ઉષા ચિનોય

વિકિપીડિયામાંથી

ઉષા ચિનોય (૧૯૨૯-૨૦૦૪) એ ભારતીય શિક્ષણશાસ્ત્રી અને સંગીતકાર હતા. તેઓ રાજકોટ, ગુજરાતના વતની હતા. [૧]

પ્રારંભિક જીવન અને શિક્ષણ[ફેરફાર કરો]

ઉષા ચિનોય (જોષી) નો જન્મ ગુજરાતના કાઠિયાવાડ દ્વીપકલ્પ - સૌરાષ્ટ્ના ભૂતપૂર્વ રજવાડા જામનગર (નવાનગર)માં ત્રંબકલાલ મણિશંકર જોષી અને યશોમતી જોષીના ઘેર થયો હતો. તેમણે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં બી. એ. (ઓનર્સ)ની પદવી મેળવી હતી. પાછળથી તેમણે સંગીત વિશારદ અને હિન્દુસ્તાની વિનીત પદવી થકી સંગીતમાં ડિપ્લોમા પણ મેળવ્યો. જામનગર શહેરમાં, તેઓ મહાનગર પાલિકાના પ્રથમ ચૂંટાયેલા મહિલા સભ્ય બન્યા અને ૧૯૪૦ ના દાયકાના અંત ભાગથી ૧૯૫૦ના દાયકાના આરંભ સુધી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય રહ્યા હતા. તેમના દાદા, કવિ અને લેખક [૨] વૈદ્ય શાસ્ત્રી મણિશંકર ગોવિંદજીએ જામનગરમાં ૧૮૮૧ માં પ્રખ્યાત એટંક નિગ્રહ ફાર્મસીની [૩] સ્થાપના કરી હતી. [૪] જેની મુંબઇ, કોલકાતા, [૫] મદ્રાસ (ચેન્નઈ), પૂના (પૂણે), કરાંચી, કોલંબો, રંગૂન, પેનાંગ [૬] અને સિંગાપોરમાં શાખાઓ હતી. [૭]

કારકિર્દી[ફેરફાર કરો]

ઉષાએ ૧૯૪૦ના દાયકામાં યંગ ઈન્ડિયા માટે રેકોર્ડ કરેલા ગીતોથી ગાયન કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૬૦ થી ૧૯૮૦ ના દાયકામાં ઑલ ઈન્ડિયા રેડિયો અને પાછળથી ટીવી ચેનલ દૂરદર્શન પરના તેમના કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં ગુજરાતી અને ઉર્દૂ ગઝલ, ભજન, ઠુમરી, ગુજરાતી લોકગીતો અને હળવા સંગીતનો સમાવેશ થાય છે. [૮] તેમણે ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વ ગાયન પણ કર્યું હતું. ૧૯૬૪-૧૯૭૪ દરમિયાન, તેઓ રાજકોટની રાજકુમાર કૉલેજમાં કલા, હસ્તકલા અને સંગીત વિભાગના સ્થાપક વડા અને શિક્ષિકા હતા. ઈ. સ. ૧૯૬૭ માં તેઓ ઇન્ટરનેશનલ લિવિંગ પ્રોગ્રામના પ્રયોગના ભાગ રૂપે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમના લગ્ન ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી રોમેશચંદ્ર ચિનોય (૧૯૨૫–૧૯૯૧) સાથે થયા હતા. તેમના મોટા ભાઈ સુરેશ ટી. જોષી, ૧૯૬૦ અને ૧૯૭૦ ના દાયકામાં જામનગરની ગુજરાત આયુર્વેદ કૉલેજના આચાર્ય હતા. તેઓ રાજકોટ રજવાડાના દીવાન, બેરિસ્ટર સી. એન. ચિનોયની પુત્રવધૂ હતા.[૯] ઈ. સ. ૨૦૦૪ માં ચીનના શાંઘાઈમાં તેઓ અવસાન પામ્યા. તેમના ત્રણ બાળકોમાંના એક સુજન આર. ચિનોય, મેક્સિકોમાં ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત થયા હતા. તેમને પાંચ પૌત્ર પૈત્રીઓ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. https://www.youtube.com/watch?v=cSj9XHumWKM
  2. https://www.google.com.mx/search?tbo=p&tbm=bks&q=inauthor:%22Ma%E1%B9%87ica%E1%B9%85kar+K%C5%8Dvintaji%22&gws_rd=ssl
  3. http://eresources.nlb.gov.sg/newspapers/Digitised/Article/freepress19260324-1.2.30.4.aspx
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-25.
  5. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2014-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-22.
  6. http://eresources.nlb.gov.sg/newspapers/Digitised/Article/malayansatpost19260116-1.2.38.aspx
  7. http://eresources.nlb.gov.sg/newspapers/Digitised/Article/straitstimes19140421-1.2.2.3.aspx
  8. https://www.youtube.com/watch?v=Sn4D5pjYgyM
  9. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2023-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2020-11-22.