લખાણ પર જાઓ

ભાડભૂત બેરેજ

વિકિપીડિયામાંથી
ભાડભૂત બેરેજ (આડબંધ)
ભાડભૂત બેરેજ is located in ગુજરાત
ભાડભૂત બેરેજ
ભાડભૂત બેરેજ
દેશભારત
સ્થળભરૂચ જિલ્લો
અક્ષાંશ-રેખાંશ21°39′26″N 72°47′38″E / 21.657345948098033°N 72.7939161852691°E / 21.657345948098033; 72.7939161852691
હેતુસિંચાઇ, પાણી પુરવઠો, દરિયાઇ પાણીથી બચાવ, પૂર નિયંત્રણ
સ્થિતિબાંધકામ હેઠળ
બાંધકામ શરુઆત7 August 2020 (2020-08-07)
બાંધકામ ખર્ચ૪,૧૬૭.૭ crore (US$૫૫૦ million)
માલિકોગુજરાત સરકાર
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારઆડબંધ (બેરેજ)
નદીનર્મદા નદી
લંબાઈ૧.૬૬૩ કિમી
પહોળાઈ (મુખથી)૨૭ મીટર
સરોવર
કુલ ક્ષમતા૫૯૯ મિલિયન ક્યુબિક મીટર (MCM)
સ્ત્રાવ વિસ્તાર૯૬૬૫૯ ચોરસ કિમી
મહત્તમ લંબાઈ47 kilometres (29 mi)
મહત્તમ પહોળાઈ1,600 metres (5,200 ft)
મહત્તમ જળ ઊંડાઈ7.5 metres (25 ft)

ભાડભૂત બેરેજ (આડબંધ) નર્મદા નદી પર ગુજરાતના ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ નજીક નિર્માણાધીન આડબંધ છે.[૧] આ બાંધકામ ૭ ઓગસ્ટ ૨૦૨૦માં શરૂ થયું હતું અને ઈ.સ. ૨૦૨૫માં પૂર્ણ થશે.[૨]

ઇતિહાસ[ફેરફાર કરો]

દિલીપ બિલ્ડકોન અને હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીના સંયુક્ત સાહસને જુલાઈ ૨૦૨૦માં ડિઝાઇન અને બાંધકામનો કરાર મળ્યો હતો. આ યોજનાનો કુલ ખર્ચ ૪,૧૬૭.૭ crore (US$૫૫૦ million)થશે અને સમય ગાળો ૪૮ મહિનાનો છે.[૧][૩] ૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ બાંધકામનું ઉદ્ઘાટન કર્યું હતું.[૪]

આ યોજના કલ્પસર યોજનાનો એક ભાગ છે. ગુજરાત સરકારના કલ્પસર વિભાગ દ્વારા આ યોજનાનો વિકાસ કરાયો છે.[૫]

લાક્ષણિકતાઓ[ફેરફાર કરો]

આ આડબંધ ખંભાતના અખાતમાં પ્રવેશતી નર્મદા નદીના મુખથી ૨૫ કિમી દૂર અને સરદાર સરોવર બંધથી ૧૨૫ કિમીના અંતરે બાંધવામાં આવશે. ૧.૬૬૩ કિમી લાંબો આડબંધ બાંધવામાં આવશે જે ૫૯૯ મિલિયન ક્યુબિક મીટર ક્ષમતા ધરાવતું મીઠા પાણીનું તળાવ બનાવશે. આ આડબંધને ૯૦ દરવાજાઓ હશે.[૧][૩][૬] આડબંધ પર ૬-માર્ગી પુલ બનાવવામાં આવશે જે દહેજ અને હજીરા વચ્ચેનું અંતર ૧૮ કિમી ઓછું કરશે.[૪][૫] નદીની બંને બાજુએ ૧૪ ગામોમાંથી ૧૩૧.૫૩ હેક્ટર્સ (૩૨૫.૦ એકર્સ) જમીન પૂરથી બચવા માટે સંપાદન કરાશે.[૧][૬][૭]

આ આડબંધ પીવાનું પાણી, ખેતી અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ દરિયાઇ ખારાશથી જમીનને બચાવશે. માછીમારી પ્રવૃત્તિઓ માટે અલગથી જગ્યા ફાળવવામાં આવશે.[૪][૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Reservoir upstream Narmada: 131 hectares to be acquired for Bhadbhut barrage project". The Indian Express (અંગ્રેજીમાં). 2020-10-20. મેળવેલ 2021-06-12.
  2. "Bhadbhut barrage to be ready by 2025 | Surat News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-28.
  3. ૩.૦ ૩.૧ "DBL-HCC JV wins Rs 4,167 crore Bhadbhut Barrage project". Construction Week Online. 2020-07-23.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Guj CM kicks off construction of Bhadbhut barrage project". Outlook India. 2020-08-07. મેળવેલ 2021-06-15.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "Works on Bhadbhut barrage project kick off". DeshGujarat (અંગ્રેજીમાં). 2020-08-07. મેળવેલ 2021-06-16.
  6. ૬.૦ ૬.૧ https://kalpasar.gujarat.gov.in/sites/default/files/bhadbhut-presentation-english.ppt[હંમેશ માટે મૃત કડી]
  7. "Bhadbhut barrage project in Gujarat to take up 131 hectares village land". www.timesnownews.com. મેળવેલ 2021-06-16.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]