મધુસૂદન ઢાંકી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મધુસૂદન ઢાંકી
જન્મની વિગત 27 July 1927 Edit this on Wikidata
પોરબંદર Edit this on Wikidata
મૃત્યુની વિગત 29 July 2016 Edit this on Wikidata
નારણપુરા Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ ફર્ગ્યુસન કોલેજ Edit this on Wikidata
વ્યવસાય સર્જક, ઇતિહાસકાર, કળા ઇતિહાસકાર, સ્થાપત્યવિદ&Nbsp;Edit this on Wikidata
પુરસ્કાર પદ્મભૂષણ, રણજિતરામ સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણ ચંદ્રક Edit this on Wikidata

મધુસૂદન અમીલાલ ઢાંકી (૩૧ જુલાઈ ૧૯૨૭ – ૨૯ જુલાઈ ૨૦૧૬) ભારતના ગુજરાત રાજ્યસ્થિત સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર હતા. તેમણે ભારતીય મંદિર સ્થાપત્ય, જૈન સાહિત્ય અને કળા ઉપર ઘણું લખ્યું હતું.[૧]

જીવન[ફેરફાર કરો]

ઢાંકીનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૨૭ના રોજ ગુજરાતના પોરબંદર વિસ્તારમાં થયો હતો. તેમણે પોરબંદર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમની અટક પોરબંદર નજીક આવેલા તેમના મૂળ વતન ઢાંક પરથી હતી.[૨][૩] તેઓ ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયમાં ફર્ગ્યુસન કોલેજ, પુણેમાંથી સ્નાતક થયા. તેમણે થોડા સમય માટે સેન્ટ્રલ બેન્ક સાથે કામ કર્યું. તેમણે ત્રણ વર્ષ બાગાયતના ક્ષેત્રમાં સંશોધન કામ કર્યું હતું. ૧૯૫૧માં તેમણે પોરબંદર ખાતે પુરાતત્વ સંશોધન મંડળની સ્થાપના કરી.[૨] તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત પર પણ સંશોધનો કર્યા હતા. તેમણે ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા.[૪] તેમણે ડિરેક્ટર ઓફ રીસર્ચ તરીકે અમેરિકન સેન્ટર ફોર આર્ટ એન્ડ આર્કિયોલોજી, ગુડગાંવમાં ૧૯૭૬થી ૧૯૯૬ સુધી સેવા આપી હતી અને ડિરેક્ટર એમેરીટસ, રીસર્ચ તરીકે એ જ સંસ્થામાં ૨૦૦૫ સુધી સેવા આપી હતી.[૩] તેમણે આધુનિક સોમનાથ મંદિરના બાંધકામમાં પણ ફાળો આપ્યો હતો.[૫][૬]

તેઓ ટૂંકી બીમારી પછી તેમના નારણપુરા, અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ મૃત્યુ પામ્યા.[૬][૫]

સર્જન[ફેરફાર કરો]

તેમણે સ્થાપત્ય અને કલા ઇતિહાસ, ખાસ કરીને ભારતીય મંદિર સ્થાપત્ય પર વ્યાપક લખ્યું હતું. તેમણે ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધનલેખો અને ૪૦૦ અન્ય લેખો લખ્યા હતા.[૫] તેમણે જૈન સાહિત્ય પર ઘણું લખ્યું હતું. તેઓ તેમના ભારતીય મંદિર સ્થાપત્ય પર લખેલ ચૌદ ગ્રંથોની શ્રેણી માટે જાણીતા છે.[૬]

તેમના પુસ્તકોમાં ધ અમ્બ્રોઇડરી એન્ડ બીડવર્ક ઓફ કચ્છ એન્ડ સૌરાષ્ટ્ર (૧૯૬૬),[૨] ધ રીડલ ઓફ સોમનાથ (૧૯૭૪), ધ ઇન્ડિયન ટેમ્પલ ફોર્મ્સ ઇન કર્ણાટક ઇન્સક્રીપ્શન એન્ડ આર્કીટેક્ચર (૧૯૮૭), માઈકલ મીસ્ટર સાથે એન્સાયક્લોપેડિયા ઓફ ઇન્ડિયન ટેમ્પલ આર્કીટેક્ચર, ધ ઇન્ડિયન ટેમ્પલ ટ્રેસરી (૨૦૦૫), કોમ્પ્લેક્ષીટી સરાઉન્ડ ધ વિમલવસહી ટેમ્પલ એટ માઉન્ટ આબુ (૧૯૮૦), અર્હત પાર્શ્વ એન્ડ ધરણેન્દ્ર નેક્સસ, નિર્ગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય, પ્રોફેસર નિર્મળ કુમાર બોઝ એન્ડ હીસ કન્ટ્રીબ્યુશન ટુ ઇન્ડિયન ટેમ્પલ આર્કીટેક્ચર, ધ પ્રતિષ્ઠા-લક્ષણસમુચ્ચય એન્ડ ધ આર્કીટેક્ચરઓફ કલિંગ (૧૯૯૮), ધ ટેમ્પલ્સ ઇન કુંભારિયા (૨૦૦૧), સપ્તક (૧૯૯૭), શનિમેખલા, તામ્ર શાસન (૨૦૧૧)નો સમાવેશ થાય છે. આ પૈકી છેલ્લા બે પુસ્તકો કાલ્પનિક કથા છે.[૪][૨]

સન્માન[ફેરફાર કરો]

તેમને એશિયાટિક સોસાયટી ઓફ બોમ્બે દ્વારા કેમ્પબેલ મેમોરિયલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.[૩] તેમન ૨૦૧૦માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક આપવામાં આવેલો હતો. ૨૦૧૦માં તેમને પદ્મભૂષણથી સન્માનવામાં આવેલા હતા.[૪][૬] તેમને ૧૯૭૪માં કુમાર ચંદ્રક મળ્યો હતો.[૨] તેમને ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર પણ મળેલ હતું.[૭] તેમને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૮]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Cort, John E.; Dhaky, Madhusudan Dhanki (૨૦૦૪). "Nirgranth Aitihasik Lekh-Samuccay". Journal of the American Oriental Society. JSTOR. ૧૨૪ (૪): ૮૦૦. doi:10.2307/4132129. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬. 
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ કુમારપાળ દેસાઈ (૭ ઓગસ્ટ ૨૦૧૬). "ભારતીય દેવાલયના વિશ્વકર્મા". Gujarat Samachar. Archived from the original on ૭ ઓગસ્ટ ૨૦૧૬. Retrieved ૭ ઓગસ્ટ ૨૦૧૬. 
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Oral History: MA Dhaky, in conversation with Parul Pandya Dhar". YouTube. ૯ મે ૨૦૧૬. Retrieved ૧૦ મે ૨૦૧૬. 
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Dhanki Saheb gets Gujarat literature's top award". dna. ૨૦ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬. 
  5. ૫.૦ ૫.૧ ૫.૨ "મંદિર સ્થાપત્ય કલાના સંશોધક મધુસૂદન ઢાંકીનું નિધન". ગુજરાત સમાચાર. ૩૦ જુલાઇ ૨૦૧૬. Retrieved ૧ ઓગસ્ટ ૨૦૧૬. 
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ Shastri, Parth (૩૧ જુલાઇ ૨૦૧૬). "Prof who immortalized temple architecture passes away". The Times of India. Retrieved ૧ ઓગસ્ટ ૨૦૧૬. 
  7. "મધુસૂદન ઢાંકીનું રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન". Divyabhaskar. ૨૦ નવેમ્બર ૨૦૧૧. 
  8. "Baroda archaeologist awarded". The Times of India. ૧૫ જાન્યુઆરી ૨૦૧૩.