કૈલાસનાથ મંદિર, કાંચીપુરમ

વિકિપીડિયામાંથી

કૈલાસનાથ મંદિર, ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાંના કાંચીપુરમ શહેર ખાતે આવેલું એક હિંદુ ધર્મનું પૌરાણિક મંદિર છે. આ મંદિર કાંચીપુરમ શહેરની પશ્ચિમ દિશામાં આવેલું નગરનું સૌથી પ્રાચીન તેમ જ દક્ષિણ ભારતનાં સૌથી વધુ મહત્વનાં મંદિરોમાંનું એક ભવ્ય મંદિર છે. આ મંદિર આઠમી સદીમાં પલ્લવ વંશના રાજા રાજસિમ્હાએ પોતાની ધર્મપત્નીની અરજ સ્વીકારી નિર્માણ કરાવ્યું હતું. મંદિરના અગ્રભાગનું નિર્માણ રાજાના પુત્ર મહેન્દ્ર વર્મન ત્રીજાએ કરાવ્યું હતું. મંદિરમાં પાર્વતીમાતા અને શંકર ભગવાનની નૃત્ય પ્રતિયોગિતાને દર્શાવવામાં આવેલ છે.

ચિત્ર-દર્શન[ફેરફાર કરો]