્યત્વે ફળાહારી છે, પરંતુ પાંદડાઓ, જીવ-જંતુઓ તેમજ લાર્વા પણ ખોરાકમાં લે છે. સંશોધન મુજબ, તેમને અંજીર, ફણસ વગેરે પસંદ હોય છે. તેમનાં ખોરાકમાં પાંદડાઓ અગત્યના હોય છે. ખાસ કરીને અંજીરના પાંદડાઓ તેમને અત્યંત પસંદ છે. ઉડતી ખિસકોલી વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખોરાકમાં લે છે. ખોરાકમાં તેઓ અન્ય જાતિઓ કરતાં વધુ વિવિધતા ધરાવે છે.[૩]
પ્રજનન
[ફેરફાર કરો]જૂન મહિનામાં માદા એક બચ્ચાને જન્મ આપે છે. બચ્ચું જન્મ સમયે દેખતું હોતું નથી અને સસ્તન પ્રાણીઓ કરતાં તેની આ અવસ્થા લાંબી ચાલે છે. તેનું માથું શરીર કરતાં પ્રમાણમાં મોટું હોય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Yapa, A.; Ratnavira, G. (2013). Mammals of Sri Lanka. Colombo: Field Ornithology Group of Sri Lanka. પૃષ્ઠ 1012. ISBN 978-955-8576-32-8.
- ↑ http://www.iucnredlist.org/details/16724/0
- ↑ http://www.bioone.org/doi/abs/10.1644/08-MAMM-A-063.1?journalCode=mamm
નોંધ
[ફેરફાર કરો]- Squirrels સંગ્રહિત ૨૦૧૩-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન, Angelfire
- Koli, VK., Bhatnagar C & Mali D. (2011). Gliding behaviour of Indian Giant Flying Squirrel Petaurista philippensis Elliot. Current Science. 100(10): 1563–1568. http://www.currentscience.ac.in/Volumes/100/10/1563.pdf
- Bhatnagar C., Koli, V.K. and Sharma, S.K. (2010). Summer diet of Indian Giant Flying Squirrel Petaurista philippensis (Elliot) in Sitamata Wildlife Sanctuary, Rajasthan, India. J. Bom. Nat. Hist. Soc. 107 (3): 183-188.
- Bhatnagar C., Sharma S.K. & Koli, V.K. (2010). High day temperature and sleep out behavior of Elliot’s Giant Flying Squirrel Petaurista philippensis (Elliot) in Sitamata Wildlife Sanctuary, Rajasthan, India. J. Bom. Nat. Hist. Soc. 107 (3):245–246.
- Nandini, R. & Parthasarathy, N. (2008). Food habits of the Indian Giant Flying Squirrel (Petaurista philippensis) in rain forest fragment, Western Ghats. J. Mammal. 89(6): 1550-1556. http://glidingsquirrel.in/RNandini/Publications_files/nandini_parthasarathy_2008.pdf[હંમેશ માટે મૃત કડી]
- Koli, VK., Bhatnagar C & Sharma, S.K. (2013). Distribution and status of Indian Giant Flying Squirrel (Petaurista philippensis Elliot) in Rajasthan, India. Natl. Acad. Sci. Lett. 36(1): 27-33. http://link.springer.com/article/10.1007%2Fs40009-012-0105-z
- Koli, VK., Bhatnagar C & Sharma S.K. (2013). Food habits of Indian Giant Flying Squirrel (Petaurista philippensis Elliot) in tropical deciduous forest, Rajasthan, India. Mammal Study. 38(4): 251-259. http://www.bioone.org/doi/abs/10.3106/041.038.0409
- Koli, VK., Bhatnagar C & Sharma S.K. (2012). Sunbasking behaviour of Elliot's giant flying squirrel Petaurista philippensis (Elliot) in Sitamata Wildlife Sanctuary, Rajasthan, India. J. Bom. Nat. Hist. Soc. 109(3): 196-197.
- Koli, VK. & Bhatnagar C. (2014). Calling activity of Indian giant flying squirrel (Petaurista philippensis, Elliot, 1839) in the Tropical deciduous forest, India. Wildl. Biol. Pract. 10(2): 102-110.