લખાણ પર જાઓ

કુંથુનાથ

વિકિપીડિયામાંથી
કુંથુનાથ
૧૭મા જૈન તીર્થંકર, ૬ઠ્ઠા ચક્રવતી ૧૨મા કામદેવ
કુંથુનાથ
અન્વા રાજસ્થાનમાં કુંથુનાથની પ્રતિમા
ધર્મજૈન ધર્મ
પુરોગામીશાંતિનાથ
અનુગામીઅરનાથ
પ્રતીકબકરી[]
ઊંચાઈ૩૫ ધનુષ્ય (૧૦૫ મીટર)
ઉંમર૯૫,૦૦૦ વર્ષ લગભગ
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
માતા-પિતા
  • સૂર્ય (સૂરા) (પિતા)
  • શ્રીદેવી (માતા)

કુંથુનાથ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૧૭મા તીર્થંકર, ૬ઠ્ઠા ચક્રવતી બારમા કામદેવ છે.[][] જૈન મત અનુસાર તેમણે પોતાન સર્વ કર્મોનો ક્ષય કર્યો અને પોતાના આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા. તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરમાં સૂર્યરાજા અને શ્રીદેવી રાણીને ઘેર થયો હતો.[] []

નામ વ્યૂત્પત્તિ

[ફેરફાર કરો]

કુંથુ શબ્દનો અર્થ રત્નોનો ઢગલો થાય છે.[]

તેમનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં હસ્તિનાપુરમાં સૂર્યરાજા અને શ્રીદેવી રાણીને ઘેર થયો હતો. અન્ય સૌ ચક્રવર્તીઓની જેમ તેમણે પણ સર્વ ભૂમિ પર આઅધિપત્ય મેળવ્યું હતું[] અને ત્યાર બાદ તેઓ પર્વતોની તળેટીઓ પર પોતાનું નામ લખવા ગયા. ત્યાં તેમણે જોયું કે ત્યાં અન્ય ચક્રવર્તીઓના નામ પહેલેથી અંકિત હતા, તે જોતા તેમને પોતાની મહત્ત્વકાંક્ષા અલ્પ ભાસી. તે ઘટનાથી પ્રેરિત તેમણે સર્વ સંસાર ત્યાગ્યો અને તપ કરવા માટે સાધુજીવન (દીક્ષા) અંગીકાર કરી.[] ૯૫,૦૦૦ વર્ષની ઉંમરે તેમણે સમ્મેત શિખર પર તેમના આત્માને મુક્તિ મળી અને તેમને મોક્ષ મેળવ્યું.[]

જાણીતા મંદિરો

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]