કટાસરાજ મહાદેવ, કટાસ

વિકિપીડિયામાંથી
કટાસરાજ મહાદેવ મંદિર પરિસર, પાકિસ્તાન

કટાસરાજ મહાદેવ (અંગ્રેજી: Katasraj Mandir; Urdu: کٹاس راج مندر‎) એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા ચકવાલ જિલ્લામાં આવેલ એક પ્રાચીન મંદિર પરિસર છે. આ સ્થળ લાહોરથી આશરે ૩૦૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. શિવ ભગવાનના મંદિર ઉપરાંત અહીં અન્ય મંદિરોની પણ શૃંખલા જોવા મળે છે, જે દસમી શતાબ્દીના સમયકાળના માનવામાં આવે છે.

ઇતિહાસકારો તથા પુરાતત્ત્વશાસ્ત્રીઓના મતે આ સ્થાનને શિવનું નેત્ર માનવામાં આવે છે. જ્યારે પાર્વતી માતા સતી થયા, ધરતીમાં સમાયા ત્યારે શિવની આંખમાંથી બે આંસુ ટપક્યાં, તેમાંથી એક આંસું કટાસ પર ટપક્યું અને અમૃત બની ગયું. આથી આ સ્થળ પર આવેલ કુંડ અમૃતકુંડ તરીકે ઓળખાય છે. બીજું આસું રાજસ્થાનમાં આવેલા પુષ્કર ખાતે ટપક્યું અને એ સ્થળ પુષ્કરરાજ તીર્થ તરીકે ઓળખાય છે[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Handbook of the Punjab, western Rajputana, Kashmir, and upper Sindh, Edward Backhouse Eastwick, John Murray (Publisher), 1883, ... Kataksh is on the N. side of the Salt Range, 16 m. from Pind Dadan, at a height of more than 2,000 ft. above the sea ... Shiva wept so, on the death of his wife Sati, that his tears formed the sacred pool of Pushkara near Ajmir and Kataksh, in the Sindh Sagar Doab ...

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]