કાળાપાણ
કાળાપાણ ગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશના ગીર-સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં આવેલું છે. આ ગામ વડા મથક ઉના શહેર થી ૧૦ કિ.મી. દૂર આવેલું છે. દેલવાડા ગામ થી ખાણ-રજપુતરાજપરા થઈ જઈ શકાય છે. ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ૪૬૬ કુટુંબો નો વસવાટ ધરાવતાં આ ગામમાં ૧૩૮૧ પુરુષો અને ૧૩૨૩ સ્ત્રીઓ મળી કુલ વસ્તી ૨૭૦૪ ની છે. સાક્ષરતાની દ્રષ્ટિએ ૬૨૩ પુરુષો અને ૨૮૦ સ્ત્રીઓ મળી કુલ ૯૦૩ વ્યક્તિ સાક્ષર છે.
ગામમાં ૮ ધોરણ સુધીની પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત કચેરી આવેલી છે. ગ્રામ પંચાયતમાં ઇ-ગ્રામ યોજના હેઠળ કોમ્પ્યુટર ની ફાળવણી કરવામાં આવી છે. ઇ.સ. ૨૦૦૬માં ચૂંટણી થતા સરપંચ તરીકે લાડુબેન ભાણાભાઈ મજીઠીયા ચૂંટાઇ આવેલ છે. તલાટી કમ મંત્રી તરીકે નરેન્દ્ર ડી.અગ્રાવત ફરજ બજાવે છે. આ ગામની મોટા ભાગની વસ્તી મજુરી કરે છે. ગામની નજીક દરીયો હોઈ ખેતીની જમીનમાં ખારાશનું પ્રમાણ હોવાથી ખેતીના પાકમાં મુખ્યત્વે કપાસનું વાવેતર થાય છે. ભૂગર્ભ જળમાં પણ ક્ષારનું ઉંચુ પ્રમાણ હોવાથી રાવલ ડેમ આધારીત જુથ પાણી પૂરવઠા યોજના દ્વારા પીવા લાયક પાણી આપવામાં આવે છે.
ગામ પંચાયતની સામાન્ય ચુંટણી બાદ તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૧૨ થી ભાણાભાઈ લખમણભાઈ સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |