ઉત્તર કોરિયાનો રાષ્ટ્રધ્વજ
ઉત્તર કોરિયાનો રાષ્ટ્રધ્વજ ૮ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ અપનાવાયો.[૧] તે ઉત્તર કોરિયાના બંધારણના ૧૭૦મી કલમના પ્રકરણ સાત અનુસાર અપનાવાયો છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]જ્યારે જાપાનની શરણાગતિ બાદ કોરિયા આઝાદ થયું ત્યારે સોવિયેત યુનિયન અને ચીનની મદદથી કોરિયાનો ઉત્તર ભાગ સામ્યવાદી બન્યો ત્યારે આ ધ્વજ અપનાવાયો. ધ્વજ મૂળ રીતે જ સોવિયેત યુનિયનમાં આલેખાયો અને જુલાઈ ૧૯૪૮માં તેણે આગલા ધ્વજનું સ્થાન લીધું.[૨]
બંને કોરિયાને અલગ કરતી સરહદની ઉત્તરે કદમાં વિશ્વના ત્રીજા ક્રમાંક ધરાવતા ધ્વજદંડ પર ૨૭૦ કિલોગ્રામ વજનનો ઉત્તર કોરિયાનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. ધ્વજદંડની ઉંચાઈ ૧૬૦ મિટર છે.
પ્રતિક
[ફેરફાર કરો]ધ્વજમાં રહેલ લાલ સિતારો સામ્યવાદનું સર્વસામાન્ય ચિહ્ન છે. જોકે હાલમાં ઉત્તર કોરિયામાં સંપૂર્ણ સામ્યવાદના સ્થાને જુચે દ્વારા પ્રસ્તાવિત માર્કસવાદી-લેનિનવાદી નીતિ અપનાવાયેલ છે. દેશના બંધારણમાંથી સામ્યવાદને ઘણે ભાગે દૂર કરી દેવામાં આવ્યો છે.[૩] ધ્વજમાંની લાલ પટ્ટીઓ ક્રાંતિકારી પરંપરાનું પ્રતિક છે. બે ભૂરી પટ્ટીઓ સ્વાયત્તતા, શાંતિ, મિત્રતાના સૂચક છે. સફેદ પટ્ટી નિર્મળતા સૂચવે છે.
જોકે કેટલાક મત અનુસાર લાલ સિતારો ક્રાંતિકારી પરંપરા, લાલ પટ્ટીઓ દેશભક્તિ અને પ્રજાની દૃઢતાનું, સફેદ પટ્ટી દેશની એકતા અને તેની સંસ્કૃતિનું અને ભૂરી પટ્ટીઓ પ્રજાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે.[૪]
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડી
[ફેરફાર કરો]- North Korea at Flags of the World