લખાણ પર જાઓ

કલ્પસર યોજના

વિકિપીડિયામાંથી
સૂચિત કલ્પસર યોજના

ગુજરાત રાજ્યના ખંભાતના અખાતના બંને કિનારાઓને જોડતા એક ડેમનું નિર્માણ કરી એક મોટા જળાશય બનાવી તેના થકી ભરતી વીજ ઉત્પાદન, જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએતો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા ડેમ થકી ગુજરાતના આ બે અગત્યના વિસ્તારોને નજીક લાવી દેવાનો છે તથા જળાશયના પાણીને ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોચાડવાનો છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]
  • વર્ષ ૧૯૬૯ ગુજરાત રાજ્ય ગેઝેટમાં (ભાવનગર જિલ્લો) સમુદ્રના ધરતીના પાણીને આગળ વધતા રોકવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા ખંભાતના અખાતમાં ૨૫ માઈલ લાબા માટીના પાળા અને દસ હજાર ફૂટ લાંબી છાજ્લીના બાંધકામનો ઉલ્લેખ છે.
  • ઈ.સ. ૧૯૭૫ માં સંયુક્ત રાષ્ટ્રમિશનના પ્રાધ્યાપક એરિક વિલ્સને ભરતીજાન્ય ઉર્જા વિના અને સાથે નો ઘોઘા (સૌરાષ્ટ્ર) અને દહેજ (દ.ગુજરાત) વચ્ચે બંધ બનાવાનો અહેવાલ કેન્દ્રીય વીજ સત્તા મંડળ સમક્ષ રજુ કર્યો.
  • અનુગામી સરકારો દ્વારા આ પ્રોજેક્ટની શક્યતાઓ પર વિગતો પ્રસ્તુત કરાતી રહી. ડો. અનીલ કાણે કે જેઓ આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા હતા તેમના દ્વારા આ પ્રોજેક્ટને સંભવિત પ્રોજેક્ટ તરીકે ૧૯૮૦ વિકસાવવામાં આવ્યો અને તેને કલ્પસર નામ અપાયું.
સૂચિત ભરતીજન્ય વિદ્યુત (ટાઈડલ પાવર) યોજના
  • ખંભાતના અખાત માટે ઈ.સ. ૧૯૮૮-૮૯મા રીકોનીસન્સ (બારીકાઇ થી) અહેવાલ બનાવામાં આવ્યો. આ અહેવાલનું તારણ એ હતું કે આ ખંભાતના અખાતમાં તકનીકી રીતે ડેમ બનાવી શકાય તેમ છે. જાનુઆરી ૨૦૦૨માં જણાવવામાં આવ્યું હતું કે ઈ.સ. ૨૦૧૧માં તેનું બાંધકામ ચાલુ થશે. (સરદાર સરોવરનું કાર્ય સંપૂર્ણ થયા બાદ) []
  • વર્ષ ૧૯૯૯માં યોજનાને મંજૂરી આપ્યા બાદ સૂચિત છ વિશિષ્ટ અભ્યાસોના તારણમાં યોજનાની તાંત્રિક શક્યતા દર્શાવામાં આવી હતી. સાથોસાથ કેટલાક અગત્યના તાંત્રિક તેમજ આર્થિક પાસાઓ અંગે વધુ અભ્યાસો કરવા સૂચન કરી. આ અભ્યાસોમાં શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરતી વખતે સૂચવેલ ગંભીર બાબતો.
    • ટાઈડલ પાવર પ્લાન્ટનું ઈકોનોમિકલ ઇવેલ્યુશન
    • પથરેખા પર આવતા જીઓલોજીકલ ફોલ્ટસ
    • નર્મદા નદીના મુખનો નબળો પાયો.
    • લુહારા પોઈન્ટ આગળનું ધોવાણ
    • પાયાનું બે મીટર જેટલું સેટલમેન્ટ
    • ટાઈડલ બેઝીનમાંથી મીઠાપાણીના સરોવરમાં લીકેજ
  • ભરતીજ્ન્ય વિધુતને યોજનાથી અલગ કરાયાના મુખ્ય મુદ્દાઓ
    • ભરતીજન્ય વિધુત પ્રમાણે યોજના હાથ ધરાતા ભાવનગર તરફ ખરા પાણી નું સરોવર બનતા ત્યાંના વિસ્તારની જમીન કાયમી ધોરણે બગડશે.
    • વિશ્વમાં કોઈપણ જગ્યાએ મીઠા અને ખારા પાણીના સરોવરોનું અડોઅડ આયોજન થયુ નથી કારણકે, મીઠા અને ખારા પાણીના સરોવરોને અડોઅડ બનાવવા ઈજનેરી દ્રષ્ટિએ ખુબ જ અટપટું કાર્ય છે વળી આ પ્રકારના આયોજનથી મીઠા પાણીના સરોવરનું અસ્તિત્વ જોખમાવાની શક્યતા પૂરેપૂરી છે.

યોજનાની પ્રસ્તાવિત રૂપરેખા

[ફેરફાર કરો]

જો ભરતીજન્ય વિધુત યોજના ને બદલે સમગ્ર વિસ્તારમાં મીઠા પાણીનું એક જ સરોવર બનાવાથી સરોવરના કિનારાના વિસ્તારોમાં ભૂગર્ભ જળની ખારાશ ઘટશે તેમજ જમીનની ફળદ્રુપતા વધશે.

નવી સૂચિત પથરેખાના ફાયદાઓ

[ફેરફાર કરો]
સૂચિત કલ્પસર યોજના અને તેનાથી થતો સિંચાઈ વિસ્તાર.
  • નવો આડબંધ મુખ્યત્વે માટીયાર છે જે નબળા પાયા માટે સૌથી અનુરૂપ ડીઝાઇન છે.
  • અગાઉની પથરેખાની સરખામણીમાં સમુદ્રમાં આડબંધની ૬૪ કી.મી.ની લંબાઈ સામે ફક્ત ૩૦ કી.મી. છે અને સમુદ્રના તળિયાની સરેરાશ સપાટી અગાઉના (-૩૦)મી ની સામે (-૧૫) જ છે. જેથી બંધના બાંધકામ અને સમાનની જરૂરિયાતમાં ઘટાડો થશે.
  • ૧૦૦૦૦ મિલિયન ઘ.મી. પાણી માંથી ૬૫૬૮ મિલિયન ઘ.મી. મીઠું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થશે.
  • ભાવનગર થી સુરત વચ્ચેના અંતરમાં આશરે ૨૦૦ કી.મી.નો ઘડાડો થાવાથી સમય અને ઇંધણમાં ઘણી બચત થશે. બંધના મથાળે ૧૦ માર્ગીય રસ્તાઓ અને એક રેલ્વેમાર્ગ નું આયોજન છે.
  • આ યોજનામાં નર્મદા નદીના પાણીને ભાડભૂત બેરેજ નહેર વાટે મીઠા સરોવરમાં દાખલ કરાતા નદી નો કાંપ સરોવરમાં આવશે નહિ. પરિણામે સરોવરનું આયુષ્ય વધશે. અને નહેર ખોદીને મેળવેલ માટીના જથ્થાને આડબંધ બનાવવામાં ઉપયોગમાં લેવાશે.
  • સિંચાઈના પાણીના ઉદ્દ્વહન માટે પવન/સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું આયોજન છે. તથા મીઠા પાણીમાં માછલા ઉદ્યોગને વેગ આપવાનો છે.
  • નર્મદા નદી પર ભાડભૂત બેરેજ મારફતે નર્મદા પુરનું નિયંત્રણ સરળતાથી થઇ શકશે. નર્મદા મુખની નબળા પાયાની સ્થિતિમાંથી છુટકારો અને ભૂકંપીય ફોલ્ટ લાઈનો ઓછી થશે.
  • જળસંગ્રહ વ્યવસ્થાપન: નર્મદા, ઢાંઢર, મહી, સાબરમતી અને સૌરાષ્ટ્રની નદીઓના મીઠા પાણી ખંભાતના અખાતમાં ઠલવતા ૧૦૦૦૦ મિલિયન ઘ.મી. પાણીનો સંગ્રહ કરવો અને તેનો ઉપયોગ નહેર દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ, ઉદ્યોગ અને પીવાના પાણી માટેનું આયોજન કરવું.

મીઠા પાણીના સરોવરની વિશેષતાઓ (સૂચિત) [૧] સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૪ ના રોજ વેબેક મશિન

[ફેરફાર કરો]
ડેમની લંબાઈ (ખંભાતના અખાતના સમુદ્રના બંને કિનારાને જોડતા) આશરે ૩૦ કી.મી.
ડેમના મથાળાની પહોળાઈ (ઉપરની બાજુ) ૧૦૦ મી. પહોળો (૧૦ લેન રસ્તા + રેલવે (અયોજન હેઠળ))
જળાશય સપાટી મહતમ – +૪ મી. / સામાન્ય – +૩ મી. / ન્યુનતમ – -૪ મી.
પાણીનો જીવંત જથ્થો ૧૦૫૦૦ મિલિયન ઘનમીટર
પુર સંગ્રહ કરી શકાય ૧૯૦૦ મિલિયન ઘનમીટર
જળાશયની આવરદા ૫૦૦ વર્ષો
બાધકામના વર્ષો ૫-૭ વર્ષો.
માટીપળા સાથેની બેરેજની લંબાઈ ૧૦ થી ૧૨ કી.મી.
નર્મદા ડાયવર્ઝન કેનાલ વહનક્ષમતા : ૧૦૦૦૦૦ ક્યુસેક્સ, લંબાઈ : ૧૦ કી.મી.
સિંચાઈ માટે આયોજિત પાણી ૬૫૫૮ મિલિયન ઘન મીટર
સિંચાઈ વિસ્તાર ૧૦.૫૪ લાખ હેક્ટર
જમીન નવસાધ્યકરણ ૧.૧૯ લાખ હેક્ટર
નવી ખુલ્લી થતી વધારાની જમીન ૧.૫૦ લાખથી ૨.૦૦ લાખ હેક્ટર
બંદરો ભાવનગર બંદર (જીવંત થશે), દહેજ બંદર એમ બે બંદરો હેઠવાસમાં બનશે.
જળાશયને મળતી નદીઓ સાબરમતી, મહી, ઢાંઢર, નર્મદા (ડાયવર્ઝન નહેર દ્વારા), લીંબડી ભાગવો, વઢવાણ ભાગવો, સુખભાદર, ઉતાવળી, કેરી, બાગડ.

ન્યુનતમ નકારાત્મક અસરો

[ફેરફાર કરો]
  • આંતરરાજ્ય વિવાદ નથી.
  • ખાનગી જમીનનોના ડુબાણ નથી.
  • અસ્વેચ્છીક માનવ સ્થાનાંતર નથી.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "CONTACT". www.projectsmonitor.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-17.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]