ગ્રામ પંચાયત

વિકિપીડિયામાંથી

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

માળખું[ફેરફાર કરો]

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે.[૧] ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી - તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

માળખું
ભારતીય ગણતંત્ર
રાજ્યકેન્દ્રશાસિત પ્રદેશ
ભારતનાં સંચાલન વિભાગો
જિલ્લાઓ
પંચાયત સમિતિ
(તાલુકાઓ)
મ્યુનિસિપલ કોર્પોરેશન
(મહાનગરપાલિકા)
મ્યુનિસિપાલિટી
(નગરપાલિકા)
નગર પંચાયત
ગામોવોર્ડ

કાર્યો[ફેરફાર કરો]

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખુંં તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે:[૨]

  • સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના
  • ખાસ રોજગાર યોજના
  • ઇન્દિરા આવાસ યોજના
  • ગ્રામીણ સ્વચ્છતા યોજના
  • ગોકુળ ગ્રામ યોજના
  • સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના

ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

ગ્રામસભા[ફેરફાર કરો]

ગ્રામસભા એટલે ગામના લોકોનો આગોતરી જાણ કરીને ભરતી સભા. ગ્રામસભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વગેરેની હાજરી રહે છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને દર વર્ષે બે વખત ગ્રામસભા બોલાવવી ફરજિયાત હોય છે જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્ત વયનો હોય તે ભાગ લઈ શકે છે. તે ગ્રામસભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો, મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અધિકાર છે.

આ પણ જૂઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Sapra, Ipsita (February 2013). "Living in the villages". Rural Democracy. D+C Development and Cooperation. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૫.
  2. "પંચાયત વિષેની કામગીરી". મૂળ માંથી 2012-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-03.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]