કવિ નાકર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કવિ નાકર એ મધ્યકાલીન ગુજરાતી કવિ હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

કવિ નાકરના જીવન વિષે તેમના લખાણને બાદ કરતાં ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. પહેલાં એવી ભ્રમણા હતી કે તેઓ ૧૭મી સદીના કવિ હતા પરંતુ તેઓ ૧૬મી શતાબ્દીમાં થઈ ગયા. તેઓ દિશાવળ વાણિયા કુળમાં જન્મ્યા હતા અને વડોદરામાં રહેતા હતા. તેમને ઘણાં આખ્યાનો લખ્યાં છે. આ આખ્યાનો બાણભટ્ટો (બાહ્મણ જ્ઞાતિના કવિતા પાઠકો) દ્વારા ગવાતા હતા.[૨][૩]

રચનાઓ[ફેરફાર કરો]

તેમણે આમ તો ઘણી પદ્ય રચનાઓ કરી છે પણ તેમાંથી માત્ર ૭ જ પ્રસિદ્ધ થઈ છે. મોટા ભાગની તેમની રચનાઓ બાહ્મણ કવિતા પાઠકો દ્વારા ગવાતા આખ્યાન સ્વરૂપે છે. રાજા હરિશ્ચંદ્ર ના જીવન પર આધારિત હરિશ્ચંદ્રાખ્યાન (વિક્રમ સંવત ૧૫૭૨), શિવ-વિવાહ, ચંદ્રહાસાખ્યાન, લવકુશાખ્યાન, ધ્રુવાખ્યાન, મૃગલીસંવાદ, ભીલડીના બાર માસ, આદિ એમની પ્રમુખ રચનાઓ છે. ગુજરાતના સાધુઓ પર આધારિત રચના ભક્તામલ એ વાસ્તોના સાધુ ચરિત સમાન રચના છે.

પૂરક વાચન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Krishnalal M. Jhaveri (૧૮૮૨). Milestones in Gujarati Literature. Asian Educational Services. p. ૭૩. ISBN 978-81-206-0651-7. 
  2. Datta, Amaresh (૧૯૮૭). Encyclopaedia of Indian Literature. Sahitya Akademi. p. ૧૨૨. ISBN 8126018038. 
  3. Jhaveri; Sahitya Akademi (૧૯૭૮). History of Gujarati Literature. Sahitya Akademi. p. ૩૩. Archived from the original on ૨૦ ડિસેમ્બર ૨૦૧૬.