લખાણ પર જાઓ

કિરણ દેસાઈ

વિકિપીડિયામાંથી
કિરણ દેસાઈ
પેન ગાલા,દિલ્હી ખાતે કિરણ દેસાઈ (મે ૨૦૧૫)
પેન ગાલા,દિલ્હી ખાતે કિરણ દેસાઈ (મે ૨૦૧૫)
જન્મ (1971-09-03) 3 September 1971 (ઉંમર 52)
દિલ્હી, ભારત
વ્યવસાયનવલકથાકાર
રાષ્ટ્રીયતાભારતીય
માતૃ શિક્ષણ સંસ્થાકોલંબિયા યુનિવર્સીટી
સમયગાળો૧૯૯૮–વર્તમાન
નોંધપાત્ર સર્જનો
  • ધ ઇનહેરીટન્સ ઓફ લોસ
  • હુલ્લાબલ્લૂ ઇન ધ ગ્વાવા આર્કેડ
નોંધપાત્ર પુરસ્કારોમેન બુકર પ્રાઈઝ
૨૦૦૬
સંબંધીઓઅનીતા દેસાઈ (માતા)

કિરણ દેસાઈ (જન્મ ૩ સપ્ટેમ્બર ૧૯૭૧) એક ભારતીય લેખક છે. તેમની નવલકથા ધ ઇનહેરીટન્સ ઓફ લોસ ને વર્ષ ૨૦૦૬નો મેન બુકર પ્રાઇઝ [૧] અને નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ ફિક્શન એવોર્ડ એનાયત થયો હતો. જાન્યુઆરી ૨૦૧૫ માં, ઇકોનોમિક ટાઇમ્સે તેમને ૨૦ સૌથી પ્રભાવશાળી વૈશ્વિક ભારતીય મહિલાઓમાંના એક તરીકે સૂચિબદ્ધ કર્યા હતા. [૨]

પ્રારંભિક અને વ્યક્તિગત જીવન[ફેરફાર કરો]

કિરણ દેસાઈ નવલકથાકાર અનિતા દેસાઈના પુત્રી છે. કિરણનો જન્મ દિલ્હીમાં થયો હતો, ત્યારબાદ તેમના જીવનના શરૂઆતના વર્ષો પૂણે અને મુંબઈમાં વિતાવ્યા હતા. તેમણે કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ૧૪ વર્ષની વયે તેઓ તેમની માતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ જતા પહેલા એક વર્ષ માટે ઇંગ્લેન્ડમાં રહ્યા.

કિરણ દેસાઈએ બેનિંગ્ટન કોલેજ, હોલિન્સ યુનિવર્સિટી અને કોલંબિયા યુનિવર્સિટીમાં સર્જનાત્મક લેખનનો અભ્યાસ કર્યો હતો.

સર્જન[ફેરફાર કરો]

દેસાઈની પ્રથમ નવલકથા, હુલ્લાબલ્લૂ ઇન ધ ગ્વાવા આર્કેડ, ૧૯૯૮ માં પ્રકાશિત થઈ હતી અને તેને સલમાન રશ્દી તરફથી પ્રશંસા મળી હતી. તેમણે સોસાયટી ઓફ ઓથર્સ દ્વારા ૩૫ વર્ષથી ઓછી વયના કોમનવેલ્થ દેશોના નાગરિકો દ્વારા શ્રેષ્ઠ નવલકથાઓ માટે આપવામાં આવતો બેટ્ટી ટ્રાસ્ક એવોર્ડ જીત્યો હતો.

તેણીનું બીજું પુસ્તક, ધ ઇનહેરીટન્સ ઓફ લોસ, (૨૦૦૬) સમગ્ર એશિયા, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવેચકો દ્વારા વ્યાપકપણે પ્રશંસા પામ્યું હતું. તેમણે ૨૦૦૬ મેન બુકર પ્રાઇઝ, તેમજ ૨૦૦૬ નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ ફિક્શન એવોર્ડ જીત્યો હતો. દેસાઇ ૩૫ વર્ષની ઉંમરે બુકર પ્રાઇઝ જીતનાર સૌથી નાની વયના મહિલા બન્યા હતા. [upper-alpha ૧] [૩]

ઓગસ્ટ ૨૦૦૮માં, દેસાઈ બીબીસી રેડિયો ૩ પર માઈકલ બર્કલે દ્વારા આયોજિત જીવનચરિત્ર સંગીત ચર્ચા કાર્યક્રમ, પ્રાઈવેટ પેશન પર મહેમાન હતા. મે ૨૦૦૭ માં તેઓ શીત સાહિત્યના ઉદ્‌ઘાટન એશિયા હાઉસ ફેસ્ટિવલમાં વિશેષ લેખિકા હતા.

દેસાઈને બર્લિનની અમેરિકન એકેડેમીમાં ૨૦૧૩ બર્લિન પ્રાઈઝ ફેલોશિપ આપવામાં આવી હતી.

દેસાઈ ન્યૂયોર્ક શહેરમાં રહે છે. તેણીએ ૨૦૧૭ માં જણાવ્યું હતું કે તે એક દાયકાથી એક નવા પુસ્તક "શક્તિ વિશે ... ભારત અને વિશ્વમાં એક યુવાન ભારતીય મહિલા વિશે" પર કામ કરી રહી હતી, જે પછીના વર્ષે બહાર પાડવામાં આવશે. નવલકથા પ્રકાશિત થઈ નથી; ૨૦૨૧ સુધીમાં દેસાઈએ ૨૦૦૬ માં તેમની બુકર પ્રાઈઝ વિજેતા બીજી નવલકથા પછી કોઈ પુસ્તકો પ્રકાશિત કર્યા નથી.[૪]

ગ્રંથસૂચિ[ફેરફાર કરો]

  • Hullabaloo in the Guava Orchard. Faber and Faber. 1998. ISBN 0-571-19336-6.
  • The Inheritance of Loss. Hamish Hamilton Ltd. 2006. ISBN 0-241-14348-9.

નોંધ[ફેરફાર કરો]

  1. ૨૦૧૩ માં એલેનોર કેટન બુકર પ્રાઈઝ જીતનારા સૌથી નાની વયના મહિલા લેખક બન્યા હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kiran Desai". The Man Booker Prizes. The Booker Prize Foundation. મૂળ માંથી 14 October 2012 પર સંગ્રહિત. મેળવેલ 23 August 2013.
  2. "Global Indian Women: Top 20 India-born & globally successful women from business and arts". The Economic Times. 5 January 2015. મેળવેલ 30 November 2017.
  3. "Facts & Figures | The Booker Prizes". thebookerprizes.com.
  4. Datta, Sudipta (5 February 2017). "Two alone, two together". The Hindu (અંગ્રેજીમાં).

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]