લખાણ પર જાઓ

કોર્ન

વિકિપીડિયામાંથી
KoЯn
Korn performing live during the Live on the Other Side tour in Milwaukee
પાર્શ્વ માહિતી
મૂળBakersfield, California, USA
શૈલીNu metal, alternative metal
સક્રિય વર્ષો1993–present
રેકોર્ડ લેબલRoadrunner (2010-present)
EMI/Virgin (2005-2007)
Epic/Immortal (1993-2003)
સંબંધિત કાર્યોJonathan Davis and the SFA, Brian Head Welch, Fieldy's Nightmare, StillWell, Fear and the Nervous System, Sexart, L.A.P.D., Creep
વેબસાઇટwww.korn.com
સભ્યોJonathan Davis
James "Munky" Shaffer
Reginald "Fieldy" Arvizu
Ray Luzier
ભૂતપૂર્વ સભ્યોBrian "Head" Welch
David Silveria

કોર્ન (સત્તાવાર રીતે KoЯn તરીકે ઓળખાય છે[૧]) એ 1993માં કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડમાં રચાયેલું અમેરિકન મેટલ બેન્ડ છે. હાલ આ ગ્રુપના 4 સભ્યો છે, જેમાં જોનાથન ડેવિસ, જેમ્સ “મુન્કી” શેફર, રેગિનાલ્ડ “ફિલ્ડી” આર્વિઝુ અને રે લ્યુઝિયરનો સમાવેશ થાય છે. કોર્ન સાથે રહેલા 3 સભ્યો ધરાવતું બેન્ડ, એલ.એ.પી.ડી.માં જ્યારે ભંગાણ પડ્યું ત્યારે આ બેન્ડની રચના થઇ.

કોર્નની શરૂઆત 1993માં થઇ અને તે જ વર્ષે તેમણે પ્રથમ ડેમો આલ્બમ નેયડેરમેયર્સ માઇન્ડ રિલીઝ કર્યું.[૨] આ આલ્બમમાં કોર્નના બે ભૂતપૂર્વ સભ્યો બ્રાયન “હેડ” વેલ્ચ અને ડેવિડ સિલ્વેરિયાએ કામ કર્યું હતું. તેમનું પ્રથમ આલ્બમ કોર્ન 1994માં રિલીઝ થયું હતું, નેયડેરમેયર્સ માઇન્ડ આલ્બમમાં કામગીરી કરનારા સંગીતકારોએ જ આ આલ્બમમાં પણ કામ કર્યું. એપ્રિલ, 1996માં બેન્ડ દ્વારા લાઇફ ઇઝ પીચી નું રેકોર્ડીંગ શરૂ કરવામાં આવ્યું અને 15, ઓક્ટોબર, 1996ના રોજ આલ્બમ રિલીઝ કરવામાં આવ્યો. ફોલો ધી લિડર (Follow the Leader) આલ્બમ કોર્નનો સૌથી મહત્વનો અને આ આલ્બમથી તેને વધુ ખ્યાતિ પ્રાપ્ત થઇ એવું માનવામાં આવે છે. 1998માં બિલબોર્ડ 200માં ફોલો ધી લિડર(Follow the Leader) અને ત્યારબાદ 1999માં આવેલા ઇસ્યુસ(Issues) આલ્બમ પ્રથમ ક્રમાંક પર હતા.[૩] 11 જુલાઇ, 2002ના રોજ બેન્ડ દ્વારા અનટચેબલ્સ આલ્બમ રિલીઝ કરવામાં આવ્યું અને ત્યાર બાદ 21 નવેમ્બર, 2003ના આલ્બમ ટેક અ લૂક ઇન ધી મિરર (Take a Look in the Mirror) રિલીઝ થયું, બંને બિલબોર્ડ 200ના ટોપ ટેનમાં હતા. તેમનું પ્રથમ મિશ્ર આલ્બમ ગ્રેટેસ્ટ હિટ્સ વોલ્યુમ-1 (Greatest Hits Vol. 1) બિલબોર્ડ 200માં ચોથા ક્રમાંક પર રહ્યું હતું. 6 ડિસેમ્બર, 2005ના રોજ સી યુ ઓન ધી અધર સાઇડ (See You on the Other Side) રિલીઝ થયું અને ત્યારબાદ 2 વર્ષ જેટલા લાંબા સમય બાદ 31 જુલાઇ, 2007નાKorn III: Remember Who You Are દિવસે કોર્નનું નામ વગરનું આલ્બમ રીલિઝ થયું. આગામી આલ્બમ 13 જુલાઇ, 2010ના રિલીઝ થશે.[૪] કોર્ન પાસે હાલ 34 સિંગલ્સ છે જેમાંના 17 ચાર્ટર્ડ છે.[૩][૫][૬] બેન્ડ પાસે 6 વિડીઓ આલ્બમ અને 32 મ્યુઝિક વિડીઓ છે.

આજની તારીખ સુધીમાં યુ.એસ.માં[૭] કોર્નના 160 જેટલા આલ્બમનું વેચાણ થયું છે. તેમને 6 ગ્રેમી નામાંકન પ્રાપ્ત થયા છે. જે બે આલ્બમ ("ફ્રિક ઓન અ લીશ"(Freak on a Leash) અને "હીઅર ટુ સ્ટે"(Here to Stay) માટે પુરસ્કાર પણ જીત્યા છે.[૮]

ઇતિહાસ[ફેરફાર કરો]

રચના, નેયડેરમેયર્સ માઇન્ડ( Neidermeyer's Mind) ડેમો, કોર્ન (1993-1995)[ફેરફાર કરો]

ગાયક રિચાર્ડ મોરિલની ડ્રગ લેવાની આદતના કારણે એલ.એ.પી.ડી.(L.A.P.D) ગ્રુપનું વિભાજન થયું અને કોર્નનો જન્મ થયો. સંગીતકારો રેગીનાલ્ડ આર્વિઝુ, જેમ્સ શેફર અને ડેવિડ સિલ્વેરિયા ઇચ્છતા હતા કે બેન્ડ ચાલુ રહે અને તેમણે ગિટારીસ્ટ બ્રાયન વેલ્ચને સાથે લઇને ક્રિપ નામનું નવું બેન્ડ શરૂ કર્યું.

1993ની શરૂઆતમાં, બેન્ડ સેક્સાર્ટમાં ગાયક જોનાથન ડેવિસને જોયા બાદ તેમણે મળીને ક્રિપમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું. જો કે એ સમયે ડેવિસ આ ગ્રુપમાં જોડાવા ઇચ્છતા ન હતા પરંતુ એક આધ્યાત્મિક ચર્ચા બાદ તેમણે ઓડિશન આપવાનું નક્કી કર્યું અને પછી બેન્ડ સાથે જોડાયા. આ વાત જોનાથન ડેવિસે ડીવીડી હૂ ધેન નાઉ? (Who Then Now?) માં આપેલી એક મુલાકાતમાં કહી હતી. જોનાથનના જોડાયા બાદ તેમણે એક બેન્ડને એક નવું નામ આપવાનું નક્કી કર્યું. થોડા જુદા- જુદા નામ બાદ બેન્ડનું નામ “કોર્ન” રાખવાનું નક્કી કરવામાં આવ્યું. જામ સેશન દરમિયાન જોનાથન દ્વારા આ નામનું સૂચન કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિને આ નામ ગમ્યું હતું. બેન્ડના અન્ય એક સભ્યએ આ બેન્ડનું નામ બાળકો લખે એ રીતે એટલે કે "KoЯn" લખવાનું સૂચન આપ્યું જેમાં "સી(C)" ના સ્થાને "કે(K)" લખવાનું અને છેલ્લે કેપિટલમાં "આર(R)" લખવાનું નક્કી કરવામાં આવ્યું.[૯]

એ જ વર્ષના એપ્રિલ માસમાં, બેન્ડ દ્વારા પ્રોડ્યુસર રોઝ રોબિન્સન સાથે કામગીરી કરવાની શરૂ કરવામાં આવી જેને પરિણામે તેમની પ્રથમ ડેમો ટેપ નેયડેરમેયર્સ માઇન્ડ (Neidermeyer's Mind)ની રજૂઆત કરવામાં આવી. 1990ના દાયકના રોક સીન કે જે પ્રારંભિક રીતે ગ્રન્જ થયો હતો તેના કારણે પ્રથમ વર્ષ દરમિયાન બેન્ડને કામ મળવાના મુશ્કેલી ઉભી થઇ હતી. 1990માં રોક સીનને કારણે પ્રથમ વર્ષે બેન્ડની ઇમેજમાં મુશ્કેલી ઉભી થઇ હતી. રેકોર્ડીંગ માટે ઘણા કરારો જોયા બાદ ઇમ્મોર્ટલ/ ઇપિક રેકોર્ડ્સના પૌલ પોન્ટીયુસ એ એક નાઇટ ક્લબમાં બેન્ડને સાંભળ્યું અને તેઓ ઘણા ખુશ થયા અને તેમણે એ જ સમયે એક કરાર કર્યો.[૧૦] એક પ્રસ્તુતકર્તા અને એક લેબલ સાથે, કોર્ને તેમના સેલ્ફ-ટાઇટલ્ડ ડેબુ આલ્બમ પર કામ કરવાનું શરૂ કર્યુ છે.

મ્યુઝિકની રીતે જોઇએ તો આ આલ્બમમાં હેવી મેટલ, ગ્રુન્જ, હિપ હોપ અને ફન્કનું મિશ્રણ હતું. પરંતુ પછી બેન્ડની કંપોઝીશનમાં રીધમિક પાસાનો પણ ઉમેરો કરવામાં આવ્યો. "બ્લાઇન્ડ" એ આલ્બમનું પ્રથમ સિંગલ હતું, જેને સારા પ્રમાણમાં એરપ્લે અને નામના મળી હતી. 11 ઓક્ટોબર, 1994માં કોર્ન રિલીઝ થયા બાદ રેડિયો કે વિડીઓ સ્ટેશનના કોઇપણ જાતના સાથ વગર પણ બેન્ડને ખૂબ જ સફળતા પ્રાપ્ત થઇ હતી. બેન્ડ ફક્ત તેના જીવંત કાર્યક્રમો પર જ આધારિત હતું, જેણે સમર્પતિ ચાહકો પાછળ વિશાળ કટલાઇકનું સર્જન કર્યુ હતું. બેન્ડને પસંદ કરનારા લોકોની સંખ્યાને કારણે જ કોર્ન ને બિલબોર્ડ 200માં સ્થાન પ્રાપ્ત થયું હતું. [૩]1996માં બેસ્ટ મેટલના પર્ફોમન્સ માટે કોર્નના આલ્બમ “શૂટ્સ એન્ડ લેડર્સ (Shoots and Ladders)”ને પ્રથમ વખત ગ્રેમી એવોર્ડમાં નોમીનેશન પ્રાપ્ત થયું હતું એ સમયે બેન્ડનું સ્થાન બિલબોર્ડ 200માં, 72માં નંબર પર હતું.[૧૧] તેની પ્રથમ સૌથી મોટી ટુરના સમયે કોર્ન મારિલીન માન્સોન સાથે ડાન્ઝીંગ માટે ખૂલ્લું હતું. 1995માં કોર્નના અન્ય બેન્ડ પણ ખોલવામાં આવ્યા જેમાં મેગાડેથ, 311, ફિઅર ફેક્ટરી, ફ્લોટ્સામસ અને જેટ્સામ તથા કેએમએફડીએમ(KMFDM)નો સમાવેશ થાય છે. પ્રથમ ટુરને સફળતા પ્રાપ્ત થયા બાદ બેન્ડ ડેફ્ટટોન સહિત ઓઝી ઓસ્બુર્ને માટે પણ ખોલવામાં આવ્યું. નાના અને થોડા અજાણ એવા ડિમેસ્ટોર હુડ્સ, સુગર રે( એ સમયે) અને લાઇફ ઓફ એગોની જેવા બેન્ડ માટે ખૂલ્યા બાદ કોર્ન ફરી તેના બીજા આલ્બમના રેકોર્ડ માટે સ્ટુડિયોમાં પાછું ફર્યું.

લાઇફ ઇઝ પીચી (1996–1997)[ફેરફાર કરો]

કોર્ને તેના બીજા આલ્બમ માટે પણ ફરીથી રોસ રોબિન્સન સાથે જોડાણ કર્યું. 15 ઓક્ટોબર, 1996ના રોજ લાઇફ ઇઝ પીચી ( Life is Peachy) રિલીઝ થયું. સંગીતની દ્રષ્ટિએ, તે પ્રથમ આલ્બમ જેવું જ હતું, પરંતુ તેના ટ્રેક્સ પર "પોર્નો ક્રિપ" અને "સ્વેલો" જેવા ફન્કનો પ્રભાવ વધારે જોવા મળ્યો હતો. આ આલ્બમમાં 2 કવર છે. ડેવિસ બેગપાઇપ્સ અને વેલ્ચ ઓ વોકલ્સ સાથે વોરલો રાઇડર” અને ડેફ્ટોન્સના ગાયક ચાઇનો મોરેનોના મહેમાન તરીકેના આલ્બમ આઇસ ક્યુબવિકેડ”. નવા આલ્બમને મદદ કરવા માટે કોર્ન મેટાલિકા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. લાઇફ ઇઝ પીચી ( Life is Peachy) રિલીઝ થયાના પ્રથમ સપ્તાહમાં જ 106,000 કોપીનું વેચાણ થયું હતું અને બિલબોર્ડ 200માં 3જા નંબર પર પહોંચ્યું હતું.[૧૨] પ્રથમ સિંગલ “નો પ્લેસ ટુ હાઇડ (No Place to Hide)” અને તેના બેસ્ટ મેટલ પર્ફોમન્સના કારણે તેને ગ્રેમીમાં નામાંકન પણ પ્રાપ્ત થયું હતું.[૧૧]એ.ડી.આઇ.ડી.એ.એસ. (A.D.I.D.A.S.)" એ બીજુ સિંગલ અને એકમાત્ર મ્યુઝિક વિડીઓ હતો, જેણે સારી નામના પ્રાપ્ત કરી હતી. 1997માં લોલાપાલૂઝા મ્યુઝિક ફેસ્ટિવલમાં તેના ટૂલ સાથેના સહ-સંચાલનમાં હિસ્સો લીધા બાદ બેન્ડને વધુ ખ્યાતિ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ. જો કે શેફરને વાઇરલ સોજાને કારણે બીમાર પડતા કોર્ન પર તેનું બિલ ઘટાડવાનું દબાણ સર્જાયુ હતું.[૧૩] એ જ વર્ષે વિસ્તાર વધારવા માટે કોર્ન એ લોસ એન્જલસ સ્થિત ઉત્પાદક સાથે જોડાણ કર્યું અને “કીક ધી પી.એ. (Kick the P.A.)” ટ્રેક માટે ડસ્ટ બ્રધર્સના બે સભ્યો સાથે રિમિક્સ બનાવ્યું. આ ટ્રેક મોશન પિક્ચરના સાઉન્ડ ટ્રેક ધરાવતી ફિલ્મ “સ્પોન ” માટે ઉપયોગમાં લેવામાં આવ્યું.

1997ના અંતમાં કોર્ન દ્વારા તેનું પોતાનું એલિમેન્ટ્રી રેકોર્ડ્સ નામનું રેકોર્ડ લેબલ બનાવવામાં આવ્યું. પ્રથમ બેન્ડ વિડીઓડ્રોન સાઇન કરવામાં આવ્યું,[૧૪] જેના ગાયક ટી ઇલામ હતા જેને જોનાથન ડાવિસને ગાયનના પાઠ શિખવ્યા હતા.[૧૫] જો કે વિડીઓડ્રોન બાદ ઓર્ગી દ્વારા પોતાનું પ્રથમ આલ્બમ લોન્ચ કર્યું જેને એલિમેન્ટ્રીને તેનું પ્રથમ પ્લેટિનમ સર્ટિફિકેટ અપાવ્યું.[૧૬] ઓર્ગીનો ગીટારિસ્ટ રેયાન શક સેક્સાર્ટ બેન્ડમાં ડેવિસ અને ઇલામ સાથે એકલો ગીટાર વગાડવા માટે પ્રખ્યાત હતો. ત્યારબાદના થોડ વર્ષો માટે કોર્ન એ રેપર માર્ઝ અને ડેડસી જેવા અન્ય નાટક પણ સાઇન કર્યા.

ફોલો ધી લિડર , મુખ્ય સફળતા (1998- 1999)[ફેરફાર કરો]

બેન્ડના ત્રીજા આલ્બમની રજુઆત પહેલા, કોર્ને KornTV નામના સાપ્તાહિક ઓનલાઇન ટીવી શોની રચના કરી[૧૭], જેમાં રેકોર્ડનું મેકિંગ અને પોર્ન સ્ટાર, રોન જેરેમી, લિમ્પ બિઝકીટ અને 311 જેવા વિશેષ મહેમાનોને દર્શાવવામાં આવતા હતા. આ પ્રોજેક્ટમાં બેન્ડ પસંદ કરનારા લોકોને ફોન કરીને બેન્ડને સંલગ્ન કોઇપણ પ્રકારનો પ્રશ્ન પૂછવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. કોઇપણ બેન્ડ ઇન્ટરનેટનો આ રીતે ઉપયોગ કરતું એ પ્રથમ વખત જોવા મળ્યું હતું. કોર્ન દ્વારા તેનું 3જું આલ્બમ ફોલો ધી લિડર (Follow the Leader) 18 ઓગસ્ટ, 1998ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્સિદેના આઇસ ક્યુબ, ટ્રી હાર્ડસન, લિમ્પ બિઝકિટના ફ્રેડ ડર્સ્ટ અને “એરેચ માય આઇ(Earache My Eye)” (મેરિન દ્વારા લખાયેલા) આલ્બમના એક છૂપા ટ્રેકમાં ચીચ મેરિન જેવા મહેમાન ગાયકોએ પણ અવાજ આપ્યો હતો.

ફોલો ધી લિડર (Follow the Leader) ને પ્રમોટ કરવા માટે કોર્ન દ્વારા એક રાજકિય કેમ્પેઇન સ્ટાઇલ ટુર પણ જાહેર કરવામાં આવી હતી.[૧૮] આ ટુર ગ્રુપને ફોલો ધી લિડર (Follow the Leader) ને પ્રમોટ કરવા માટે ચાર્ટર્ડ જેટ દ્વારા ઉત્તર અમેરિકામાં લઇ જતી હતી. ટુરના નક્કી કરેલા જગ્યામાં દરેક સ્થળે ગ્રુપ દ્વારા એક “ફેન કોન્ફરન્સ”માં બેન્ડને પસંદ કરનારા લોકો સાથે ચર્ચા કરતા અને તેમના પ્રશ્નોના જવાબ તથા ઓટોગ્રાફ આપતા. જિમ રોઝ સમગ્ર ટુર "કેમ્પેઇન"નું સંચાલન કરતા હતા.

આ આલ્બમ ખૂબ જ સફળ થયો, 268,000 કોપીના વેચાણ સાથે[૧૯] બિલબોર્ડમાં પ્રથમ નંબર પર પહોંચ્યો હતો. “ગોટ ધી લાઇફ ( Got The Life)” અને “ફ્રિક ઓન એ લિશ (Freak on a Lease)” આ બંને તેના ગ્રુપના સિંગલ્સ છે. આ બંને એ કોર્નને મુખ્ય સાંભળનારા સુધી પહોંચવામાં ખૂબ જ મદદ કરી છે અને બંને વિડીઓ એમટીવી ટોટલ રીક્વેસ્ટ લાઇવ ( MTV’s Total Request Live) પર મ્યુઝિક વિડીઓની શરૂઆત કરી હતી. ગોટ ધી લાઇફ ( Got The Life) એ શોનો પ્રથમ “રીટ્રાઇડ (retired)” વિડીઓ હતો, જ્યારે “ફ્રિક ઓન એ લિશ (Freak on a Lease)”ને આ સફળતા એક મહિના પછી પ્રાપ્ત થઇ હતી.[૨૦] ઉપરાંત બિલબોર્ડમાં સિંગલ્સ દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો. “ફ્રિક ઓન એ લિશ (Freak on a Lease)” બિલબોર્ડના મેઇનસ્ટ્રિમ રોક અને મોર્ડન રોક બંનેમાં ટોચના 10માં પહોંચ્યું હતું અને અન્ય અત્યાર સુધીમાં કોર્નના કોઇ સિંગલની સરખામણીએ 27 સપ્તાહ સુધી આ સ્થાન પર રહ્યું હતું.[૨૧]

“ફ્રિક ઓન એ લિશ (Freak on a Lease)”ને બેસ્ટ મ્યુઝિક વિડીઓ શોર્ટ ફોર્મનો ગ્રેમી પુરસ્કાર જીત્યો અને બેસ્ટ હાર્ડ રોક પર્ફોમન્સ માટેનું નામાંકન પ્રાપ્ત થયું હતું.[૨૨] આ ઉપરાંત એમટીવી વિડીઓ મ્યુઝિક પુરસ્કારમાં વિડીઓ ઓફ ધી યર, બેસ્ટ રોક વિડીઓ, બ્રેકથ્રુ વિડીઓ, બેસ્ટ ડિરેક્શન, બેસ્ટ સ્પેશિયલ ઇફેક્ટ, બેસ્ટ આર્ટ ડિરેક્શન, બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ એડિટીંગ અને વ્યુઅર્સ ચોઇસ જેવા 9 અલગ- અલગ વિભાગમાં નામાંકન મળ્યું હતું.[૨૩] જેમાંથી બેસ્ટ રોક વિડીઓ અને બેસ્ટ એડિટીંગમાં પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. ફોલો ધી લિડર (Follow the Leader) એ બેન્ડનું કોમર્શિયલી સૌથી સફળ થયેલું આલ્બમ છે. આરઆઇએએ (RIAA) દ્વારા આ આલ્બમને 5x પ્લેટિનમ દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં તેની લગભગ દસ મિલિયન જેટલી કોપીનું વેચાણ થયું છે.

ફોલો ધી લિડર (Follow the Leader) ના રિલીઝ થયાના વર્ષે જ કોર્ન દ્વારા તેની પોતાની એક વાર્ષિક ટુરનું આયોજન કરવામાં આવ્યું જેનું નામ હતું ફેમિલિ વેલ્યુ ટુર. ઇન્ક્યુબસ, ઓર્ગી, લિમ્પ બિઝકિટ, આઇસ ક્યુબ અને જર્મન ઇન્ડસ્ટ્રિયલ બેન્ડ, રામસ્ટેઇન સાથે કોર્ને ખૂબ જ સફળ ટુરનું સંચાલન કર્યું. આ ટુરની લાઇવ સીડી અને ડિવીડી રિલીઝ કરવામાં આવી હતી, જેને અનુક્રમે ગોલ્ડ અને પ્લેટીનમ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા હતા. 1999માં લિમ્પ બિઝકિટ દ્વારા ટુરનું સંચાલન કરવામાં આવ્યું જેમાં પ્રિમસ, સ્ટેઇન્ડ, ધી ક્રિસ્ટલ મેથોડ, મેથોડ મેન અને રેડમેન તથા ફિલ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોર્ન દ્વારા આ બિલમાં પર્ફોમન્સ આપવામાં આવ્યું ન હતું, પરંતુ કોઇ- કોઇ સ્થળે અચાનક “ઇસ્યુસ ( Issues)” આલ્બમનું “ફોલિંગ અવે ફ્રોમ મી (Falling Away From Me)”નું પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું. આ ટુરે 2000માં વિરામ લીધો હતો.

ઇસ્યુસ (1999–2001)[ફેરફાર કરો]

બેન્ડનું ચોથું આલ્બમ ઇસ્યુસ (Issues) 16 નવેમ્બર, 1999ના રોજ રિલીઝ થયું હતું. જેના પ્રોડ્યુસર બ્રેન્ડન ઓ’બ્રાયન હતા. એમટીવી દ્વારા તેના પસંદકર્તા માટે યોજવામાં આવેલી એક સ્પર્ધાના વિજેતા એવા એલફ્રેડો કાર્લોસ આ આલ્બમના ફિચર કવર ડિઝાઇનર હતા.[૨૪] રિલીઝ થયાના એક જ સપ્તાહમાં ઇસ્યુસ (Issues) એ ઘણા રેકોર્ડ બનાવ્યા. 573,000થી વધુ કોપીના વેચાણ સાથે બિલબોર્ડ 200ના પ્રથમ નંબરે પહોંચ્યું.[૨૫] ડો.ડ્રિનું લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવું આલ્બમ 2001 અને સેલિન ડિયોનનું ખૂબ જ હિટ ગયેલા આલ્બમને પ્રથમ નંબર પરથી હટાવીને ઇસ્યુસ (Issues)એ આ નંબર પ્રાપ્ત કર્યો હતો.

આ આલ્બમના રિલીઝને વધાવવા માટે બેન્ડ દ્વારા ન્યુયોર્કના ઐતિહાસિક એપોલો થીએટરમાં લાઇવ ઓડિયન્સ સામે કાર્યક્રમ કર્યો અને આ કોન્સર્ટનું પ્રસારણ ઘણા રેડિયો સ્ટેશન પર કરવામાં આવ્યું.[૨૬] આ પર્ફોમન્સ દ્વારા ધી એપોલોમાં પર્ફોમન્સ આપનારું પ્રથમ રોક બેન્ડ અને 1950ના અંત ભાગમાં સુપ્રસિદ્ધ બડી હોલી બાદ મોટાભાગના ગોરા વ્યક્તિ ધરાવતું બીજું મ્યુઝિકલ ગ્રુપ બન્યું હતું. આ સ્પેશિયલ ઇવેન્ટમાં એનવાયપીડી (NYPD) માર્ચિંગ ડ્રમ અને રિચાર્ડ ગીબ્સ દ્વારા સંચાલિત બેગપાઇપ બેન્ડએ પણ ફિચર કર્યું હતું ઉપરાંત આલ્બમમાં વધુ સારું મેલોડી પ્રદર્શિત કરવા માટે ડેવિસ દ્વારા વધુ કોરસ માટે બેક-અપ ગાયકોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વર્ષની શરૂઆતમાં, સાઉથ પાર્કના એક હપ્તામાં કોર્ન ગ્રુપ જોવા મળ્યું હતું. જેનું ટાઇટલ હતું. કોર્નનું ગ્રુવી પાઇરેટ ઘોસ્ટ મિસ્ટ્રી (Korn’s Groovy Pirate Ghost Mystery) જેમાં ઇસ્યુસ (Issues) નું સિંગલ “ફોલિંગ અવે ફ્રોમ મી (Falling Away from Me)”નું પ્રિમિયર દર્શાવવામાં આવ્યું હતું.[૨૭] કોર્ને ઇસ્યુસ માંથી “મેક મી બેડ (Make Me Bad)” અને “સમબડી સમવન (Somebody Someone)” નામના બે સિંગલ પર રિલીઝ કર્યા હતા, જે બંને પણ બિલબોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. આ ત્રણેય સિંગલ્સ માટે વિડીઓ ઉતારવામાં આવ્યા હતા, જેમાં લાંબા સમયથી મિત્ર રહેલા ફ્રડ ડર્સ્ટ "ફોલિંગ અવે ફ્રોમ મી"ના ડિરેક્ટર અને માર્ટન વીઝ "મેક મી બેડ" માટે કોન્સેપ્ટ વિડીઓનું દિગ્દર્શન કરી રહ્યા હતા. આ ઉપરાંત "સમબડી સમવન"નો વિડીઓ પણ તૈયાર થઇ રહ્યો હતો, જેમાં સીજીઆઇની અસરોને પણ દર્શાવવામાં આવી હતી. પ્રત્યેક વિડીઓએ ટોટલ રિક્વેસ્ટ લાઇવ માં સ્થાન મેળવ્યું હતું, જેમાંથી બે રિટાર્મેન્ટમાં પણ આવ્યા હતા.[૨૦] કેટલાક ટીકાકારો ઇસ્યુસ ને હિપ-હોપથી ઓછું પ્રભાવિત અને નુ મેટલની સરખામણીએ વૈકલ્પિક મેટલની નજીક હાવોનું માનતા હતા.[૨૮] ફોલો ધી લિડર ની સફળતા બાદ, તેને 3x પ્લેટિનમ સર્ટિફીકેટ આપવામાં આવ્યા હતું.

ઇસ્યુસ (Issues) આલ્બમના રિલીઝ બાદની ટુરમાં કંઇક નવું ઉમેરવા તેના પસંદકારોને ટુરના દરેક શોમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું અને શોના સેટલિસ્ટ માટે મત આપવાનું જણાવ્યું. આ માટે મતદાનની પ્રક્રિયા બેન્ડની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી હતી. પસંદગીકારોને કોર્નના દરેક આલ્બમમાંથી કોઇપણ પાંચ મનગમતા ગીતને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. વોટને ગણવામાં આવ્યા અને જે અલગ સેટલિસ્ટ બને તેને ટુરના દરેક સ્ટોપ પર વગાડવામાં આવતું હતું. આ શોને “સ્પાઇક એન્ડ માઇક સિક એન્ડ ટ્વિસ્ટેડ એનિમેશન ફેસ્ટિવલ ( Spike & Mike Sick & Twisted Animation Festival)” વખતે પણ રજૂ કરવામાં આવ્યો. જેમાં બેન્ડ કોઇ સેટ વગાડે એ પહેલા એક મોટી સ્ક્રીન પર તેના પસંદકારોને દર્શાવવામાં આવતા હતા. આ ટુરનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી થી એપ્રિલ 2000 સુધીનો હતો. ટુરનો બીજો તબક્કો જુલાઇથી શરૂ કરીને ઓગસ્ટમાં પૂરો થતો આ સમયગાળાની વચ્ચે બેન્ડ સમર સેનિટેરિયમમાં પણ ઝંપલાવ્યું હતું.

અનટચેબલ્સ (2002–2003)[ફેરફાર કરો]

એક વર્ષથી વધુનો સમયગાળો અને ખૂબ જ મહેનત તથા લાંબી કંઇક નવું કરવાની પ્રક્રિયા બાદ કોર્ને 11 જૂન, 2002માં તેના પાંચમું આલ્બમ અનટચેબલ્સ (Untouchables) રિલીઝ કર્યું. 434,000 કોપીના વેચાણ સાથે બિલબોર્ડ પર શરૂઆતથી જ બીજા નંબર પર પહોંચ્યું.[૨૯] અનટચેબલ્સ (Untouchables) ને ફક્ત એક જ વખત પ્લેટિનમ સર્ટિફિકેટ મળતા આગલા ચાર આલ્બમની તુલનાએ વેચાણ થોડું નબળું જોવા મળ્યું. આ માટે બેન્ડ દ્વારા ઇન્ટરનેટ પાઇરસીને જવાબદાર ગણાવ્યું કારણકે ઓફિશિયલ આલ્બમના રિલીઝ થયાના 3 માસમાં જ આલ્બમનું અનમાસ્ટર વર્ઝન લીક કરવામાં આવ્યું હતું.[૩૦]

આ આલ્બમનું રિલીઝ ન્યુયોર્કના હેમેરસ્ટેઇન બોલરૂમમાં એક શો દ્વારા લોન્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આલ્બમ રિલીઝના એક દિવસ પહેલા સમગ્ર યુ.એસ. મૂવી થીએટર્સમાં ડિઝિટલ પ્રસારણ કરવામાં આવ્યું હતું.[૩૧] અનટચેબલ્સ (Untouchables) માં પહેલા એક પણ આલ્બમમાં ન હતી એ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ બિટ્સ, સ્ટ્રીંગ્સ અને જુદી-જુદી ગીટારની ઇફેક્ટ્સ ઉમેરવામાં આવી હતી. પહેલાના આલ્બમની તુલનાએ આ આલ્બમનો ભાવ ખૂબ જ અલગ જોવા મળ્યો હતોસ ખાસ તો “અલોન આઇ બ્રેક (Alone I Break)”, “હેટિંગ ( Hating)”, અને “હોલો લાઇફ (Hollow Life)” જેવા ટ્રેક જેનો ગાયક જોનાથન ડેવિસ આજના સમયમાં પણ તેના પસંદગીના કોર્ન ગીતો કહે છે એ પ્રકારના સારા ગીતો જોવા મળ્યા છે.

અનટચેબલ્સ (Untouchables) ના પ્રથમ બે વિડીઓ હ્યુજીસ બ્રધર્સ (મેનેસ-2 સોસાયટી અને ફ્રોમ હેલ થી જાણીતા) એ ડિરેક્ટ કર્યું હતું. પ્રથમ વિડીઓ “હિયર ટુ સે (Here to Stay)”માં બેન્ડ દ્વારા ટીવીની અંદર સ્ટેટેસ્ટિક બેકગ્રાઉન્ડ સાથે વિવાદિત સમાચારો, સ્ટોરી અને વૈશ્વિક ઇસ્યુને દર્શાવ્યા છે. આ ગીતને બેસ્ટ મેટલ પર્ફોમન્સ માટેનો ગ્રેમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો[૧૧] અને બિલબોર્ડ મોર્ડન રોક ચાર્ટ પર સૌથી હાઇએસ્ટ- પિકિંગ સિંગલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી.[૨૧] બીજો વિડીઓ “થોટલેસ (Thoughtless)” એ ડેવિસના બાળપણના ચડાવ- ઉતારને દર્શાવતો ( આ પહેલા તેને વેનિલા કોકની જાહેરાતમાં કામગીરી કરી હતી) જેમાં તે હંમેશા ફેંકાતો અને પડતો દર્શાવ્યો હતો. અનટચેબલ્સ (Untouchables) ત્રીજો વિડીઓ “અલોન આઇ બ્રેક (Alone I Break)” સીન ડેક એ ડિરેક્ટ કર્યો હતો, આ વિડીઓ માટે એમટીવી કોન્ટેસ્ટ દ્વારા ઓનર ઓફ ડિરેક્ટીંગનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ટેક અ લૂક ઇન ધી મિરર, ગ્રેટેસ્ટ હિટ્સ: વોલ્યુમ 1, હેડ્સ ડિપાર્ચર (2003-2005)[ફેરફાર કરો]

તેમના પછીના આલ્બમ પહેલા, 22 જૂલાઇ, 2003ના રોજ કોર્ને તેનું નવું સિંગલ “ડિડ માય ટાઇમ (Did my time)” રિલીઝ કર્યું,[૩૨] આ ગીત એક ફિલ્મના પ્રમોશન માટે ઉપયોગમાં લેવાયું હતું, પરંતુ સાઉન્ડટ્રેકમાં જોવા મળ્યું નહીંLara Croft Tomb Raider: The Cradle of Life . ડિરેક્ટર ડેવ મેયેર્સ દ્વારા બનાવવામાં આવેલા આ વિડીઓમાં એન્જલિના જોલી જોવા મળી હતી. “ડિડ માય ટાઇમ (Did my time)” એ ફરી એક વખત કોર્નને બેસ્ટ મેટલ પર્ફોમન્સ માટેનો ગ્રેમી પુરસ્કારનું નામાંકન અપાવ્યું.[૧૧] ટેક અ લૂક ઇન ધી મિરરે (Take a Look in the Mirror) કોર્નને ફરીથી તેના પાછલા આલ્બમની જેમ જ ખૂબ જ આક્રમક સાઉન્ડની હારમાં લાવી આપ્યું અને “પ્લે મી (Play Me)” ગીત દ્વારા ક્લાસીક રેપ સ્ટાઇલ ફરીથી તાજી થઇ તથા છૂપાયેલા ટ્રેક તરીકે મેટાલિકાનું જીવંત વર્ઝન “વન (One)” એ ફરી પાછી ફોલો ધી લિડર આલ્બમની યાદ અપાવી. આલ્બમ 9 રેટિંગ સુધી પહોંચ્યો અને આરઆઇએએ (RIAA) દ્વારા પ્લેટિનમ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આલ્બમના 4 સિંગલ “ડિડ માય ટાઇમ (Did My Time)”, “રાઇટ નાવ (Right Now)”, “વાય’ઓલ વોન્ટ અ સિંગલ ( Y’All Want A Single)” અને “એવરીથિંગ આઇ હેવ નોન (Everything I’ve known)” બિલબોર્ડ મેઇનસ્ટ્રીમ રોક ટ્રેકના અનુક્રમે 12, 11, 23 અને 30માં નંબર પર રહ્યા હતા.

કોર્ને તેનું સૌથી પ્રખ્યાત હિટ્સ આલ્બમ, ગ્રેટેસ્ટ હિટ્સ વોલ્યુમ. 1 (Greatest Hits Vol.1) 5 ઓક્ટોબર, 2004ના રિલીઝ કર્યું. 129,000 કોપીના વેચાણ સાથે આ આલ્બમે બિલબોર્ડ પર 4થો નંબર પ્રાપ્ત કર્યો હતો.[૩૩] જેમાં 2 ફિચર ગીત સિંગલ્સ હતા જ્યારે અન્ય છેલ્લા 10 વર્ષમાં બેન્ડ દ્વારા એકત્ર કરવામાં આવેલા અન્ય હિટ ગીત હતા. પ્રથમ સિંગલ “વર્ડ અપ! (Word Up !)” ગીતનું કવર હતું. જે હકિકતમાં કેમીઓ ગ્રુપનું ખૂબ જ પ્રખ્યાત ગીત હતું. જ્યારે બીજું સિંગલ પીંક ફ્લોય્ડનુંઅનધર બ્રીક ઇન ધી વોલ (Another Brick in the Wall)”ના ત્રણ ભાગનું મેડલી હતું. આ ઉપરાંત કોર્નનું સિંગલ “ફ્રિક ઓન અ લીસ (Freak on a Lease)”નું રીમિક્સ ગીત પણ આ આલ્બમમાં બોનસ ટ્રેક તરીકે સમાવવામાં આવ્યું હતું. આલ્બમની વિશેષ આવૃત્તિમાં કોર્ન: લાઇવ એટ સીબીજીબી ( Korn: Live at CBGB) નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં 24, નવેમ્બર, 2003માં સીબીજીબી (CBGB) ખાતે કરવામાં આવેલા એક શોના 7 ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ન દ્વારા હવે સી યુ ઓન ધી અધર સાઇડ (See You On The Other Side) પર કામગીરી શરૂ કરવામાં આવી, બ્રિયન “હેડ” વેલ્ચ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે તેણે પોતાને બચાવનાર તરીકે જિસસ ક્રાઇસ્ટને પસંદ કર્યા છે અને સંગીતનો આ વ્યવસાય અંત[૩૪] સુધી તેમને અર્પણ કરશે અને તેને કોર્ન છોડી દીધું. પ્રારંભના સમયે એવી અફવા હતી કે આ એક પ્રકારની મજાક કે ખોટો જોક છે, પરંતુ આ વાત ખોટી નિકળી અને તે ખૂબ જ આધ્યાત્મિક બની ગયો, જોર્ડન નદીમાં ખ્રિસ્તી બનવાની પ્રક્રિયા બાદ તેની આસ્થા અંગે ખૂલી ચર્ચા કરતો હતો. બેન્ડના ઇતિહાસમાં આ પ્રથમ વખત સત્તાવાર લાઇન-અપ ફેરફાર જોવા મળ્યો હતો.

સી યુ ઓન ધી અધર સાઇડ , ઇએમઆઇ/વર્જિન, રિર્ટન ઓફ ફેમિલિ વેલ્યુસ ટુર (2005-2006)[ફેરફાર કરો]

સોની સાથે તેની રેકોર્ડનો કરાર પૂરો કર્યા બાદ કોર્ન ઇએમઆઇ (EMI)નું ભાગીદાર બન્યું અને વર્જિન રેકોર્ડ સાથે કરાર કર્યા. આ ખૂબ જ આકર્ષક કરાર અનુસાર, વર્જિને કોર્નને તેના આગામી બે સ્ટુડિયો આલ્બમના ટુર અને વેચાણના નફામાં ભાગીદારી આપવાના કરારો સાથે 250 લાખ ડોલરની ચૂકવણી કરી. વર્જિનને બેન્ડની પરવાનગી, ટિકીટના વેચાણ અને અન્ય આવકનો 30 ટકા હિસ્સો પણ પ્રાપ્ત થયો.

વર્જિન માટેનો બેન્ડનો પ્રથમ આલ્બમ સી યુ ઓન ધી અધર સાઇડ 6 ડિસેમ્બર, 2005ના રિલીઝ થયો અને અંદાજીત 221,000 કોપીના વેચાણ સાથે બિલબોર્ડ 200માં 3જા સ્થાને પહોંચ્યો હતો.[૩૫] બિલબોર્ડના ટોચના 100 નંબરમાં આ આલ્બમ સતત 34 સપ્તાહ રહ્યો હતો. આ આલ્બમનું પ્રથમ સિંગલ “ટ્વીસ્ટેડ ટ્રાન્ઝિસ્ટર (Twisted Transistor)” હતું, જે કોમેડી વિડીઓ ડિરેક્ટર ડેવ મેરેર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું, આ આલ્બમમાં એક્ઝીબિટ, લિલ’જોન, સ્નૂપ ડોગ અને ડેવિડ બેનર જેવા રેપ સ્ટાર્સ દ્વારા કોર્નને રજૂ કરવામાં આવ્યું હતું. બિલબોર્ડના મેઇન સ્ટ્રીમ રોક ટ્રેકમાં આ સિંગલ સીધું 3જા સ્થાને પહોંચ્યું હતું અને મોડર્ન રોકમાં 9માં સ્થાને કોર્નની આ અત્યાર સુધીની સૌથી ઝડપી એન્ટ્રી હતી.[૨૧] લિટલ એક્સ અત્યાર સુધી હીપ-હોપ અને આરએન્ડબી (R&B) વિડીઓ જ બનાવતા હતા તેમણે કોર્નનો બીજું સિંગલ “કમિંગ અનડન (Coming Undone)”નો વિડીઓ ડિરેક્ટ કર્યો હતો. સી યુ ઓન ધી અધર સાઇડ (See You On the Other Side) ને પ્લેટિનમ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું હતું તથા સમગ્ર વિશ્વમાં તેની 20 લાખથી વધુ કોપીનું વેચાણ થયું હતું.

કોર્ન દ્વારા હોલીવૂડ ફોરેવર સેમિટ્રી ખાતે 13 જાન્યુઆરી, 2006ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં તેને સી યુ ઓન ધી અધર સાઇડ (See You On the Other Side) ટુરની જાહેરાત કરી.[૩૬] 10 યર્સ અને મુડવાયને દ્વારા તેના ટ્રીક માટે સમગ્ર તારીખો ફાળવવામાં આવી, જેને કારણે તેઓ તેના બેકર્સફિલ્ડના શહેરમાં આવ્યા ત્યારે મેયર હાર્વે હોલ દ્વારા 26 ફેબ્રુઆરીને જાહેર રીતે “કોર્ન ડે” જાહેર કરવામાં આવ્યો.[૩૭] 18 એપ્રિલ, 2006ના રોજ ફરીથી ફેમિલિ વેલ્યુ ટુરની જાહેરાત કરવામાં આવી, જેમાં મુખ્ય આકર્ષણ તરીકે ડિફ્ટોન્સ, સ્ટોન સૌર, ફ્લાયલિફ અને જાપાનીઝ મેટલ ગ્રુપ, ડિર ઇન ગ્રેનો મુખ્ય સ્ટેજમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.[૩૮] 2007માં કોર્ન સાથે ઇવાન્સેન્સન્સ દ્વારા સંયુક્ત રીતે સંચાલન કરવામાં આવ્યું હતું. ઉપરાંત એટ્રેયુ, 2006 એલ્યુમનિ ફ્લાયલિફ હેલયેહ અને ટ્રીવિયમ રાઉન્ડીંગ પણ મુખ્ય સ્ટેજ પર હતા.[૩૯]

સી યુ ઓન ધી અધર સાઇડ ના યુરોપમાં પ્રમોશન સમયે જોનાથન ડેવિસને આઇડિયોપેથિક ફ્રોમ્બોસિટોપેનિક પુરપ્યુરા નામની લોહીની બીમારીને કારણે સપ્તાહના અંતના દિવસોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને નવા ડાઉનલોડ ફેસ્ટિવલમાં પર્ફોમન્સ આપવા માટે મનાઇ ફરમાવવામાં આવી.[૪૦] જો કે બેન્ડ એ સ્લિપનોટ/ સ્ટોન સૌર દ્વારા પ્રસિદ્ધ ગાયક કોરી ટેયલર, સ્કીનડ્રેડના બેન્જિ વેબ્બે અને એવેન્જ્ડ સેવનફોલ્ડના એમ. શેડોસ જેવા મહેમાન ગાયકો સાથે પર્ફોમન્સ આપ્યું. તેને પગલે હેલફેસ્ટ સમર ઓપન એર સહિતની 2006ની યુરોપિયન બિલની[૪૧] બાકીની બધી જ ટુર રદ કરવામાં આવી. લોકોને ગાયકને શું બિમારી છે તેની જાણ કરવામાં આવી ન હતી પરંતુ અંતે ગાયકે તેના પસંદ કરનારા લોકોને તેની બિમારી વિશે જાણકારી આપી અને "જો યોગ્ય સારવાર ના કરાવે તો હેમરેજથી મૃત્યુ થવાનું જોખમ અને શક્યતા છે તેવી માહિતી આપી".[૪૨] જો કે તેની બિમારીની અસર 2006ની ફેમિલી વેલ્યુસ ટુર પર ના થઇ.

અનટાઇટલ્ડ આલ્બમ, એમટીવી અનપ્લગ્ડ, ડેવિડ સિલ્વેરિયાનું અલગ થવું (2006-2008)[ફેરફાર કરો]

ડિસેમ્બરની શરૂઆતમાં એવું જાહેર કરવામાં આવ્યું કે ડેવિડ સિલ્વેરિયા નામનો ડ્રમર બેન્ડમાંથી અનિશ્ચિત "વિદાય" લઇ રહ્યો છે. ત્યારબાદ કોર્ન એમટીવી અનપ્લગ્ડ સિરીઝ માટે 9, ડિસેમ્બર, 2006ના રોજ ટાઇમ્સ સ્ક્વેર ખાતે આવેલા એમટીવી સ્ટુડિયોમાં કાર્યક્રમ રજૂ કરવાનું હતું. જે 23, ફેબ્રુઆરી, 2007ના સમગ્ર એમટીવી. કોમ પર પ્રસારિત થવાનો હતો અને 2, માર્ચ, 2007ના રોજ સમગ્ર ઉત્તર અમેરિકન, દક્ષિણ અમેરિકન, યુરોપિયન અને એશિયન એમટીવી સ્ટેશન પર પ્રસારિત થવાનો હતો. લગભગ 50 લોકોની ભીડ સામે કોર્ન તેના મહેમાન કલાકાર ધી ક્યોર અને ઇવેન્સિન્સના એમી લી સાથે 14 ગીતોનું એકોસ્ટિકની રજૂઆત કરી. પરંતુ પર્ફોમન્સને ઘટાડીને આલ્બમ માટે 11 ગીત કરવામાં આવ્યા જેમાંથી 2 ગીત એમટીવી પર પ્રસારિત થયા નહીં. આલ્બમનું વેચાણ લગભગ 51,000 જ થયુંMTV Unplugged: Korn અને પ્રથમ સપ્તાહમાં આલ્બમ 9માં નંબર પર પહોંચ્યું.[૪૩]

કોર્નનું નામ વગરનું (Untitled) આઠમું આલ્બમ 13 જુલાઇ, 2007ના રોજ રિલીઝ થયું, પ્રથમ સપ્તાહમાં જ 123,000 કોપીના વેચાણ સાથે 2જા નંબર પર જોવા મળ્યું.[૪૪] 500,000 કોપીના વધારાના નિકાસ વેચાણ માટે આલ્બમને ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું.[સંદર્ભ આપો]તેનાથી કોર્નના વર્જિન સાથેના સોદાનો અંત આવ્યો અને તેમાં કિબોર્ડીસ્ટ ઝેક બેયર્ડની રજુઆત કરાતા ગીતોને વધુ ઉંડા અને વાતાવરણીય અવાજની ભેટ મળી.[૪૫] ડેવિડ સિલ્વેરિયનની ગેરહાજરીને કારણે ડ્રમની જવાબદારી ટેરી બોઝિયો અને બેડ રિલિજિયન્સ બ્રુક્સ વોકરમેન પર આવી.[૪૬] જ્યાં સુધી એક નિશ્ચિત ડ્રમર તરીકે આવીને રે લુયઝિયરે જવાબદારી સ્વિકારી અને ડેવિસ બેન્ડમાંથી નિકળી ગયા ત્યાં સુધી સ્લિપનોટના ડ્રમ કલાકાર જોય જોર્ડિસન દ્વારા કોર્નના લાઇવ શોમાં ડ્રમ વગાડવામાં આવ્યા. આલ્બમને વધુ સપોર્ટ કરવા માટે “ઇવોલ્યુશન (Evolution)” અને “હોલ્ડ ઓન (Hold On)”ને સિંગલ્સ તરીકે રજૂ કરવામાં આવ્યા. જેના બિલબોર્ડના મેઇનસ્ટ્રીમ રોક ટ્રેક્સ પર નંબર અનુક્રમે 4 અને 9 પ્રાપ્ત થયા.[૨૧] ત્રીજું સિંગલ “કિસ (Kiss)” એપ્રિલ, 2008માં ખૂબ જ મર્યાદિત જાહેર થયું[૪૭] અને રિલીઝના એક માસમાં જ રેડિયો સ્ટેશન દ્વારા પાછું ખેંચવામાં આવ્યું.

કોર્ન 3: રિમેમ્બર હૂ યુ આર, રોડ રનર, અને તાજેતરના કાર્યક્રમો (2008થી)[ફેરફાર કરો]

યુબીસોફ્ટ દ્વારા ઓક્ટોબર માસમાં જણાવ્યા અનુસાર, “કોર્ન એ યુબીસોફ્ટની વિડીઓ ગેમ “હેઝ (Haze)”થી પ્રેરણા લઇને એક નવું ગીત લખ્યું અને રેકોર્ડ કર્યું છે, જેનું નામ “હેઝ (Haze)” છે,[૪૮] જે 22, એપ્રિલ, 2008ના રિલીઝ થશે. વિડીઓ ગેમ ઉદ્યોગમાં પ્રથમ વખત “હેઝ (Haze)” ફક્ત વિડીઓગેમ તરીકે ડાઉનલોડ નહીં થાય પરંતુ મ્યુઝિક વિડીઓ અને સંપૂર્ણ સિંગલ તરીકે રિલીઝ અને પ્રમોટ થશે.

કોર્ન એ એક નવી ડિવીડી પણ રિલીઝ કરી છે, Korn: Live in Montreux 2004 જેમાં 12 માર્ચ, 2008ના રોજ તેના ભૂતપૂર્વ ગીટારિસ્ટ બ્રાયન વેલ્ચનું એક પર્ફોમન્સ છે. ઉપરાંત બીજું “પ્લેલિસ્ટ: ધી વેરી બેસ્ટ કોર્ન (Playlist: The Very Best of Korn) ” ટાઇટલ ધરાવતું ગ્રેટેસ્ટ હિટ્સ આલ્બમ પણ 29 એપ્રિલ, 2008ના રોજ રિલીઝ થયું હતું. 12, ફેબ્રુઆરી, 2009ના રોજ કોર્ન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે તેઓ વિસ્કોન્સીનના કેડોટ ખાતે રોક ફિસ્ટમાં ભાગ લેશે. સાથોસાથ ઓહિયોના કોલંબસમાં 3જી એન્યુઅલ રોક ઓન ધી રેન્જ પણ હિસ્સો લેશે. ત્યારબાદ તેમણે યુ.કે.ના ડાઉનલોડ ફેસ્ટિવલમાં પણ હિસ્સો લેવાનું નિશ્ચિત કર્યું. ઉપરાંત ફેઇથ નો મોરનું સહ-સંચાલન કરવાનું તથા જર્મન ફેસ્ટીવલ રોક એમ રીંગ અને રોક ઇમ પાર્કમાં પણ હિસ્સો લેવાનું નક્કી કર્યું. 2009માં કોર્ન (જોનાથન ડેવિસ ડ્રમર તરીકે, બાસ પર ફિલ્ડી અને ગીટાર પર મુન્કી) લિલ વેનેના મ્યુઝિક વિડીઓ “પ્રોમ ક્વીન (Prom Queen)માં જોવા મળ્યા હતું. તેમણે એ પણ જાહેર કર્યું હતું કે રે લ્યુઝિયર હવેથી કોર્નનો પૂરા સમયનો સભ્ય છે અને નવા આલ્બમ માટે તે ગીત પણ લખી રહ્યો છે.[૪૯]

તાજેતરમાં એક મુલાકાતમાં રોસ રોબિનસને જણાવ્યું હતું કે, આ તેનો ત્રીજો કોર્ન આલ્બમ છે અને આ આલ્બમ લોકો માટે એટલો યાદગાર બની રહેશે કે લોકો તેને મેળવવા ખૂબ જ ઉત્સાહિત થશે અને મરવા પણ તૈયાર થશે. “શું કોર્ન તેના મૂળ સુધી પહોંચી શકશે?” એવા પ્રશ્નના ઉત્તરમાં રોબિનસને જણાવ્યું હતું કે, શું મૂળ? તેમની પાસે બેકર્સફિલ્ડ છે અને મારી પાસે બાર્સટો છે – અમે ત્યાં પાછા જવા નથી ઇચ્છતા. જો મૂળ તોડવા માટે હોય છે અને લોકો તેની ઉંઘમાં ચાલવાની આદત છોડીને ઉઠીને ચાલવા માંગે છે તો હા."[સંદર્ભ આપો]રોસે એમ પણ જણાવ્યું કે, જો કોઇ બેન્ડ તેની સાથે કોઇપણ પ્રકારના લખાણ વગરના કરાર કરવા તૈયાર થયું હોય તો એ કોર્ન છે. હજી પણ કોર્ન સાથેના તેના કરાર લખાણ વગરના છે.[સંદર્ભ આપો]રોસ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે મુન્કી અને ફિલ્ડી અત્યારે પણ સ્ટુડિયોમાં તેના નવા આલ્બમના લેખિત મટિરિયલ સાથે છે.

મે માસ દરમિયાન એક યુટ્યુબ વિડીઓમાં ફિલ્ડીએ તેના “ચી સોન્ગ (Chi Song)” પ્રોજેક્ટ વિશે જણાવ્યું હતું, 2008ના અંતમાં એક કાર અકસ્માતમાં ચી ચેન્ગને માથામાં ઇજા થતા કોમામાં સરી પડ્યો હતો. તેના માટે નાણા એકઠા કરવા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ડિફ્ટોન્સ બેઝિસ્ટ “ચી સોન્ગ (Chi Song)” રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્ડીના જણાવ્યા અનુસાર, સ્લિપનોટના ગીટારીસ્ટ જિમ રૂટ, સેવનડસ્ટના ક્લિન્ટ લોવરી, મશિન હેડના ડ્રમર ડેવ મેક્લીન અને કોર્નના ભૂતપૂર્વ ગીટારીસ્ટ બ્રાયન “હેડ” વેલ્ચ જેવા અનેક સંગીતકારો દ્વારા આ ગીતમાં સંગીત આપવામાં આવ્યું છે. 2005માં અલગ થયા બાદ હેડ એ પ્રથમ વખત તેના જૂના બેન્ડમેટ્સ સાથે કોઇ સંગીત આપ્યું છે. જોનાથને તાજેતરમાં જણાવ્યું હતું કે, “2009ના અંત સુધીમા જ્યારે “એસ્કેપ ફ્રોમ ધી સ્ટુડિયો ટુર (Escape From the Studio Tour)” પૂરી થાય ત્યારબાદ તે સ્ટુડિયોમાં જઇને કોર્નના સભ્યો ફિલ્ડી, મુન્કી અને રે દ્વારા લખવામાં આવેલા ગીતો સાથે રેકોર્ડીંગમાં અને નવા ગીતો લખવા માટે પણ તૈયાર છે. તેના ગયા બાદ બેન્ડના ગીતમાં ઘણા સુધારા થયા છે પહેલા લખ્યા બાદ રોસ તેને ચકાસે અને ત્યારબાદ આલ્બમ બનવાની શરૂઆત થાય નજીકનું આલ્બમ 2010ની શરૂઆતમાં રિલીઝ થવાની શક્યતા છે. 2010માં તેના આલ્બમના રિલીઝ માટે કોર્ન એ તેની વેબસાઇટ પર એક ટીઝરનો ઉપયોગ કર્યો હતો.

20 જાન્યુઆરી, 2010ના રોજ માયહેમ ફેસ્ટિવલની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું કે, 2010 માયહેમ ફેસ્ટિવલનું સંચાલન કોર્ન દ્વારા કરવામાં આવશે. જેમાં રોબ ઝોમ્બી, લેમ્બ ઓફ ગોડ અને ફાઇવ ફિંગર ડેથ પંચનો સમાવેશ કરવામાં આવશે. આમ છતાં, આ જાહેરાત બાદ રોકસ્ટાર માયહેમના યુટ્યુબ ચેનલ દ્વારા નવા આલ્બમનું એક વિડીઓ ગીત રિલીઝ કરવામાં આવ્યું જેનું નામ હતું “માય ટાઇમ (My Time)”. જો કે એક કલાકથી પણ ઓછા સમયમાં આ આલ્બમને અચાનક દૂર કરવામાં આવ્યો, જુદી-જુદી કોર્ન ફેનસાઇટ કે સોશિયલ વેબસાઇટ પર આ ખૂબ જ ઝડપથી ફેલાય અને બહાર પડે એ પહેલા અટકાવવા માટેની આ માટેની કામગીરી કોર્ન રજૂઆતકર્તા દ્વારા કરવામાં આવી છે. રોસ રોબિન્સન દ્વારા તેના ટ્વિટર પર મુકવામાં આવ્યું હતુ કે બહાર પડેલો આ ડેટા “રફ મિક્સ” હતું, જેમાં ગીટારનો હિસ્સો અને વોકલ ફિક્સ હતું. એક એવી અફવા ફેલાવાની શરૂઆત થઇ કે આલ્બમમાંથી આ ગીત દૂર કરાશે. જ્યારે ટ્વિટર દ્વારા આ અફવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રોબિનસને જણાવ્યું કે એ આલ્બમમાં જ રહેશે.

15 માર્ચ, 2010ના રોજ બોલરૂમ બ્લિટ્ઝ ટૂરની જાહેરાત કરવામાં આવી અને નવા આલ્બમનું ટાઇટલ પણ જાહેર કરવામાં આવશેKorn III: Remember Who You Are .[૫૦]

23, માર્ચ, 2010ના રોજ લ્યુઝિયર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કોર્ન એ રોડરનરના રેકોર્ડ્સ સાથે કરાર કર્યા.

25 એપ્રિલ, 2010ના રોજ કોર્નએ તેના નવા આલ્બમનું ટ્રેક લિસ્ટ જાહેર કર્યું.

4, મે, 2010ના રોજ રોડરનરનું રેકોર્ડ નવા સિંગલ ટાઇટલ “ઓઇલડેલે (Oildale)” (લીવ મી અલોન (Leave Me Alone) રિલીઝ કરવામાં આવ્યું.

14, મે 2010ના રોજ સમગ્ર દેશમાં રેડિયો સ્ટેશન દ્વારા નમૂનારૂપ ચાર નવા ટ્રેક રિલીઝ કરવામાં આવ્યા. આ ટ્રેકમાં પોપ અ પીલ (Pop a Pill), લેટ ધી ગિલ્ટ ગો (Let the Guilt Go), ધી પાસ્ટ (The Past) અને ફિઅર ઇઝ એ પ્લેસ ટુ લીવ ( Fear is a Place to Live)નો સમાવેશ થાય છે.

27, મે, 2010ના રોજ કોર્ન એ બીબીસી એરવેવ્ઝ પર “આર યુ રેડી ટુ લીવ (Are You Ready to Live)નું સ્ટુડિયો વર્ઝન રિલીઝ કર્યું.

31, મે, 2010ના રોજ કોર્ન એ તેનું મ્યુઝિક વિડીઓ “ઓઇલડેલે (Oildale) (લીવ મી અલોન)(Leave Me Alone) રિલીઝ કર્યું.

બેન્ડના જૂના સભ્યો સાથેના વિવાદ[ફેરફાર કરો]

2009ના સપ્ટેમ્બર દરમિયાન કોર્નના ગીટારિસ્ટ મુન્કીએ એલ્ટિટ્યુડ ટીવીમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વેલ્ચના સાજા થઇ ગયા બાદ બેન્ડમાં ફરીથી જોડાવા માટેની તેની વિનંતીને બેન્ડ દ્વારા નકારવામાં આવી હતી. એક મુલાકાતમાં મુન્કીએ જણાવ્યું:

"બ્રાયને (‘હેડ’ વેલ્ચ) તાજેતરમાં જ અમારો સંપર્ક કર્યો હતો અને તે બેન્ડમાં ફરી જોડાવા માગતો હતો. અને તે અમારા માટે... યોગ્ય સમય ન હતો. અમે અત્યાર સારૂ કરી રહ્યાં છીએ. અને તેમ કરવા માગીએ છીએ... આ એવો કિસ્સો છે કે તમે તમારી પત્નીને છુટાછેડા આપો છો અને તે જિંદગીમાં આગળ વધીને કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરે છે અને તમે પાછા જઇને કહો છે, 'તું હજુ પણ સુંદર છે.' પ્રિયે, આપણે ફરીથી સાથે રહી શકીએ?' 'એક મિનીટ થોભો... બધી જ વસ્તુની વહેંચણી થઇ ગઇ છે, અને તે પ્રમાણે...' મને નથી લાગતુ કે અત્યાર તેમ થશે. હાલમાં તેમ નહીં થાય."[૫૧]


થોડા સમય બાદ, માયસ્પેસ દ્વારા વોલ્ચે આરોપોનો અસ્વીકાર કરતા આ જાહેરાતની સામે જવાબ આપ્યો કે:

“મેં તાજેતરમાં જ મુન્કીનો ઇન્ટરવ્યું જોયો તેણે જણાવ્યું હતું કે મે બેન્ડમાં ફરી જોડાવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. હકિકતમાં આ સંપૂર્ણ અને સ્પષ્ટ ચિત્ર નથી. પરંતુ હકિકત એવી છે કે લગભગ 1 વર્ષ પહેલા જ્યારે જોનાથન દ્વારા કોર્નમાં પાછા ફરવાની જાહેરમાં જાહેરાત કરવામાં આવી ત્યારે કોર્નના મેનેજર દ્વારા મારા મેનેજરને હું ફરી કોર્નમાં જોડાવ એ માટે કામગીરી સોપવામાં આવી હતી. શરૂઆત કોર્નના મેનેજર દ્વારા કરવામાં આવી હતી, મારા મેનેજર દ્વારા નહીં. મેં આ પ્રસ્તાવ માટે મારા દરવાજા બંધ કર્યા છે, છેલ્લા ઘણા સમયથી તો મારા મેનેજર દ્વારા પણ પ્રસ્તાવ નકારવામાં આવ્યો છે.

આમ છતાં, ફિલ્ડીએ ખાનગી રીતે મને કોર્નની છેલ્લી યુરોપ ટુર વખતે કોલ કર્યો હતો પરંતુ ત્યારે અમે લાંબા સમય માટે મિત્રોની જેમ વાત કરી હતી. તેને પણ મને કહ્યું હતું કે જો હું ફરી ક્યારેય પણ કોર્નમાં જોડાવાનું વિચારું તો કોર્નમાં એક સોલો આર્ટિસ્ટ તરીકે કોર્નના દરવાજા હંમેશા મારા માટે ખૂલ્લા રહેશે. ફિલ્ડી અત્યારે સૌથી શાંત છે અને મારી જેમ જ ખ્રિસ્તી છે, તો મારા મિત્ર તરીકે ફિલ્ડીને મળવું સારો વિચાર છે, જેથી હું પણ જાણી શકું કે આ બધુ શા માટે થઇ રહ્યું છે. ફિલ્ડી સાથે ફરીથી જોડાઇને મને ઘણું સારું લાગ્યું છે. મારા જૂના મિત્રને મળવા હું તેના ઘરે ગયો હતો. કોર્ન વિશેના ચર્ચા ગૌણ બાબત છે, પરંતુ હા અમે ચર્ચા કરી હતી. ફિલ્ડી એવું વિચારે છે કે જોનાથન, મુન્કિ અને મારે મિત્રોની જેમ મળવું જોઇએ; જોડાવું જોઇએ; અને શક્યતાઓ વિષે પણ ચર્ચા કરવી જોઇએ. જોનાથન અને મુન્કી બંને એ મુલાકાત માટે રાજી થયા નહીં. ફિલ્ડી સાથેની મુલાકાતમાં હું ઘણું શિખ્યો. હું મારા મિત્રોને પ્રેમ અને યાદ કરતા શિખ્યો પરંતુ એ વાત નક્કી છે કે સંગીત/વ્યાવસાયિક રીતે ફરીથી જોડાવું એ અલગ વાત છે.

અંતે બધાનું વિભાજન થઇ ગયું છે તેવુ મુન્કિનું નિવેદન પણ સાચું નથી. વાસ્તવિકતામાં, જાન્યુઆરી- 2005માં જ્યારે મે છોડ્યું ત્યારે અને ત્યાર બાદના 4 વર્ષથી મે કોર્ન સાથે કરેલા રેકોર્ડની રોયલ્ટી ચૂકવવામાં પણ કોર્ન પાછું પડ્યું છે. પરંતુ, તે જાણી જોઇને કરવામાં આવ્યું તેમ હું માનતો નથી. અમે ધૈર્ય રાખવા માગીએ છીએ અને નાણાકીય મુદ્દાના નિરાકરણ માટે તેમના સંચાલનમંડળ સાથે કાર્ય કરી રહ્યા છીએ કે જેથી "અમે બહુ સમય પહેલા અમારા કરારમાં નક્કી કર્યા પ્રમાણે વિભાજન કરી શકીએ." અમે મિત્રો તરીકે તેનો અંત લાવીશું તેવો મને વિશ્વાસ છે.

મારા મિત્રો ફિલ્ડી, જોનાથન અને મુન્કી માટે અને કોર્ન માટે પણ સારું જ ઇચ્છવાનું ચાલુ રાખીશ." [૫૨] જૂના એક આલ્બમના સંદર્ભે એક સપ્તાહ પછી પલ્સઓફધીરેડિયો સાથેની એક મુલાકાતમાં જોનાથને જણાવ્યું હતું કે:

"હું તમારી સામે ઉંધો વળી જઇશે: બધુ જ લખાણ ફિલ્ડી અને મુન્કી દ્વારા કરવામાં આવ્યું હતું. તે હકીકતમાં તેના દ્વારા લખવામાં આવ્યું નથી. કારણકે તેઓ ડ્રગ્સ અને તેના અન્ય પ્રશ્નોમાં ખોવાયેલા હતા. આથી કોર્નની મુખ્ય વસ્તુ ત્યા હતી. ડેવિડ બીટ લખવા માટે ત્યાં હતો પરંતુ હકીકતમાં તે ત્યાં ન હતો. રેને જ્યારે ડ્રમર તરીકે રાખવામાં આવ્યો ત્યારે તેને ડ્રમ વગાવડવું ગમતું હતું અને તે ડેવિડ જેવું જ વગાડતો હતો. તેની જગ્યાએ કામ કરી શકે તેને શોધીને અમે ખૂબ ઉત્સાહિત હતા. મને લાગે છે કે અમને જે 3 મળ્યા એ કોર્નના મહત્ત્વના અંગ હતા."[૫૩]

ડિસ્કોગ્રાફી[ફેરફાર કરો]

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

ઢાંચો:Infobox Musician Awards કોર્ને વિશ્વભરમાં 35 મિલિયનથી વધારે આલ્બમ્સનું વેચાણ કર્યુ હતું,[૫૪] જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં 17 મિલિયનનો સમાવેશ થાય છે.[૫૫]ગ્રેમી નામાંકનમાંથી ગ્રુપને 2 પુરસ્કાર મળ્યા છે જેમાં એક "ફ્રિક ઓન અ લિશ" ગીત માટે "બેસ્ટ શોર્ટ ફોર્મ મ્યુઝિક વિડીઓ" અને બીજું "હિઅર ટુ સ્ટે" ગીત માટે બેસ્ટ મેટલ પર્ફોમન્સનો મળ્યો છે.[૫૬] એમટીવી વિડીઓ મ્યુઝિક પુરસ્કારોમાં પણ 10 નામાંકનમાંથી 2 પુરસ્કાર પ્રાપ્ત થયા છે. જેમાં "બેસ્ટ રોક વિડીઓ" અને "બેસ્ટ એડિટીંગ" પુરસ્કાર બંને પુરસ્કાર તેના ગીત "ફ્રિક ઓન અ લીશ" માટે પ્રાપ્ત થયા છે.

બેન્ડના સભ્યો[ફેરફાર કરો]

કોર્ન તેના અસ્તિત્વ દરમિયાન પાંચ સભ્યોનું સ્થિર બેન્ડ હતું. હેડના ગયા બાદ કોર્ન દ્વારા તેના લાઇવ પર્ફોમન્સ માટે એ એક બેકઅપ બેન્ડ લીધું હતું. બેકઅપ બેન્ડ ફક્ત કોર્નના લાઇવ શોમાં જ સંગીત વગાડતું હતું, બેકઅપનો એક સભ્ય કોર્નનો સત્તાવાર સભ્ય માનવામાં આવે છે. 2005ના મોટા ભાગના સમય દરમિયાન “સી યુ ઓન ધી અધર સાઇડ”માં પ્રાણીઓના માસ્ક, આર્ટવર્ક અને કાળા યુનિફોર્મમાં આ જોવા મળ્યા છે જે બેન્ડને તેમનાથી અલગ કરે છે. સમગ્ર 2007 દરમિયાન આ સભ્યોએ માસ્ક વગર પર્ફોમન્સ આપવાનું શરૂ કર્યું, પરંતુ કોઇકોઇ સમયે તેઓ ચહેરા પણ અલગ જ પ્રકારના કાળા અને સફેદ રંગની ડિઝાઇન કરાવતા હતા. 2008ની શરૂઆતથી બેકઅપ બેન્ડ એ ચહેરો પેઇન્ટ કરાવ્યા વિના અને તેના જૂના કાળા યુનિફોર્મમાંથી બહાર આવીને સામાન્ય કપડાં પહેરવાની શરૂઆત કરી.

હાલમાં
ભૂતપૂર્વ
પ્રવાસ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. KoЯn. "KoЯn". Modlife, Inc. મૂળ માંથી 2010-04-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-21-04. Check date values in: |access-date= (મદદ)
 2. ડિસ્કોગ્ઝ. પુન:પ્રાપ્તિ 2010-03-10.
 3. ૩.૦ ૩.૧ ૩.૨ કોર્ન આલ્બમ એન્ડ સોંગ ચાર્ટ હિસ્ટરી Billboard.com. પુન:પ્રાપ્તિ 2010-03-10.
 4. Gus Griesinger. "Guitarist Munky of Korn". BackstageAxxess.com. મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-06.
 5. "Australian singles chart". australian-charts.com. મેળવેલ 2010-03-10.
 6. "British chart". Zobbel.de. મેળવેલ 2010-03-10.
 7. "Top Selling Artists". RIAA. મૂળ માંથી 2013-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-04.
 8. "GRAMMY Awards". All Media Guide. મેળવેલ 2007-12-06.
 9. Arvizu, Reginald (2009), Got The Life, William Marrow, p. 65, ISBN 0061662496 
 10. લાઇનર નોટ્સ ફોર ગ્રેટેસ્ટ હિટ્સ વોલ. 1
 11. ૧૧.૦ ૧૧.૧ ૧૧.૨ ૧૧.૩ "Grammy Awards: Best Metal Performance". Rock on the Net. મેળવેલ 2007-09-03.
 12. "Artist Chart History". Billboard. મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 13. "KoRn Off Lolla Due To Guitarist's Illness". MTV. 1997-08-01. મેળવેલ 2007-10-03.
 14. "Adema Prep New Songs, Mourn Loss Of Rage Against The Machine". MTV. 2002-02-13. મેળવેલ 2007-12-03.
 15. "Korn Frontman Shoots Videodrone Clip; Family Values CD/Video On Way". MTV. 2000-01-25. મેળવેલ 2007-12-03.
 16. "Orgy Celebrate New LP In Rock 'N' Roll Style". MTV. 2000-10-17. મેળવેલ 2007-12-03.
 17. "Korn To Do It Themselves On "Korn TV"". MTV. 1998-03-02. મેળવેલ 2007-10-03.
 18. "Korn Kicks Off Kampaign '98 In Los Angeles". MTV. 1998-08-17. મેળવેલ 2007-10-03.
 19. "Korn Tops Album Heap In Chart Debut". MTV. 1998-08-26. મેળવેલ 2007-10-03.
 20. ૨૦.૦ ૨૦.૧ "Hall of Fame". The TRL Archive. મૂળ માંથી 2007-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
 21. ૨૧.૦ ૨૧.૧ ૨૧.૨ ૨૧.૩ "Artist Chart History". Billboard. મૂળ માંથી 2007-12-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 22. "42nd Grammy Awards – 2000". Rock on the Net. મેળવેલ 2007-10-03.
 23. "1999 MTV Video Music Awards". Rock on the Net. મેળવેલ 2007-10-03.
 24. "Korn Asks Fans To Design Next Album Cover". MTV. 1999-09-17. મેળવેલ 2007-10-03.
 25. "Korn Tops Dre, Celine, Will Smith On Album Chart". MTV. 1999-11-24. મેળવેલ 2007-10-03.
 26. "Korn Fills Apollo With New Sounds, Rabid Fans, And V.I.P.s". MTV. 1999-11-16. મેળવેલ 2007-10-03.
 27. "Korn To Premiere New Track During "South Park" Special". MTV. 1999-10-11. મેળવેલ 2007-10-03.
 28. "Issues review". All Media Guide. મેળવેલ 2007-01-25.
 29. "Korn Can't Kick Eminem From Top Of Billboard Chart". MTV. 2002-06-19. મેળવેલ 2007-10-03.
 30. "Shock Jocks Give New Korn LP Premature Premiere, Perturbing Label". MTV. 2002-04-02. મેળવેલ 2007-10-03.
 31. "Korn Whip Out Maggots, Flames, Crucifix-Emblazoned Dress At NY Concert". MTV. 2002-06-11. મેળવેલ 2007-10-03.
 32. "Korn Do 'Time' For Lara Croft". MTV. 2003-06-11. મેળવેલ 2007-11-30.
 33. "George Strait Tops Usher In Billboard Albums Chart Recount". MTV. 2004-10-13. મેળવેલ 2007-10-03.
 34. "Brian 'Head' Welch Leaves Korn, Citing Moral Objections To Band's Music". MTV. 2005-02-22. મેળવેલ 2007-10-03.
 35. "Eminem Scores Fourth #1 Bow With Curtain Call". MTV. 2005-12-14. મેળવેલ 2007-10-03.
 36. "Korn Announce Tour Dates While Surrounded By Dead Celebrities". MTV. 2006-01-13. મેળવેલ 2007-10-03.
 37. "Korn Rock Hometown, Have Street Named After Them On 'Official Korn Day'". MTV. 2006-02-27. મેળવેલ 2007-10-03.
 38. "Korn Resurrect Family Values Tour With Deftones, Stone Sour". MTV. 2006-04-18. મેળવેલ 2007-10-03.
 39. "Korn, Evanescence, Hellyeah Top Family Values Tour Bill". MTV. 2007-03-26. મેળવેલ 2007-10-03.
 40. "KORN Frontman To Sit Out U.K.'s DOWNLOAD Festival, Guest Singers To Step In". Blabbermouth. 2006-06-10. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
 41. "KORN: European Tour Officially Cancelled". Blabbermouth. 2006-06-13. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
 42. "KORN Frontman JONATHAN DAVIS: 'I Should Be Healthy To Play In A Few Weeks'". Blabbermouth. 2006-06-12. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
 43. "Notorious B.I.G. Is The Greatest: Hits LP Debuts At #1". MTV. 2007-03-14. મેળવેલ 2007-10-03.
 44. "Common Creams Korn, Coasts To First Billboard #1". MTV. 2007-08-08. મેળવેલ 2007-10-03.
 45. "Korn Goes Experimental, Vents Anger On New Album". Billboard. 2007-06-01. મેળવેલ 2007-10-03. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
 46. "KORN Is 'Having A Lot Of Fun' Working With Drummer TERRY BOZZIO". Blabbermouth. 2007-01-09. મૂળ માંથી 2009-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-03.
 47. "એફએમક્યુબી એરપ્લે આર્કાઇવ". મૂળ માંથી 2011-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-12.
 48. "Korn To Release Original Song For Ubisoft's Haze Video Game". Games Press. મૂળ માંથી 2008-02-21 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-22.
 49. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-12.
 50. "Korn Announces Jagermeister Music Tour". March 15, 2010. મૂળ માંથી માર્ચ 11, 2010 પર સંગ્રહિત. મેળવેલ March 16, 2010.
 51. "BLABBERMOUTH.NET - એક્સ-કોર્ન ગિટારિસ્ટ હેટ એલિગેડલી આસ્ક્સ ટુ કમ બેક ટુ ધી બેન્ડ, ગેટ્સ ડિનાઇડ". મૂળ માંથી 2011-06-06 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
 52. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
 53. "BLABBERMOUTH.NET - કોર્ન ફ્રેન્ટમેન સેયઝ હેડ, સિલ્વેરિયા વરન્ટ રિયલી ધેઅર ઇઝ ડ્યુરીંગ સોંગરાઇટર ફોર અરલિ આલ્બમ્સ". મૂળ માંથી 2009-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
 54. Anderson, Troy (2007-09-02). "Ex-Korn rocker singing a new tune". Los Angeles Daily News. મેળવેલ 2008-08-15.[મૃત કડી]
 55. "Top Selling Artists". RIAA. મૂળ માંથી 2013-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-20.
 56. "Korn Grammy Awards". allmusic. મેળવેલ 2008-07-20.

બાહ્ય લિન્ક્સ[ફેરફાર કરો]

ઢાંચો:Wikipedia-Books