એકવાર પિયુને મળવા આવજે (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
એકવાર પીયુને મળવા આવજે
દિગ્દર્શકહરસુખ પટેલ
લેખકગુણવંત ઠાકોર
કથાગુણવંત ઠાકોર
નિર્માતાગુણવંત ઠાકોર
રમેશ પટેલ
કલાકારોહિતેન કુમાર
વિક્રમ ઠાકોર
ફિરોઝ ઇરાની
મિનાક્ષી
મમતા સોની
જયેન્દ્ર મહેતા
જૈમિની ત્રિવેદી
ભાસ્કર નાયક
મયુર વાકાણી
છબીકલામહેશ જી. શર્મા
સંગીતઅપ્પુ
નિર્માણ
નિર્માણ સંસ્થા
જ્ય શ્રી મહાવીર ફિલ્મ્સ
વિતરણજ્ય શ્રી મહાવીર ફિલ્મ્સ
રજૂઆત તારીખ
૨૦ ઓક્ટોબર ૨૦૦૬
દેશભારત
ભાષાગુજરાતી

એકવાર પીયુને મળવા આવજે એ ૨૦૦૬માં આવેલા એક ગુજરાતી ચલચિત્રનું નામ છે. ગુણવંત ઠાકોર અને રમેશ પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર, વિક્રમ ઠાકોર, ફિરોઝ ઇરાની, મિનાક્ષી, મમતા સોની, જયેન્દ્ર મહેતા, જૈમિની ત્રિવેદી અને મયુર વાંકાણી હતા. આ ફિલ્મનું ફિલ્માંકન ગુજરાતમાં કરવામાં આવેલું.

આ ચલચિત્ર વિક્રમ ઠાકોરનું પ્રથમ વ્યવસાયિક સફળ ચલચિત્ર હતું. તે ૨૫ અઠવાડિયાં ચાલ્યું હતું.[૧][૨]

પાત્રો[ફેરફાર કરો]

  • હિતેન કુમાર - સૂરજ
  • વિક્રમ ઠાકોર - વિક્રમ
  • ફિરોઝ ઇરાની - રૂપસિંહ
  • મિનાક્ષી - તેજલ
  • મમતા સોની - રાધા
  • જયેન્દ્ર મહેતા - વજેસંગ ઠકોર
  • જૈમિની ત્રિવેદી - કડવી ફોઇ
  • ભાસ્કર નાયક - મંગલસિંહ
  • મયુર વાકાણી - પોપટ

કથાસાર[ફેરફાર કરો]

કસુંબલ ગાયક વિક્રમ (વિક્રમ ઠાકોર)ના સૂરે રંગાયેલી પ્રીતઘેલી રાધા (મમતા સોની)ને એ જાણ ન હતી કે એની પ્રીતની આડે કાંટાની વાડ છે. રાધા એક ઉંચા ખોરડાના ઠાકોરની દીકરી હોઇ સામાન્ય કુટુંબના ગાયક સાથે સગપણ ના થાય તેવી જાણ વિક્રમને ન હતી. વિક્રમ અજાણતા જ રાધાને પ્રેમ કરી બેઠો. વિક્રમ એ વાતથી અજાણ હતો કે રાધાના કુટુંબ અને પોતાના કુટુંબ વચ્ચે અનબણ ચાલતી હતી. ઠાકોર વજેસંગજી (જ્યેન્દ્ર મહેતા) સુરજ (હિતેન કુમાર)ને પોતાની મોટી દિકરી તેજલ (મિનાક્ષી)નો હત્યારો માનતા હતા. વજેસંગજીને એ જાણ ન હતી કે તેજલનો હત્યારો રૂપસિંહ (ફિરોઝ ઇરાની) છે. રૂપસિંહ વજેસંગની મિલક્ત હડપવા માટે થઈને પોતાના નાના ભાઈ મંગલ (ભાસ્કર નાયક)ના લગ્ન વજેસંગની નાની દિકરી રાધા સાથે કરાવવા માગતો હતો. પણ અંતમાં હકીકત બધાની સામે આવી જાય છે અને રૂપસિંહને તેનાં કર્મોની સજા મળે છે.

સંગીત[ફેરફાર કરો]

આ ફિલ્મ નું સંગીત અપ્પુ નુ છે.જેના ગીતો ગુણવંત ઠાકોરે લખ્યા છે. જેમાં ગાયકો તરીકે વિક્રમ ઠાકોર, દિપાલી સોમૈયા, અરવિંદ બારોટ, નયન રાથોડ, શિલ્પા ઠાકોરે સ્વર આપ્યો છે. આ ફિલ્મ ના ગીતો ખુબ લોકપ્રિય બન્યા હ્તા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સ્ટેજ શૉ ક્યારેય બંધ નહીં થાયઃ વિક્રમ ઠાકોર". Khabarchhe.com. ૨૬ જૂન ૨૦૧૫. મેળવેલ ૫ ઓગસ્ટ ૨૦૧૫.
  2. K. Moti Gokulsing; Wimal Dissanayake (૧૭ એપ્રિલ ૨૦૧૩). Routledge Handbook of Indian Cinemas. Routledge. પૃષ્ઠ ૯૮. ISBN 978-1-136-77284-9.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]