નળાખ્યાન (ભાલણ)

વિકિપીડિયામાંથી

નળાખ્યાનમધ્યકાલીન ગુજરાતી કવિ ભાલણ કૃત આખ્યાન-કાવ્ય છે. વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓમાં રચાયેલા ૩૦ અથવા ૩૩ કડવાં ધરાવતું આ આખ્યાન મધ્યકાલીન ગુજરાતી કવિતાનું પ્રથમ નળ વિષયક આખ્યાન છે. ત્યારબાદ પ્રેમાનંદ અને નાકરના નળાખ્યાન રચાયા હતા.[૧]

ભાલણે આ આખ્યાનની આધારસામગ્રી તરીકે મહાભારતના આરણ્યકપર્વમાં આવતા 'નલોપાખ્યાન'ના કથાવસ્તુનો ઉપયોગ કર્યો છે, તો કેટલીક જગ્યાએ શ્રીહર્ષ કૃત 'નૈષધીયચરિત' તેમજ ત્રિવિક્રમ કૃત 'નલચંપૂ'ની શૈલીની અસર ઝીલી છે. આ કાવ્યમાં મુખ્યત્વે શૃંગાર અને કરુણ રસની છાંટ જોવા મળે છે.[૧]

ભાલણના નામે બે નળાખ્યાનો મળી આવે છે. સંશોધક રામલાલ ચુનીલાલ મોદીના મત અનુસાર એમાંથી બીજુ નળાખ્યાન ભાલણનું નથી.[૨]

સંપાદિત આવૃત્તિઓ[ફેરફાર કરો]

ભાલણના નળાખ્યાનની સંપાદિત આવૃત્તિઓ નીચે મુજબ છે:[૩]

  • ભાલણકૃત બે નળાખ્યાન (૧૯૨૪), સંપાદક: રામલાલ ચુનીલાલ મોદી
  • ભાલણકૃત નળાખ્યાન (૧૯૭૫), સંપાદક: કે. કા. શાસ્ત્રી

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ત્રિવેદી, શ્રદ્ધા (૧૯૮૯). "નળાખ્યાન–૨". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૧૫. OCLC 26636333.
  2. મોદી, રામલાલ ચુનીલાલ (૧૯૪૪). "પ્રકરણ ૩: કૃતિઓ". ભાલણ. ઉદ્ધવ અને ભીમ. અમદાવાદ: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. પૃષ્ઠ ૧૭, ૩૨–૩૬. OCLC 1062360994.
  3. શાસ્ત્રી, કેશવરામ (૧૯૮૯). "ભાલણ". માં કોઠારી, જયંત; ગાડીત, જયંત (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ (મધ્યકાળ). ખંડ ૧. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ ૨૮૧. OCLC 26636333.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]