કેવડા મસ્જીદ
કેવડા મસ્જીદ | |
---|---|
કેવડા મસ્જીદ, ચાંપાનેર | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
જિલ્લો | પંચમહાલ જિલ્લો |
નેતૃત્વ | મહમદ બેગડો |
ધાર્મિક વિધિ પૂર્ણ | ૧૫મી સદી |
સ્થિતિ | યુન્સ્કો હેરીટેજ પાર્કનો ભાગ |
સ્થાન | |
સ્થાન | India |
નગરપાલિકા | ચાંપાનેર |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°29′09″N 73°32′14″E / 22.4859°N 73.5371°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ |
સ્થાપત્ય શૈલી | હિંદુ મુસલમના વાસ્તુકળાનું મિશ્રણ |
પૂર્ણ તારીખ | ૧૫મી સદી |
લાક્ષણિકતાઓ | |
ગુંબજો | ૫ |
મિનારાઓ | ૨ |
બાંધકામ સામ્ગ્રી | પથ્થરનું ચણતર |
કેવડા મસ્જિદ એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ચાંપાનેરમાં આવેલી એક મસ્જિદ છે. તે ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે જે યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ (વર્લ્ડ હેરિટેજ સાઇટ) છે. મસ્જીદ મીનારા, ગોળાકાર ગુંબજ અને સાંકડી સીડીઓ ધરાવે છે.[૧] રગલ્સ (૨૦૦૮) મુજબ, કેવડા મસ્જિદના સ્થાપત્યમાં પ્રકૃતિને એવી રીતે એકીકૃત કરવામાં આવી છે જે ઇસ્લામિક વિશ્વમાં બીજે ક્યાંય અસામાન્ય છે.[૨]
બાવામન, એક મીનાર, જામા, ખજુરી, નગીના અને શહર જેવી બીજી ઘણી મસ્જિદોની જેમ જ આ મસ્જિદ ચાંપાનેરમાં મહમદ બેગડાના સમયમાં બંધાવવામાં આવી હતી. [૩] જેમ્સ બર્ગેસ અને હેનરી ક્યુઝન્સ દ્વારા કેવડા, જામા અને નગીના મસ્જિદના વર્ણન લખાયાં પછી, ત્યાં સુધી પહોંચવા માટે રસ્તા બનાવવામાં આવ્યા હતા.[૪] કેવડા તેમાં આવેલી સમાધિને કારણે નોંધપાત્ર છે. કથરા મસ્જિદ કેવાડાની પશ્ચિમમાં છે.[૫]
આ મસ્જિદમાં ઘણા મેહરાબ છે, બધા જટિલ રીતે કોતરવામાં આવ્યા છે. મસ્જિદમાં નમાઝ પહેલાં સ્વચ્છ થવા માટે ઈંટની ટાંકી હતી જે હાલમાં ક્ષતિગ્રસ્ત છે. સ્મારક ચોરસ આકારમાં બારીઓ ધરાવતું કેન્દ્રીય ઘુમટ અને ચાર ખૂણે નાના ઘુમટ ધરાવે છે; તે ટાંકીની બાજુમાં આવેલું છે. મસ્જિદનું પ્રાંગણ લંબચોરસ છે અને તેને ફૂલોની અને ભૌમિતિક રચનાઓથી શણગારવામાં આવી છે. તેના આંતર-સ્તંભો આકર્ષક છે. પ્રાર્થના ખંડ બે માળનું માળખું છે જેમાં ત્રણ ગુંબજ હતા, પરંતુ કેન્દ્રિય ગુંબજ નાશ પામ્યું છે. બારીઓ આગળ નાના જરૂખા (અટારી) છે જે થાંભલાઓ પર ઊભા છે. ત્યાં બે મિનાર છે, જેને પણ જટિલ કોતરણીથી પણ સજાવવામાં આવ્યા છે.[૬] [૭] [૮] ૧૮૯૦ ના દાયકામાં પુનઃસ્થાપનાના કામો હાથ ધરવામાં આવ્યા હતા.[૯]
૨૦૦૬ ના ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એ એસ આઈ) ના અહેવાલો સૂચવે છે કે કેવડા મસ્જીદમાં અને ચાંપાનેર-પાવાગઢ પુરાતત્ત્વીય ઉદ્યાન, જામી મસ્જિદ, કિલ્લાની દિવાલો, બાવામન મસ્જિદ, લીલા ગુબાઝ, સિકંદર શાહનો મકબરો અને અન્ય ઘણા સ્મારકો પર પુનઃસ્થાપનના કામો કરવામાં આવ્યા હતા. જેના પરિણામે આ સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા થોડો વધારો થયો હતો. એ. એસ. આઈએ ચાર વર્ષના ગાળામાં સંરક્ષણ પાછળ રૂ. ૨.૨૫ કરોડનો ખર્ચ કર્યો હતો અને આ સ્થળોએ પુનઃસ્થાપન કામગીરી માટે વધુ રૂ. ૧.૧૫ કરોડ ફાળવવામાં આવ્યા હતા.[૧૦]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Singh, Sarina (1 September 2009). India. LP. પૃષ્ઠ 742–. ISBN 978-1-74179-151-8. મેળવેલ 29 September 2012.
- ↑ Ruggles, D. Fairchild; Silverman, Helaine (15 June 2009). Intangible Heritage Embodied. Springer. પૃષ્ઠ 90–. ISBN 978-1-4419-0071-5. મેળવેલ 29 September 2012.
- ↑ Congress (2003). Proceedings of the Indian History Congress. Indian History Congress. પૃષ્ઠ 342. મેળવેલ 29 September 2012.
- ↑ Khanna, Amar Nath (1 February 1992). Archaeology of India: retrospect and prospect. Clarion Books. પૃષ્ઠ 223. ISBN 978-81-85120-17-1. મેળવેલ 29 September 2012.
- ↑ Gujarat (India) (1972). Gujarat State Gazetteers: Panchmahals. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ 95, 762, 768. મેળવેલ 29 September 2012.
- ↑ "Mosques of Champaner". Official Web site of Government of Gujarat Tourism. મૂળ માંથી 16 October 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2012.
- ↑ "World Heritage Sites - Champaner - Monuments at Champaner". Archaeological Survey of India. મૂળ માંથી 1 May 2012 પર સંગ્રહિત. મેળવેલ 28 September 2012.
- ↑ B. Busa Goud. "Scientific Conservation of World Heritage Monuments of Champaner-Pavgadh" (pdf). UNESCO. Org. મેળવેલ 29 September 2012.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Bombay (India : State). General Dept (1897). Archaeology, Progress Report. Bombay: Archaeological Survey of India. Western Circle. પૃષ્ઠ 8. મેળવેલ 1 October 2012.
- ↑ "World heritage site Champaner-Pavagadh neglected". News Online. 11 November 2006. મેળવેલ 7 October 2012.[હંમેશ માટે મૃત કડી]