કાંચનાર

વિકિપીડિયામાંથી

કાંચનાર
કાંચનારની ડાળી, પુષ્પો અને ફળ સહિત
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: મેગ્નોલિઓફાયટા
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: ફેબેલ્સ
Family: ફેબેસી
Subfamily: સિઝાલપિનિઓડી/સિઝાલપિનિએસી
Tribe: સર્સિડી
Genus: બોહિનીયા (Bauhinia)
Species: એક્યુમિનાટા ( B. acuminata)
દ્વિનામી નામ
બોહિનીયા એક્યુમિનાટા
કેરોલસ લિનિયસ (L.)

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં.

રાજસ્થાનમાં આવેલા ગિરિમથક આબુ ઉપર તેનાં ઘણાં વૃક્ષો જોવા મળે છે, જેને જાત જાતનાં રંગીન ફુલો આવે છે તથા તેની શીંગ એકાદ ફુટ લાંબી અને ચપટી હોય છે. તેનાં ફુલની કળીઓનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતમાં ખાસ કરીને હરદ્વાર તરફ આ શાક ખાસ ખવાય છે. કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે. એની છાલનું ચુર્ણ અડધીથી એક ચમચી દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે. કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધબનાવટને કાંચનાર ગુગળ કહે છે. એની બબ્બે ગોળી દિવસમાં બે વાર ભુકો કરી લેવાથી ચરબીની ગાંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.

ચિત્ર દર્શન[ફેરફાર કરો]

બાહય કડીઓ[ફેરફાર કરો]