લખાણ પર જાઓ

કંકોડા

વિકિપીડિયામાંથી

કંકોડા
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Cucurbitales
Family: Cucurbitaceae
Genus: 'Momordica'
Species: ''M. dioica''
દ્વિનામી નામ
Momordica dioica
કંકોડા
કંકોડાનું ફુલ

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે.

કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.

જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે[][]. આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આ ઋતુનું ઔષધ કંકોડા". સંદેશ. ૩૧ જુલાઈ ૨૦૧૬. મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૧૭. Check date values in: |date= (મદદ)
  2. "ચોમાસાના શાકમાં સર્વોપરી કહેવાતાં કંકોડાં". દિવ્ય ભાસ્કર. ૪ ઓગસ્ટ ૨૦૧૨. મેળવેલ ૨ ઓગસ્ટ ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]