કૈફાઇર જિલ્લો

વિકિપીડિયામાંથી
District map of Nagaland

કૈફાઇર જિલ્લો ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા નાગાલેંડ રાજ્યનો એક જિલ્લો છે, જેની રચના ટ્વેનસંગ જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી હતી. આ જિલ્લાનું મુખ્ય મથક ૮૯૬ મીટરની ઉંચાઇ પર સ્થિત કૈફાઇર શહેર ખાતે આવેલું છે.

આ જિલ્લો ઉત્તર દિશામાં ટ્વેનસંગ જિલ્લા વડે, પશ્ચિમ દિશામાં ફેક જિલ્લા વડે તેમ જ પૂર્વ દિશામાં મ્યાનમાર દેશની સરહદ વડે ઘેરાયેલો છે. આ જિલ્લાનાં મુખ્ય શહેરો સેયોચુંગ, સિતીમી, પુંગરો તેમ જ કૈફાઇર છે.

નાગાલેંડ રાજ્યનું સૌથી વધુ ઊંચાઇ ધરાવતું સરમતી (૩,૮૪૧ મીટર), કૈફાઇર જિલ્લામાં આવેલું છે. કૈફાઇર ખાતે ભૂ મથક (earth station) પણ આવેલું છે. આ ઉપરાંત કીસ્તોન્ગ ગામ પણ સહેલાણીઓને આકર્ષે છે. સાંગતમ (Sangtam), યીમચુંગર (Yimchunger) અને સેમા (Sema) અહીંના આદિવાસીઓ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]