કાલિકા માતા મંદિર, નવી ધ્રેવાડ
કાલિકા માતા મંદિર, જૂની ધ્રેવાડ | |
---|---|
સામાન્ય માહિતી | |
પ્રકાર | મંદિર |
સ્થાન | નવી ધ્રેવાડ, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 22°08′58″N 69°04′22″E / 22.149327°N 69.072777°E |
Designations | રાષ્ટ્રિય મહત્વનું સ્મારક (N-GJ-૧૨૨) |
કાલિકા માતા મંદિર ગુજરાતના દેવભુમિ દ્વારકા જિલ્લાના નવી ધ્રેવાડ ગામમાં આવેલું છે.
સ્થાન અને ઇતિહાસ
[ફેરફાર કરો]આ મંદિર મૈત્રક (૭મી સદી) સમયગાળાનું છે. આ ગામની નજીક આવેલા બે મંદિરોમાંનું છે. અન્ય મંદિર રાજલ વેજલ માતાનું છે.[૧] આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-૧૨૨) છે.[૨]
સ્થાપત્ય
[ફેરફાર કરો]એમ. એ. ઢાંકી અને નાણાવટીએ આ મંદિરને તેના શિખર અને આધુનિક દ્વવિડિયન ઉપપ્રકાર પરથી વિમાનકાર પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યું છે.[૧]
પૂર્વ દિશામાં મુખ ધરાવતું આ મંદિર સંધારા પ્રકારનું છે, જેનો પાયો (અધિષ્ઠાન) અમુક જગ્યાઓથી દૃશ્યમાન છે. કોતરણીઓનો ક્રમ આ પ્રકારે છે: મોટું પદ્મ, કુસુમ, વજન, કંધારા, ઉત્તર, ઉર્ધ્વપદ્મ, કપોટ અને પટ્ટિકા. પદ્મનો વિકાસ કુંભ સુધી થયેલ નથી જે ભવિષ્યની નાગર શૈલીના મંદિરોમાં દૃશ્યમાન છે. કુમુદ ઘણાં મોટા છે અને કળશમાં વિકાસ પામ્યા નથી.[૧]
મંદિરના ચોરસ ગર્ભગૃહમાં સાદી દિવાલો ઉર્ધ્વમંડપ સાથેની કોતરણી વાળી છે. શિખર પાંચ સ્તરો ધરાવે છે, જે દરેકમાં ચંદ્રશાળા કોતરણીઓ ઘટતા ક્રમમાં છે. મંદિરની અંદર કોઇ મૂર્તિ નથી.[૧] અંદરની બાજુએ અમુક મૂર્તિઓ પાછળથી મૂકવામાં આવી છે.
મંડપનો ખંડ બધી બાજુએથી સરળ દિવાલો વડે બંધ છે. મધ્યમાં તેની ઉપર દંડચડ્ય અને સુરસેનકા સાથેની એક બારી છે. તે ઉપર છે. દિવાલોથી ઉપરની બાજુ એક કપોત આવેલો છે. ભદ્રક પ્રકારના ચાર ચોરસ સ્થંભો મધ્યમાં આવેલા છે. મુખમંડપ પાછળથી બનાવેલ હોય તેમ લાગે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ધ્રેવાડના મંદિરની તંત્ર દ્વારા જગ્યાની જાળવણી થતી હોવાની લોકોમાં બૂમ". દિવ્ય ભાસ્કર. ૧૩ જુલાઇ ૨૦૧૬. મેળવેલ ૧૨ માર્ચ ૨૦૧૮.