એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ

વિકિપીડિયામાંથી
M. A. Chidambaram Stadium
Chepauk Stadium
Ground information
LocationChepauk, Chennai
Establishment1916
Capacity50,000
OwnerMadras Cricket Club
ArchitectNatraj & Venkat Architects, Chennai / Hopkins Architects, England[૧]
OperatorQuickcric8 Association
End names
Anna Pavilion End
V Pattabhiraman Gate End
International information
First Test10 February 1934:
 ભારત v  ઇંગ્લેન્ડ
Last Test11 December 2008:
 ભારત v  ઇંગ્લેન્ડ
First ODI9 October 1987:
 ભારત v  ઑસ્ટ્રેલિયા
Last ODI20 March 2011:
 ભારત v  વેસ્ટ ઇન્ડિઝ
Team information
Tamil Nadu (1916-present)
Chennai Super Kings (IPL) (2008-present)
As of 4 April 2008
Source: M. A. Chidambaram Stadium, Cricinfo , quickcric8.com

ભારતના ચેન્નાઇ (પહેલાંનું મદ્રાસ) શહેર ખાતે આવેલું એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ એક ક્રિકેટ સ્ટેડિયમ છે, જેનું નામ બીસીસીઆઇ ( BCCI ) અને તમિલનાડુ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી. એમ. એ. ચિદમ્બરમના નામ પરથી રાખવામા આવ્યું છે. આ સ્ટેડિયમ પહેલાં મદ્રાસ ક્રિકેટ કલ્બ ગ્રાઉન્ડ અથવા ચેપૉક સ્ટેડિયમ તરીકે જાણીતું હતું. સામાન્ય રીતે ચેપૉક તરીકે ઓળખાતા આ સ્ટેડિયમમાં પ્રથમ મેચ 1934ની 10મી ફેબ્રુઆરીના રોજ રમવામાં આવી હતી. ઇસ્ટ કોસ્ટ કન્સ્ટ્રક્શન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બાંધવામાં આવેલા આ સ્ટેડિયમ ખાતે ભારતીય ક્રિકેટ ટીમે 1952માં સૌથી પ્રથમ ટેસ્ટ વિજય ઇંગ્લૅન્ડ સામે મેળવ્યો હતો. 1983-84માં સુનીલ ગાવસ્કરે આ જ મેદાન પર ખાંચમાં પડેલી તેમની ત્રીસમી ટેસ્ટ સદી ફટકારી રેકૉર્ડ તોડ્યો હતો. 1986-87માં અહીં રમાયેલ ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા મેચ ટાઇમાં પરિણમી હતી, જે રમતોના લાંબા ઇતિહાસમાં માત્ર બીજી ટાઈ હતી. તે પછીની સીઝનમાં, ટેસ્ટ પ્રદર્શન પર એક ખેલાડી દ્વારા 136 માટે 16 સાથે અંત લાવીને લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાનીએ શ્રેષ્ઠ મેચ પૃથક્કરણનો દાવો નોંઘાવ્યો હતો. ચેપૉકના દર્શકો દેશમાં અત્યંત પ્રશંસા કરનારા પ્રેક્ષકોમાંના એક તરીકે ઓળખાય છે. 1997માં સઇદ અનવરે ઇન્ડિપેન્ડન્સ કપમાં ભારત સામે વિક્રમસર્જક 194 રન કર્યા ત્યારે તેમને અને ફરી વખત જ્યારે ટેસ્ટ મેચમાં પાકિસ્તાન જીત્યું ત્યારે એમ બંને વખત દર્શકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી માન આપ્યું હતું, તેના પરથી આ સાબિત થયું હતું. પાકિસ્તાની ટીમે પણ પોતાની મેચ જોનારા આ દર્શકોના ખેલદિલીભર્યા વર્તન પ્રત્યે આદર દર્શાવ્યો હતો. તમિલનાડુ ક્રિકેટ ટીમ માટે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેતા ચેન્નઇ સુપર કિંગ્સ માટે પણ, આ સ્ટેડિયમ ઘરનું મેદાન છે.

સ્ટેડિયમ અંગે સંબંધિત હકીકતો અને આંકડાઓ[ફેરફાર કરો]

  • સૌ પ્રથમ વખત રણજીત ટ્રોફી અહીં રમાઈ હતી, જેમાં એજી રામ સિંહે એક દિવસમાં મૈસૂરની સામે ચીકણા મેદાન પર મદ્રાસ તરફથી બોલિંગ કરતી વખતે 11 વિકેટો ઝડપી લીધી હતી.
  • જ્યારે ભારતે ઇંગ્લૅન્ડને એક ઈનીંગ્સ અને આઠ રન સાથે હરાવ્યું ત્યારે ભારતે 1951-52માં, તેની પ્રથમ ટેસ્ટ મેચ જીતી રેકોર્ડ નોંધાવ્યો હતો.
  • 1986માં ક્રિકેટના ઇતિહાસમાં થયેલી બીજી ટેસ્ટ મેચની ટાઈ પણ આ સ્ટેડિયમમાં થઈ હતી, આ ક્રિકેટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. [૨]
  • આ ગ્રાઉન્ડ ખાતે વિરેન્દ્ર સહેવાગએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરેલા 319 રન સૌથી મોટો ટેસ્ટ સ્કૉર છે.
  • ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં બીજા ટાઈ્ડ ટેસ્ટ માટે આ સ્ટેડિયમ યજમાન હતું.
  • સઈદ અનવરે ભારત વિરુદ્ધ કરેલા 194 રન આ ગ્રાઉન્ડ પરનો સૌથી ઊંચો સ્કૉર છે. જ્યાં સુધી સચિન તેંડુલકરે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 200 રન ન કર્યા ત્યાં સુધી તે આઈઓડી(ODI )માં પણ સૌથી ઊંચો સ્કૉર હતો.
  • જ્યારે ઇંગ્લૅન્ડે ભારત વિરુદ્ધ 652 -7d રન કર્યા ત્યારથી ઇંગ્લૅન્ડે આ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પકડી રાખ્યો છે. આકસ્મિકરીતે, આ ટેસ્ટ મેચના ઇતિહાસમાં સૌથી વધુ રન કરનારી ચોથા ક્રમની મેચ બની હતી.[૩] તે પછી બીજો ઊંચો સ્કૉર ભારતે 2008માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 627 રન કર્યા હતા તે છે, જેમાં તમામ ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. ત્રીજા સૌથી વધુ રન વેસ્ટ ઈન્ડિઝેકર્યા છે જે 1949ની ટેસ્ટ મેચમાં તે ભારતની સામે 582 રન કરીને ઓલ આઉટ થયું હતું.
  • જ્યારે ઇંગ્લૅન્ડે ભારતને માત્ર 83 રનમાં સમેટી દીધું ત્યારથી આ મેદાન ખાતે ભારતીયો સૌથી ઓછો સ્કૉર કર્યાનો રેકોર્ડ ધરાવે છે.
  • નરેન્દ્ર હિરવાણીનો મેચમાં બોલિંગનો આંકડો 16/136, જે આ મેદાન ખાતેનો વર્તમાન શ્રેષ્ઠ રેકૉર્ડ છે.
  • રાહુલ દ્રવિડે આ મેદાન પર તેના 10,000મા ટેસ્ટ રન કર્યા હતા.
  • ડિસેમ્બર 2008માં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની ચોથી ઈનિંગ્સમાં ભારતનો 387/4 સ્કોર, જે ભારતમાં સફળતાપૂર્વક સૌથી વધુ રન ચૅઝની સિદ્ધિ બની હતી.
  • ટેસ્ટ મેચોમાં આ મેદાન પર સૌથી વધુ રન સુનિલ ગાવાસ્કર (1018 રન), પછી સચિન તેંડુલકર (876 રન) અને ગુન્ડાર્રા વિશ્વનાથે (785 રન) કર્યા હતા.
  • ટેસ્ટ મેચોમાં આ મેદાન પર સૌથી વધુ વિકેટો ક્રમાનુસાર અનિલ કુંબલે (48 વિકેટો)એ, ત્યાર બાદ કપિલ દેવે (40 વિકેટો) અને હરભજન સિંહે(39 વિકેટો) લીધી હતી.
  • તે ચેપૉક જ હતું, જ્યાં ચોથી ઈનિંગ્સમાં ભારતની જીતનું એક કારણ સચિન તેંડુલકરે હાંસિલ કરેલી તેની પ્રથમ સદી હતી.[૪]
  • સચિન તેંડુલકરે ભારતમાં કોઈ અન્ય સ્થળ કરતાં ચેપૉકમાં સૌથી વધુ રન કર્યા હતા. નવ ટેસ્ટ મેચોમાં 87.60 સરેરાશ રન સાથે 876 રન કર્યા હતા.[૫]
  • 15 ઓક્ટોબર 2004ના રોજ શેન વોર્ને જ્યારે ઈરફાન પઠાણની વિકેટ લીધી ત્યારે તેણે મુત્તૈયાહ મુરલીધરનના 532 ટેસ્ટ વિકેટો લેવાના વિક્રમને તોડ્યો. તે તેની 114મી ટેસ્ટ મેચમાં લીધેલી 533મી વિકેટ હતી.
  • 1999-2000 શ્રેણીઓમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ 22 માર્ચ 2001ના રોજ ભારતે ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી પરાજય આપીને બોર્ડર-ગવાસ્કર ટ્રોફી જીતી હતી. કોલકત્તા ટેસ્ટથી ઓસ્ટ્રેલિયાને સતત મળતી આવતી જીતનો અંત લાવવામાં સચિન તેંડૂલકરનો મેચ વિજેતા શતક અને હરભજન સિંહ દ્વારા ટેસ્ટ શ્રેણીમાં 32 વિકેટો ઝડપવાના વિક્રમે ભારતને મદદ કરી. ઓસ્ટ્રેલિયા સળંગ 16 ટેસ્ટ મેચો જીત્યું હતું.
  • સૌથી વધુ ઓડીઆઈ સ્કૉર (ODI score) આ મેદાન પર 1997માં પાકિસ્તાન દ્વારા થયો હતો, જ્યારે સઈદ અનવરે 194 રન કર્યા હતા. પાકિસ્તાને 327-5 સ્કૉર કર્યો હતો, તેના પ્રત્યુતરમાં ભારત 292 રન સાથે ઓલઆઉટ થયું હતું, જે આ મેદાન પરનો બીજો સૌથી વધુ રનનો રેકૉર્ડ હતો. ત્રીજો સૌથી વધુ રનનો સ્કોર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા દ્વારા બનાવવામાં આવ્યો હતો.
  • યુવરાજ સિંહે ઓડીઆઈ(ODI)માં અહીં 255 રન સાથે સૌથી વધુ રન હાંસિલ કર્યા છે. ત્યાર પછી જેઓફ માર્શલ (246 રન) અને સઈદ અનવરે (194 રન) સૌથી વધુ રન કર્યા છે.
  • આ મેદાન પર સૌથી વધુ સંખ્યામાં વિકેટો મોહમ્મદ રફીકે (14 વિકેટો) લીધી છે, ત્યાર પછી અજીત અગારકર અને મોર્ને મોર્કેલ, બંનેએ એક સરખી (7 વિકેટો) વિકેટો લીધી છે.

2010 મુખ્ય નવીનીકરણ[ફેરફાર કરો]

2011માં ચેન્નાઈમાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમનું દૃશ્યફલક

28 જૂન, 2009ના રોજ અત્યાધુનિક સુવિધાની ગોઠવણી માટે અને હાલની દર્શકો માટે બેઠક વ્યવસ્થા 36,000થી વધારીને 45,000 કરવા માટે પુનબાંધકામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેનો ખર્ચ રૂ. 175 કરોડ છે.[૬][૭]

તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન દ્વારા 2011 આઈસીસી(ICC) વિશ્વ કપ પહેલા સ્ટેડિયમને અદ્યતન બનાવવા માટે ચેન્નાઈમાં નટરાજ એન્ડ વેન્કટ આર્કિટેક્ટસ (NVA) અને ઇંગ્લૅન્ડમાં હોપકીન્સ આર્કિટેક્ટસને કરાર આપવામાં આવ્યો.[૧]

  • 40,000મી2નો વિસ્તાર આવરે છે
  • હાલની બેઠક વ્યવસ્થા વધારીને 50,000 કરવી.
  • સ્ટેન્ડની ઉપર પ્રકાશ પસાર ન થઈ શકે તેવા શેડ માટે બાંધકામ કરવું
  • વધુ કોર્પોરેટ બોક્સો અને એરકંડિન્શન્ડ વ્યવસ્થા પૂરી પાડવી
  • નીચેની અગાશી અને ઉપરના સ્ટેન્ડ વચ્ચેની આડી જગ્યા જે પૂર્વ તરફથી સ્ટેડિયમમાં સમુદ્રી પવનની લહેરખીઓને આવવા દે તેવું બાંધકામ

જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થશે ત્યારે સ્ટેડિયમનો ખર્ચ રૂ.192 કરોડનો થશે. જૂના સ્ટેડિયમમાં મોટા થાંભલાઓ જે મોટા ભાગે દૃશ્ય જોવામાં વિઘ્ન નાખતા હતા, જેને કૌદ કોનીકલ જીઓમેટ્રીક ફોર્મના નામથી કહેવાતા હલકા છાપરા દ્વારા બદલી નાખવામાં આવ્યા છે, જે ચીન દ્વારા આયાત કરવામાં આવેલા કેબલો દ્વારા એકસાથે મૂકવામાં આવ્યા છે. અમેરિકન કંપનીના ડિઝાઈનર બર્ડ એર હતા, જ્યારે ઈજનેરો ઓસ્ટ્રેલિયા(ટ્રીઓ મેમ્બ્રેનમાંથી)ના હતા, તેઓએ આ ઈન્સ્ટોલેશનનું કામ કર્યું છે. સ્ટેડિયમ 38,000 દર્શકોને સમાવી શકે છે. આ ટીએનસીએ પેવેલિયન અને એમસીસી સ્ટેન્ડનું કામ પૂર્ણ થશે એટલે આ ક્ષમતા 42,000 જેટલી વધારી શકાશે. સ્ટેડિયમમાં નવ જેટલા નવા સ્ટેન્ડો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં ત્રણ હારનો સમાવેશ થાય છે, જેમાંથી વચ્ચેની હાર હૉસ્પિટાલિટી બૉક્સ હોવાથી, તે સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે. માધ્યમો માટેના ભવનમાં 200 મીડિયાના પ્રતિનિધિઓ બેસી શકે છે. મીડિયા કૉન્ફરન્સ હોલમાં 300 લોકો બેસી શકે છે. તમામ સ્ટેન્ડો 36 ડીગ્રીના ઢોળાવ પર છે, જે આંતરરાષ્ટ્રીય દરજ્જા પ્રમાણે અત્યંત ઢોળાવવાળા નથી. [૮] નવીનીકરણના કારણે સમુદ્રી પવનની લહેર મેદાનના પરંપરાગત પાછળ ભાગમાં આવે છે, જ્યારે આ ડિઝાઈનમાં વાસ્તુ અને ફેંગશૂઈના ભારતીય સ્વરૂપના સિદ્ધાંતોનું પણ પાલન થયું છે. અગાસીના નીચેના વળાંકની ટોચ પર 12 સ્ટેન્ડોની શ્રેણીઓનું સર્જન કરવાનું આયોજન છે, જેથી અગાસી અને સ્ટેન્ડો વચ્ચેની આડી જગ્યામાંથી પવનની લહેર પસાર થઈ શકે.

ક્રિકેટ વિશ્વ કપ[ફેરફાર કરો]

દરેક વખતે જ્યારે ભારત ક્રિકેટ વિશ્વ કપ માટે યજમાન બન્યું છે ત્યારે આ સ્ટેડિયમ પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય(ODI) મેચો ગોઠવવામાં આવી છે. . નીચે મુજબના વિશ્વ કપ માટે આ સ્ટેડિયમ યજમાન બન્યું હતું,

ક્રિકેટ વિશ્વ કપ 1987[ફેરફાર કરો]

9 October 1987
scorecard
ઑસ્ટ્રેલિયા 
270/6 (50 overs)
v  ભારત
269 (49.5 overs)
Australia won by 1 run
Umpires: David Archer (WI) and Dickie Bird (ENG)
Player of the match: Geoff Marsh
Geoff Marsh 110 (141)
Manoj Prabhakar 2/47 (10 overs)
NS Sidhu 73 (79)
Craig McDermott 4/56 (10 overs)


13 October 1987
scorecard
ઑસ્ટ્રેલિયા 
235/9 (50 overs)
v  Zimbabwe
139 (42.4 overs)
Australia won by 96 runs
Umpires: Khizer Hayat (PAK) and David Shepherd (ENG)
Player of the match: Steve Waugh
Allan Border 67(88)
Kevin Curran 2/29 (8 overs)
Kevin Curran 30 (38)
Simon O'Donnell 4/39 (9.4 overs)

ક્રિકેટ વિશ્વ કપ 1996[ફેરફાર કરો]

11 March 1996
[૧]
ન્યૂઝીલેન્ડ 
286/9 (50 overs)
v  ઑસ્ટ્રેલિયા
289/4 (47.5 overs)
Australia won by 6 wickets
Umpires: Cyril Mitchley(SA) and Srinivasa Venkataraghavan
Player of the match: Mark Waugh
Chris Harris 130 (124)
Glenn McGrath 2/50 (9 overs)
Mark Waugh 110 (112)
Nathan Astle 1/21 (3 overs)

ક્રિકેટ વિશ્વ કપ 2011[ફેરફાર કરો]

20 February 2011
09:30
Scorecard
કેન્યા 
69 (23.5 overs)
v  ન્યૂઝીલેન્ડ
72/0 (8 overs)
New Zealand won by 10 wickets
MA Chidambaram Stadium, Chepauk, Chennai
Umpires: Marais Erasmus (SA) and Rod Tucker (Aus)
Player of the match: Hamish Bennett (NZ)
Rakep Patel 16* (23)
Hamish Bennett 4/16 (5 overs)
Martin Guptill 39* (32)
Nehemiah Odhiambo 0/5 (1 over)
  • Kenya won the toss and elected to bat.


6 March 2011
09:30
Scorecard
ઇંગ્લેન્ડ 
171 (45.4 overs)
v  દક્ષિણ આફ્રિકા
165 (47.4 overs)
England won by 6 runs
MA Chidambaram Stadium, Chepauk, Chennai
Umpires: Amiesh Saheba (Ind) and Simon Taufel (Aus)
Player of the match: Ravi Bopara (Eng)
Ravi Bopara 60 (98)
Imran Tahir 4/38 (8.4 overs)
Hashim Amla 42 (51)
Stuart Broad 4/15 (6.4 overs)
  • England won the toss and elected to bat.


17 March 2011
14:30 (D/N)
Scorecard
ઇંગ્લેન્ડ 
243 (48.4 overs)
v  વેસ્ટ ઇન્ડિઝ
225 (44.4 overs)
England won by 18 runs
MA Chidambaram Stadium, Chepauk, Chennai
Umpires: Steve Davis (Aus) and Bruce Oxenford (Aus)
Player of the match: James Tredwell (Eng)
Jonathan Trott 47 (38)
Andre Russell 4/49 (8 overs)
Andre Russell 49 (46)
James Tredwell 4/48 (10 overs)
  • England won the toss and elected to bat.


20 March 2011
14:30 (D/N)
Scorecard
ભારત 
268 (49.1 overs)
v  વેસ્ટ ઇન્ડિઝ
188 (43 overs)
India won by 80 runs
MA Chidambaram Stadium, Chepauk, Chennai
Umpires: Steve Davis (Aus) and Simon Taufel (Aus)
Player of the match: Yuvraj Singh (Ind)
Yuvraj Singh 113 (123)
Ravi Rampaul 5/51 (10 overs)
Devon Smith 81 (97)
Zaheer Khan 3/26 (6 overs)
  • India won the toss and elected to bat

ગૅલેરી[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • ટેસ્ટ ક્રિકેટ મેદાનોની યાદી
  • એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય શતકોની યાદી
  • એમ.એ. ચિદમ્બરમ ખાતે આઈપીએલ(IPL) મેચોની યાદી

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

Coordinates: 13°03′46″N 80°16′46″E / 13.06278°N 80.27944°E / 13.06278; 80.27944

નોંધ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-21 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-27.
  2. જ્યાં ઇતિહાસ રચાયો છે
  3. "Scorecard India v/s England 1st Test". Cricinfo.com.
  4. "Sachin's finest hour". Cricinfo.com.
  5. "India v England, 1st Test, Chennai, 5th day: A fourth-innings special". Cricinfo.com. 2008-12-15. મેળવેલ 2009-01-25.
  6. "Reconstruction Work at MAC". Bureau Report.
  7. "Reconstruction Work at MAC". Bureau Report. મૂળ માંથી 2011-10-19 પર સંગ્રહિત. મેળવેલ 2011-06-27.
  8. ચેપૉકની નવી ઈનિંગો

ઢાંચો:Test cricket grounds in India ઢાંચો:1987 Cricket World Cup Stadiums ઢાંચો:1996 Cricket World Cup Stadiums ઢાંચો:2011 Cricket World Cup Stadiums ઢાંચો:Indian Premier League ઢાંચો:Chennai Topics