ક્વીન હરીશ

વિકિપીડિયામાંથી
ક્વીન હરીશ
નૃત્ય કરતાં ક્વીન હરીશ
જન્મની વિગત
હરીશ કુમાર

૧૯૭૯
મૃત્યુ2 June 2019(2019-06-02) (ઉંમર 39–40)
જોધપુર, રાજસ્થાન
વ્યવસાયનૃત્યકાર
પ્રખ્યાત કાર્યરાજસ્થાની લોકનૃત્યો
સંતાનો

ક્વીન હરીશ તરીકે જાણીતા હરીશ કુમાર (૧૯૭૯ – ૨ જૂન ૨૦૧૯) ભારતના રાજસ્થાનના લોકનૃત્યાંગના હતા. રાજસ્થાની લોકનૃત્યના પુનરુત્થાન તરફ કામ કરનાર આ વ્યક્તિના પ્રદર્શનમાં રાજસ્થાનના વિવિધ લોકનૃત્ય સ્વરૂપોનો સમાવેશ થતો હતો.[૧]

જીવનચરિત્ર[ફેરફાર કરો]

સ્ત્રીવેશમાં ક્વીન હરીશ

હરીશ કુમારનો જન્મ ૧૯૭૯માં રાજસ્થાનના જેસલમેરમાં એક સુથાર પરિવારમાં થયો હતો.[૨] તેમણે ૧૩ વર્ષની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું.[૩] માતા-પિતા ગુમાવનાર હરીશે તેમની બહેનોની સંભાળ લેવા માટે સ્ત્રીવેશમાં નૃત્ય કરવાનું શરૂ કર્યું.[૩] જેસલમેર ક્ષેત્રના પ્રથમ સ્ત્રીવેશ નૃત્યકાર 'અન્નુ માસ્ટર'થી પ્રેરાઈ ને તેમણે તેમની પાસેથી સ્ત્રીવેશ નૃત્ય શીખવાનું શરૂ કર્યું.[૩] શરીરને તમામ સ્ત્રીતુલ્ય અંગભગી માટે વધુ સક્ષમ બનાવવા માટે તેમણે અમેરિકન આદિવાસી શૈલીના બેલી નૃત્યની તાલીમ લીધી.[૪]

હરીશે લગભગ ૬૦ દેશોમાં રાજસ્થાન રાજ્યના ઘૂમર, કાલબેલિયા, ચંગ, ભવાઇ, ચરી અને અન્ય લોકનૃત્યો રજૂ કર્યા હતા.[૨] તેમનું પ્રદર્શન વાર્ષિક જયપુર સાહિત્ય ઉત્સવની મુખ્ય પેશકશો પૈકીનું એક હતું.[૫] તેમણે બ્રસેલ્સમાં રેક્સ કોંગ્રી, સિઓલમાં બેલી ડાન્સિંગ ચેમ્પિયનશિપ અને ન્યૂ યોર્ક સિટીમાં ડિસિલિશિયસમાં ભાગ લીધો હતો.[૬] તે રિયાલિટી ટેલિવિઝન શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને 'અપ્પુપ્પુડુ' (૨૦૦૩), 'જય ગંગાજલ' (૨૦૧૬) અને 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' (૨૦૧૯) સહિતની ઘણી બૉલીવુડ ફિલ્મોમાં દેખાયા હતા.[૭][૮] ૨૦૦૭માં તેમણે અમેરિકન ફિલ્મ નિર્માતા જાસ્મીન ડેલાલની ડોક્યુમેન્ટ્રી વ્હેન ધ રોડ બેન્ડ્સ… ટેલ્સ ઓફ અ જીપ્સી કેરાવાનમાં અભિનય કર્યો હતો.[૯][૧૦] રાજસ્થાન સરકારના સહયોગથી તેઓ જેસલમેર ખાતે ધ ક્વીન હરીશ શો નામનો સાંધ્ય દૈનિક કાર્યક્રમ ચલાવતા હતા.[૧૧] તેઓએ જાપાનમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપી હતી.[૨]

અંગત જીવન અને મૃત્યુ[ફેરફાર કરો]

હરીશ પરિણીત હતા અને તેમને બે પુત્રો હતા.[૧૨] ૨ જૂન ૨૦૧૯ના રોજ રાજસ્થાનના જોધપુર નજીક કપરડા ગામમાં હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં ૩૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૧૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Farewell, Queen Harish – India's most famous drag queen". Times of India Blog. 21 June 2019.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Asnani, Rajesh (6 June 2019). "Jaipur diary: Rajasthan mourns folk dancer Queen Harish". The New Indian Express. મેળવેલ 16 May 2022.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Obituary | Queen Harish, India's 'Dancing Desert Drag Queen'". The Wire.
  4. "Blush.me". Blush (અંગ્રેજીમાં). મૂળ માંથી 7 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2022.
  5. Swaminathan, Chitra (6 June 2019). "Dance like Queen Harish". The Hindu (અંગ્રેજીમાં).
  6. "Queen Harish of Jaisalmer, Traditional Dancers from Jaisalmer". www.jaisalmeronline.in (અંગ્રેજીમાં).
  7. "Who was Queen Harish Kumar?". DNA India (અંગ્રેજીમાં).
  8. "Harish". IMDb.
  9. Roy, Sandip (22 July 2008). "Queen Harish dances in drag". SFGATE.
  10. "Rajasthani folk dancer Queen Harish dies in road accident". The Indian Express (અંગ્રેજીમાં). 3 June 2019.
  11. "Queen Harish: The Man, The Woman, The Performer". eNewsroom India. 4 March 2018.
  12. Soparrkar, Sandip (10 June 2019). "Queen Harish: The man, the woman & the mystery will stay the same forever". The Asian Age.
  13. ഡെസ്ക്, വെബ് (2 June 2019). "നാടോടി നർത്തകൻ ക്വീൻ ഹാരിഷ് വാഹനാപകടത്തിൽ മരിച്ചു". www.madhyamam.com (મલયાલમમાં).