કોઠારી નદી

વિકિપીડિયામાંથી

કોઠારી નદી (અંગ્રેજી: Kothari River) ભારત દેશમાં વહેતી એક નદી છે, જે બનાસ નદીની સહાયક નદીઓ પૈકીની એક છે. આ નદી રાજસ્થાન રાજ્યના રાજસમન્દ જિલ્લામાં દેવગઢ પાસે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળે છે અને આગળ વહેતી રાયપુર, માંડલ, ભિલવાડા અને કોટરી તાલુકાઓમાંથી પસાર થાય છે અને આખરે નંદરાય નજીક બનાસ નદીમાં મળી જાય છે. આ નદી પર બાંધવામાં આવેલ મેજા બંધ ભિલવાડા જિલ્લાને પીવાના પાણીની સવલત પૂરી પાડે છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "कोठारी नदी - भारतकोश, ज्ञान का हिन्दी महासागर". bharatdiscovery.org (હિન્દીમાં). મેળવેલ ૧૭ એપ્રિલ ૨૦૧૭.