કાબુલ પ્રાંત
Appearance
કાબુલ પ્રાંત (ફારસી, પશ્તો: کابل, અંગ્રેજી: Kabul Province) અફઘાનિસ્તાન દેશનો એક પ્રાંત છે, જે કે દેશના પૂર્વ ભાગમાં સ્થિત છે. આ પ્રાંતનું ક્ષેત્રફળ ૪૪૬૨ ચોરસ કિમી છે અને તેની વસ્તી ૨૦૦૯ના વર્ષમાં લગભગ ૩૫.૭ લાખ હોવાનો અંદાજ હતો.[૧] આ પ્રાંતનું મુખ્ય શહેર કાબુલ છે, જે સમગ્ર અફઘાનિસ્તાન દેશની પણ રાષ્ટ્રીય રાજધાની છે. આ પ્રાંતના લગભગ ८०% લોકો કાબુલના શહેરી વિસ્તારમાં રહે છે. અહીં પશ્તો અને દરી ફારસી ભાષાઓ બોલાય છે. પ્રાંતમાં સૌથી મહત્વનો જળસ્ત્રોત કાબુલ નદી છે, જેના તટ પર કાબુલ શહેરમાં વસેલ છે.
પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ The World Factbook: Afghanistan (अंग्रेज़ी) સંગ્રહિત ૨૦૧૭-૦૯-૨૦ ના રોજ વેબેક મશિન, Central Intelligence Agency (सी आइ ए), Accessed ૨૭ ડિસેમ્બર ૨૦૧૧