કુદરતી સંપત્તિ

વિકિપીડિયામાંથી

[[Image:Rainforest Fatu Hiva.jpgમાર્કેઝઝ ટાપુઓ (Marquesas Islands)માં ફાતુ-ઇવા ખાતે |right|thumb|280px|વર્ષા જંગલો]]

કુદરતી સંપત્તિ(અર્થશાસ્ત્ર મુજબ જમીન (land) અથવા કાચો માલ સામાન (raw material)) કુદરતી રીતે બનેલા તત્વો છે, જે તેમના સરખામણીમાં મૂળ કુદરતી સ્વરુપ (natural)માં મુલ્યવાન (valuable)ગણવામાં આવે છે. કુદરતી સંસાધન (resource)નું મૂલ્ય ઉપલબ્ધ સામગ્રીના પ્રમાણ અને નિષ્કર્ષણતા તેમ જ તેના માટેની માંગ (demand)માં રહેલુ છે.માંગ ઉત્પાદન માટેની તેની ઉપયોગિતા પરથી નક્કી થાય છે.કોઈ પણ ચીજવસ્તુ (commodity) સાથે સંકળાયેલી પ્રાથમિક કામગીરીઓ નિર્માણના બદલે નિષ્કર્ષણ કે શુદ્ધિકરણ સંબધિત હોય, ત્યારે તેને સામાન્ય રીતે કુદરતી સંપત્તિ તરીકે ગણવામાં આવે છે.જેથી, ખાણકામ (mining), ખનિજ તેલ (petroleum), નિષ્કર્ષણ (extraction), માછીમારી (fishing), શિકાર (hunting)અને જંગલો(ની વ્યવસ્થા) (forestry)ને સામાન્ય રીતે કુદરતી સંપત્તિના ઉદ્યોગો માનવામાં આવે છે. જ્યારે કૃષિ (agriculture)નો તેમાં સમાવેશ થતો નથી.આ વ્યાખ્યાને ઈ. એફ. શુમાખર (E. F. Schumacher) દ્વારા 1973માં તેમના પુસ્તક સ્મોલ ઈઝ બ્યુટીફુલ (Small is Beautiful)માં વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે. [૧]યુનાઈટેડ સ્ટેટ ભૂસ્તરીય સર્વે (United States Geological Survey)દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ “રાષ્ટ્રના કુદરતી સંસાધનોમાં, ખનિજો, ઉર્જા, જમીન, પાણી અને જૈવ સૃષ્ટિનો સમાવેશ થાય છે. “[૨]


કુદરતી સ્વરૃપોનું વર્ગીકરણ[ફેરફાર કરો]

કુદરતી સંસાધનોને મોટાભાગે બે વિભાગો નવીનીકરણીય સંસાધન (renewable) અને બિન-નવીનીકરણીય સંસાધન (non-renewable resources)માં વર્ગીકૃત કરવામાં આવે છે.કેટલીક વાર આ સંસાધનો તકનીકી દ્રષ્ટીએ નવીનીકરણીય હોય છે તેમ છંતા તેને બિન-બિન-નવીનીકરણીય ગણવામાં આવે છે.આનું એક માત્ર કારણ તેના નવીનીકરણમાં ખાસો સમય જાય છે. જેમ કે અશ્મિજન્ય બળતણ (fossil fuel).

નવીનીકરણક્ષમ સંસાધનો[ફેરફાર કરો]

નવીનીકરણીય સંસાધનો કેટલીક વાર જીવંત સંસાધનો હોય છે. દાખલા તરીકે વૃક્ષો (trees), પ્રાણીઓ, જમીન (soil) ) જેનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે અને વધુ પડતી કાપણી ન કરવામાં આવે તો તેનો ફરીથી ઉપયોગ કરી શકાય તેમ છે. કેટલીક નિર્જીવ સંસાધનો પણ ફરી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય છે. જેમ કે હાઈડ્રોઈલેક્ટ્રીક પાવર, સુર્ય ઉર્જા, બાયોમાસ બળતણ અને પવનચક્કી દ્વારા મળતી ઉર્જા.જો નવીનીકરણીય સંસાધનો તેના ઉત્પન થવાના દર કરતા વધુ વાપરવામાં આવે તો, તેનો બાકી રહેલો જથ્થો ધીમે ધીમે ઘટે છે અને છેલ્લે ખુટી પડે છે. નવીનીકરણીય સંસાધનોના ટકાઉ ઉપયોગનો દર ચોકક્સ સંસાધનના રીપ્લેસમેન્ટના દર અને તેના હાલના જથ્થાના પ્રમાણ પરથી નક્કી થાય છે. નિર્જીવ નવીનીકરણીય સંસાધનોમાં ગંદકી (dirt)અને પાણી (water)નો સમાવેશ થાય છે.

વહેતા નવીનીકરણીય સંસાધનો નવીનીકરણીય સંસાધનો જેવા જ છે, એટલું જ કે તેઓને નવીનીકરણીય સંસાધનોની જેમ પુનર્જીવનની જરૂર નથી.વહેતા નવીનીકરણીય સંસાધનોમાં નવીનીકરણક્ષમઉર્જા સ્ત્રોત જેવા કે સુર્ય ઉર્જા, ગેસ, ભરતી ઓટ અને પવનનો સમાવેશ થાય છે.

સ્રોતોને તેમની ઉત્પત્તિ પ્રમાણે જૈવ (biotic)અને અજૈવ (abiotic)માં વર્ગીકૃત કરવામાં આવે છે.જૈવિક સંસાધનો જીવંત પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે.અજૈવિક સંસાધનો નિર્જીવ જગતમાંથી મેળવવામાં આવે છે. (દા.ખ. જમીન, પાણી અને હવા)ખનીજ અને ઉર્જા સંસાધનો અજૈવિક કુદરતી સંસાધનો હોઈ શકે છે.

બિન-નવીનીકરણીય સંસાધનો[ફેરફાર કરો]

બિન-નીવીનીકરણીય સંસાધન એક પ્રકારનું કુદરતી સંસાધન છે, તે એવા ચોક્કસ પ્રમાણમાં હોય છે કે જેટલી ઝડપથી તેને વાપરવામાં આવે છે, તેટલી ઝડપથી તે ફરીથી બનાવી, ઉગાડી કે પેદા કરી શકાતું નથી.[૩]

કેટલાક બિન-નવીનીકરણીય સંસાધનો નવીનીકરણીય થઈ શકે છે, પરંતુ તેના નવીનીકરણને ઘણો લાંબો સમય લાગે છે. દાખલા તરીકે અશ્મિ બળતણને બનતા લાખો વર્ષો થાય છે અન હવે તેને વહેવારુ રીતે નવીનીકરણીય ગણી શકાય નહીંક્રુડ તેલl (oil), કોલ (coal), કુદરતી વાયુ (natural gas) જેવા વિવિધ બિન-નવીનીકરણીય સંસાધનો વિવિધ બગાડ હોય છે, દરેક સંસાધન દરેક ક્ષેત્ર માટે વિશિષ્ટ હોય છે.[૪]ઘણા પર્યાવરણવિદોએ બિન-નવીનીકરણીય સંસાધનોનાં વપરાશ પર વેરો (tax on consumption of non renewable resources) લાદવાની દરખાસ્ત મુકી છે.બિન-નવીનીકરણીય સંસાધનોને પાછા લાવી શકાતા નથી કે પછી લાખો વર્ષો પછી જ પાછા લાવી શકાય છે.

કુદરતી મૂડી[ફેરફાર કરો]

કુદરતી સંસાધનો ચીજવસ્તુઓના ઇનપુટ્સમાં ફેરવાયેલી કુદરતી મૂડી છે, જે માળખાકીય મૂડી (infrastructural capital) પ્રક્રિયાઓ[૫][૬]માં ફેરવાય છે.તેમાં, જમીનલાક્ડું (timber), તેલ (oil), ખનીજો (minerals) અને પૃથ્વીમાંથી મેળવાયેલી અન્ય ચીજોનો સમાવેશ થાય છે. મૂળભૂત સંસાધનોનું નિષ્કર્ષણ અને વધારે શુદ્ધ, સીધા વાપરી શકાય તેવા સ્વરુપ (દા.ત. ધાતુઓ (metal), શુધ્ધ કરેલા તેલ)માં તેનું રીફાઇનિંગ (refining) સામાન્યપણે કુદરતી સંસાધનની કામગીરી ગણાય છે. જોકે, રીફાઇનિંગ નિષ્કર્ષણની નજીકના સ્થળે થાય તે જરૂરી નથી.કુદરતી સંસાધનો માટેની મોટી માગ અને તેમાંથી પેદા થતી ઉર્જાને કારણે આ પ્રક્રિયા જંગી નફો પેદા કરે છે.

એક દેશના કુદરતી સંસાધનો મોટે ભાગે વિશ્વની આર્થિક વ્યવસ્થા (world economic system)માં તેની સંપત્તિ અને તેની રાજનૈતિક (diplomatic), લશ્કરી (military), અને રાજકીય (political) વગ નક્કી કરે છે.જે દેશો ઉત્પાદન માટે માળખાકીય મૂડી પર તેમની વધારે નિર્ભરતાને કારણે સંપત્તિ માટે કુદરતી સંસાધનો પર ઓછા નિર્ભર છે, તેવા દેશોને વિકસિત દેશો (Developed nations) કહે છે.જોકે, સરળતાથી ઉપલબ્ધ કુદરતી સંસાધનો વાસ્તવમાં રાજકીય ભ્રષ્ટાચાર વધારીને એક રાષ્ટ્રના અર્થતંત્રના વિકાસની સંભાવનાઓને નુકસાન પહોંચાડતા હોવાથી કેટલાક લોકો તેને સંસાધન અભિશાપ (resource curse) ગણે છે.રાજકીય ભ્રષ્ટાચાર દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસર પાડી શકે છે, કેમ કે ઉત્પાદક આર્થિક પ્રવૃત્તિના નિર્માણમાં સમય જવાને બદલે લાંચ આપવામાં કે પછી આર્થિક રીતે બિનઉત્પાદક કાર્યોમાં સમય જાય છે.વર્ષો દરમિયાન જોવા મળ્યું છે કે કંપનીઓને લાભ થાય તેવા કાયદા પસાર કરાયા છે.કુદરતી સંસાધનો પેદા કરવા સક્ષમ જણાયેલી જમીનના ચોક્કસ પ્લોટો પર માલિકીહકનું કેન્દ્રીકરણ પણ જોવા મળ્યું છે.

તાજેતરના વર્ષોમાં, કુદરતી મૂડીનો હ્રાસ અને ટકાઉ વિકાસ (sustainable development) તરફ જવાના પ્રયાસો પર વિકાસલક્ષી સંસ્થાઓ (development agencies)નું મુખ્ય ધ્યાન રહ્યું છે.પૃથ્વીનું મોટા ભાગનું કુદરતી જૈવવૈવિધ્ય (biodiversity)ધરાવતા વર્ષા જંગલો (rainforest) (એટલે કે જેને બદલી ના શકાય તેવું જનીની કુદરતી પાટનગર) માટે આ ખાસ ચિંતાનો વિષય છે. કુદરતી મૂડીવાદ (natural capitalism), પર્યાવરણવાદ, પર્યાવરણ ચળવળ (ecology movement), અને નીલ રાજનીતિ (green politics)નું મુખ્ય ધ્યાન કુદરતી સંસાધનોના સંરક્ષણ (Conservation) પર છે.કેટલાક લોકો વિકાસશીલ દેશોમાં આ નાશને સામાજિક અસંતોષ અને સંધર્ષના મોટા સ્રોત તરીકે જુએ છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ઈ.એફ.શુમાખર, સ્મોલ ઈઝ બ્યુટીફુલ, હાર્ટલે એન્ડ માર્કસ પબ્લિશર્સ, ડિસેમ્બર 1999.આઈએસબીએન 0-88178-169-5
  2. "Natural Resources". U.S. Geological Survey. મૂળ માંથી 2008-09-17 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-09.
  3. ટર્મિનોલોજી રેફરન્સ સીસ્ટમ, નોન-રીન્યૂએબલ રીસોર્સ સંગ્રહિત ૨૦૦૬-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન, અમેરિકી પર્યાવરણીય સુરક્ષા એજન્સીની વેબસાઇટમાંથી (U.S. Environmental Protection Agency)
  4. ચક્રવર્તી, ઉજ્જયન્ત, ડેરેલ ક્રુલ્સ એન્ડ જેમ્સ રાઉમાસેટ"સ્પેશલાઇઝેશન એન્ડ નોન-રીન્યૂએબલ રીસોર્સીસઃ રિકાર્ડો મીટ્સ રિકાર્ડો."જર્નલ ઓફ ઇકોનોમિક્સ ડાયનેમિક્સ એન્ડ કન્ટ્રોલ 29.9 (Sept 2005): 1517(29).એક્સપાન્ડેડ એકેડેમિક એએસએપી. ગેઇલયુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન3 નવેમ્બર, 2008
  5. Quentin Grafton and Robert Hill (University of New South Wales and W. Adamowicz, Diane Dupont, S Renzetti and Harry Nelson (University of British Columbia (2004). The Economics of the Environment and Natural Resources. Blackwell Publishing. ISBN 0631215646.CS1 maint: multiple names: authors list (link)
  6. A.Weintraub, C. Romero, T. Bjørndal, and R. Epstein (Editors) (2007). Handbook of Operations Research in Natural Resources. Springer. ISBN 0-387-71814-9 Check |isbn= value: checksum (મદદ).CS1 maint: multiple names: authors list (link) CS1 maint: extra text: authors list (link)