નળાખ્યાન (નાકર)
Appearance
નળાખ્યાન ૧૬મી સદીના કવિ નાકર કૃત આખ્યાન-કાવ્ય છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાનું આ આખ્યાન ઈ.સ. ૧૫૨૫ (સવત ૧૫૮૧)માં રચાયું હતું. આ આખ્યાનમાં કુલ ૧૨ કડવાં છે.[૧]
આ આખ્યાન ભાલણના 'નળાખ્યાન' પછી અને 'પ્રેમાનંદના નળાખ્યાન' પહેલા લખાયેલું છે. એ દ્રષ્ટિએ આ આખ્યાનને ભાલણ અને પ્રેમાનંદની કૃતિઓ વચ્ચેની મહત્ત્વની કડી માનવામાં આવે છે. કથામાં 'દમયંતીના અમૃતસ્ત્રાવિયા કર' અને તેને અનુસંધાને આવતો 'મત્સ્યસંજીવનીનો પ્રસંગ' સૌપ્રથમ નાકરના નળાખ્યાનમાં જોવા મળે છે. આ આખ્યાનની એક હસ્તપ્રતમાં દમયંતી પર હારચોરીનું આળ આવે છે – એ પ્રસંગ પણ હોવાનું નોંધાયું છે. આમ, આ પ્રસંગોને ત્યારબાદ પ્રેમાનંદે પોતાના 'નળાખ્યાન'માં વણી લીધા છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ત્રિવેદી, ચીમનલાલ (૧૯૮૯). "નાકર(દાસ)–૧". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૧૭. OCLC 26636333.
પૂરક વાચન
[ફેરફાર કરો]- પટેલ, પ્રહલાદભાઈ વિસદાસ (૧૯૫૯). નાકરના નળાખ્યાનની અધિકૃત વાચના અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નળકથાનો વિકાસ (PhD). ગુજરાત યુનિવર્સિટી. hdl:10603/36831. મૂળ માંથી 2020-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-07-25.