લખાણ પર જાઓ

કિન્નોર જિલ્લો

વિકિપીડિયામાંથી

કિન્નોર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના ૧૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. કિન્નોર જિલ્લાનું મુખ્ય મથક રેકોન્ગ પેઓ નગર ખાતે આવેલું છે.[] પૌરાણિક કિન્નરોની ભૂમિ તરીકે ઓળખાતો આ જિલ્લો હિમાચલ પ્રદેશના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ છે.

ઊંંચા ઊંચા પહાડો અને લીલાં વૃક્ષોથી ઘેરાયેલ આ ક્ષેત્ર ઉપરી, મધ્ય અને નીચલા એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે. અહીં પહોંચવાનો માર્ગ દુર્ગમ હોવાને કારણે આ વિસ્તાર પર્યટકોથી ઘણા લાંબા સમય સુધી અજાણ્યો રહ્યો છે, પરંતુ વર્તમાન સમયમાં સાહસિક અને રોમાંચપ્રિય પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે. પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર આ જિલ્લાની સરહદો તિબેટ સાથે જોડાયેલ છે, જે સલામતીની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આ જિલ્લાનું મુખ્ય મથક રેકોન્ગ પેઓ રાજ્યની રાજધાની શિમલા થી આશરે ૨૫૦ કિલોમીટર જેટલા અંતરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૨૨ પર આવેલ છે. આ વિસ્તારની સુંદરતામાં પહાડો તેમ જ વનરાજી વચ્ચેથી પસાર થતી સતલજ, સ્પિતિ વગેરે નદીઓ અનેકગણો વધારો કરે છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "फ़ैक्ट फ़ाइल- किन्नौर". મૂળ માંથી 2012-09-25 પર સંગ્રહિત. મેળવેલ ५ सितंबर २०१३. Check date values in: |access-date= (મદદ)