કલકલિયો સામાયિક

વિકિપીડિયામાંથી
કલકલિયો
કલકલિયો સામાયિકનું મુખપૃષ્ઠ, અંક-૭, ડિસેમ્બર ૨૦૧૭
વર્ગપ્રકૃતિ અને પર્યાવરણ
આવૃત્તિત્રિમાસિક
પ્રકાશકનેચર ક્લબ સુરત
પ્રથમ અંક૨૦૧૪
દેશભારત
મુખ્ય કાર્યાલયસુરત
ભાષાગુજરાતી
વેબસાઇટhttp://natureclubsurat.org/
કલકલિયો સામાયિક, અનુક્રમણિકા તેમજ સંપાદકીય માહિતી

કલકલિયો એ દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેર સુરત ખાતેથી શહેરની નેચર ક્લબ દ્વારા બહાર પાડવામાં આવતું એક પ્રકૃતિ અને પર્યાવરણને લગતું સામાયિક છે. વર્ષ ૨૦૧૪ના સમયમાં પ્રકૃતિપ્રેમી લવકુમાર ખાચર દ્વારા આ સામાયિકનું વિમોચન કરવામાં આવ્યું હતું[૧].

આ સામાયિકમાં ગુજરાત રાજ્યના પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ પોતાના અનુભવો, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ અને જળસૃષ્ટિ તેમ જ પ્રકૃતિને લગતી તમામ બાબતોને લગતા લેખો ધરાવતી માહિતી પ્રગટ કરવામાં આવે છે. આ સામાયિક ત્રિમાસિક છે.

નેચર ક્લબ સુરત દ્વારા શરૂ કરવામાં આવેલા આ સામાયિકમાં ગુજરાત રાજ્યની પ્રાકૃતિક-સંપદા, ગુજરાતનાં પ્રકૃતિ-મંડળો અને સ્થાનિકો દ્વારા કરવામાં આવતા સંશોધન પરત્વે વધુ મહત્ત્વ આપવામાં આવે છે અને તેમાં ગુજરાત રાજ્યની વન્યપ્રાણી-સંપદાની તસવીરો પણ પ્રગટ કરવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "નેચર ક્લબ દ્વારા લોન્ચ કરાયું કલકલિયો". ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪. મેળવેલ ૬ જાન્યુઆરી ૨૦૧૮.