વૃત્તિમય ભાવાભાસ

વિકિપીડિયામાંથી
(ઊર્મિજન્ય ભાવાભાસ થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વૃત્તિમય ભાવાભાસ અથવા પથેટિક ફૅલસી (અંગ્રેજી: pathetic fallacy) અથવા ઊર્મિજન્ય ભાવાભાસ એ સાહિત્ય અને કળામાં ભાવનિરૂપણ માટેની એક વિશિષ્ટ પ્રયુક્તિ છે. અંગ્રેજ કળામિમાંસક જ્હોન રસ્કિને પોતાના 'મૉડર્ન પેઇન્ટર્સ' (૧૮૫૬) નામના ગ્રંથમાં ચિત્રકારો માનવભાવોનું પ્રકૃતિમાં આરોપણ કરીને જે રીતે અસત્યનો આશ્રય લે છે તેની મર્યાદા કે દોષ દર્શાવવા 'પૅથેટિક ફૅલસી' સંજ્ઞા પ્રયોજી હતી. ગુજરાતીમાં રમણભાઈ નિલકંઠે એને માટે ગુજરાતીમાં 'વૃત્તિમય ભાવાભાસ' સંજ્ઞા પ્રયોજી હતી. ગુજરાતીમાં આ સંજ્ઞાનો સૌપ્રથમ ઉપયોગ રમણભાઈ નીલકંઠે પોતાના 'કવિતા અને સાહિત્ય' ગ્રંથમાં કર્યો હતો. રમણભાઈએ પૅથેટિક ફૅલસી માટે ગુજરાતીમાં વૃત્તિમય ભાવાભાસ સંજ્ઞા પ્રયોજી હતી. જ્યારે નરસિંહરાવ દિવેટિયા અને ડોલરરાય માંકડે એને માટે અનુક્રમે 'અસત્ય ભાવારોપણ' અને 'ઊર્મિજન્ય ભાવાભાસ' સંજ્ઞાઓ પ્રયોજી છે.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શેઠ, ચંદ્રકાન્ત (માર્ચ ૨૦૦૫). "વૃત્તિમય ભાવાભાસ". માં ઠાકર, ધીરુભાઈ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૦ (વિ - વૈં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૬૫. OCLC 162213097.
  2. ટોપીવાળા, ચંદ્રકાન્ત (૧૯૯૬). "ઊર્મિજન્ય ભાવાભાસ (Pathetic Fallacy)". માં ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર. (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ. ખંડ ૩. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૬૫. OCLC 26636333.