કાળુજી

વિકિપીડિયામાંથી
કાળુજી
જન્મ૧૮૭૧
મેઘપુર ટંકારા, રાજકોટ, ગુજરાત ભારત.
મૃત્યુ૧૯૪૧
વ્યવસાયકવિ, સંત
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાબ્રિટિશ રાજ , ભારત

કાળુજી એ ગુજરાતના એક સંત કવિ હતા.[૧][૨]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ટંકારા પાસે મેઘપુર નામના ગામમાં ઝાલા ગરાસિયા કુળમાં ઈ. સ. ૧૮૭૧માં (ચૈત્ર સુદ ૪, વિ.સ. ૧૯૨૭ના દિવસે) થયો હતો. તેમના પિતાનું નામ ખેંગરાજી અને માતાનું નામ ફઈબા હતું. તેમના લગ્ન ઈ.સ. ૧૮૯૦માં (માગસર સુદ ૧૦, વિ. સં ૧૯૪૬ના દિવસે) કરણીબા સાથે થયા હતા. તેમણે ઈ.સ. ૧૮૯૩માં (ભાદરવા સુદ ૨, વિ. સં. ૧૯૪૯ ના દિવસે) મારવાડના બખશાજી મહારાજની પરંપરાના સંત મંગળગરજી પાસે દીક્ષા લીધી હતી. તેમને પ્રાણબા (પેઢદા, તાલુકો લખતર)નામે એક શિષ્યા હતા તેઓ પણ ભજનો આદિ રચતા. તેમના પિતા ઈ. સ. ૧૯૧૩માં, માતા ઈ. સ. ૧૯૧૯માં અને પત્ની ૧૯૨૦માં અવસાન પામ્યા. ૭૦ વર્ષની વયે ઈ.સ. ૧૯૪૧માં સંત કાળુજી અવસાન પામ્યા.[૩]

રચનાઓ[ફેરફાર કરો]

સંત કાળુજીએ ભક્તિ જ્ઞાન યોગ અને ઉપદેશની ભજનવાણીઓ રચી છે. તેમાં તેમણે કીર્તન, કુંડળિયા, ભજન, પદ, બારમાસ, કાફી, સંધ્યા, પ્રભાતી, સાવળ, પ્યાલો, ઝીલણિયાં, ધોળ, સરવડાં, થાળ, અંતકાળિયા, આરતી, સ્તુતિ, રાસ, રાસડા, તિથિ, વાર, મહિનો, પરજ જેવી ભક્તિ સાહિત્ય પ્રકારો રચ્યાં છે. તેમણે ૧૪૦ પંક્તિઓ ધરાવતી ચિંતામણી, ૧૨૫ પંક્તિઓ ધરાવતી 'કક્કા', ૩૦ જેટલા કુંડળિયા અને ૧૫૦ જેટલી સાખીઓ રચી છે. તેમણે લખેલ સાહિત્ય 'શ્રી ભગત શ્રી કાળુજી કૃત ભજન ચિંતામણી' નામના પુસ્તકમાં પ્રકાશિત થયું છે.[૩]

તેમની રચનાઓમાં મહાપંથી–ભજનમાર્ગી–નિજારી સંપ્રદાયની વિચારધરા સાથે કબીરની ઉપાસના પણ જોવા મળે છે. તેમની રચનાઓમાં અનેક પંથ સંપ્રદાયોની વિવિધ સાધનાનો સમન્વય જોવા મળે છે.[૩]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Introduction of Gujarati Saint Poet | આનંદ આશ્રમ" (અંગ્રેજીમાં). 2010-11-10. મેળવેલ 2021-01-30.
  2. Rajyaguru, Niranjan (2010). MAdhyakalin Bhakti kavita Sanchay. New Delhi: Sahitya Acadamy, New Delhi.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ રાજ્યગુરુ, નિરંજન (2019-04-08). "અલખને ઓટલે" (PDF). Bombay Samachar. મેળવેલ 2021-01-30.[હંમેશ માટે મૃત કડી]