વિલવણીકરણ
વિલવણીકરણ, અપક્ષારીકરણ અથવા ક્ષારનિવારણ (અંગ્રેજી: Desalination-ડિસેલિનેશન/ડિસેલિનાઇઝેશન/ડિસેલિનાઇસેશન) એટલે પાણીમાંથી વધારાના ક્ષાર અને અન્ય ખનિજો દૂર કરવાની કેટલીક પ્રક્રિયામાંની એક પ્રક્રિયા. સામાન્ય રીતે, ક્ષારનિવારણનો ઉલ્લેખ ભૂમિ ડિસેલિનેશનની જેમ ક્ષાર અને ખનિજો દૂર કરવાની પ્રક્રિયા માટે કરવામાં આવે છે[૧][૨][૩].
ખારા પાણીનું તાજા પાણીમાં રૂપાંતર કરવા માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે, જેથી માનવ વપરાશ અથવા સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકાય. પીવા કે સિંચાઈ અને અન્ય માનવ વપરાશ માટે યોગ્ય હોય તેવા પાણીમાં ફેરવવા માટે પાણીનું ક્ષારનિવારણ કરવામાં આવે છે. કેટલીકવાર આ પ્રક્રિયા આડપેદાશ તરીકે ખાદ્ય મીઠાનું ઉત્પાદન કરે છે. તેનો દરિયામાં જતી ઘણી હોડીઓ અને સબમરિનોમાં ઉપયોગ થાય છે. ડિસેલિનેશનના મોટા ભાગના આધુનિક ઉદ્દેશમાં, જે વિસ્તારોમાં તાજું પાણી મર્યાદિત છે અથવા તાજું પાણી મર્યાદિત બની રહ્યું છે, તેવા વિસ્તારોમાં લોકોને તાજું પાણી પૂરું પાડવા માટે સસ્તા અને અસરકારક વિકલ્પ વિકસાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે.[૪]
મોટા પાયા પર ડિસેલિનેશનમાં ઊર્જાની પુષ્કળ માત્રા અને વિશેષ, મોંઘા આંતરમાળખાનો ઉપયોગ થતો હોવાથી તે નદી અથવા ભૂગર્ભજળમાંથી તાજા પાણીના ઉપયોગની તુલનાએ અત્યંત મોંઘું પડે છે.[૫]
વિશ્વનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં આવેલો જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટ(ફેઝ 2) છે. તે દ્વિઉદ્દેશીય સુવિધા છે જે બહુસ્તરીય ફ્લેશ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરે છે અને તે વાર્ષિક 30 કરોડ ક્યુબિક મીટર પાણી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. તુલનામાં સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ અમેરિકામાં ટામ્પા બે, ફ્લોરિડામાં આવેલો છે અને તેનું સંચાલન ટામ્પા બે વોટર કરે છે. તેણે ડિસેમ્બર 2007થી વાર્ષિક 3.47 કરોડ ક્યુબિક મીટર પાણીનું ડિસેલિનેશન કરવાનું શરૂ કર્યું છે.[૬] ટામ્પા બે જેબેલ અલી ડિસેલિનેશન પ્લાન્ટની તુલનાએ 12 ટકા વધુ ઉત્પાદને કામ કરે છે. વોલ સ્ટ્રીટ જર્નલનો 17 જાન્યુઆરી 2008નો લેખ જણાવે છે કે, "ઇન્ટરનેશનલ ડિસેલિનેશન એસોસિયેશન મુજબ, દુનિયાભરમાં 13,800 ડિસેલિનેશન પ્લાન્ટ દૈનિક 12 અબજ ગેલનથી પણ વધુ પાણીનું ઉત્પાદન કરે છે."[૭]
પદ્ધતિઓ
[ફેરફાર કરો]આ કામગીરીમાં વપરાતી પરંપરાગત પ્રક્રિયા શૂન્યાવકાશ નિસ્યંદન છે જેમાં પાણીને વાતાવરણના દબાણ કરતાં નીચા દબાણે અને સામાન્ય કરતાં ઘણા નીચા તાપમાને પાણીને ઉકાળવામાં આવે છે. આમ થવાનું કારણ તે છે કે બાષ્પ દબાણ પરિવેશી દબાણને સમકક્ષ હોય અને બાષ્પ દબાણ તાપમાનની સાથે વધે ત્યારે પ્રવાહી ઉકળે છે. આમ નીચા તાપમાનને કારણે ઊર્જાની બચત થાય છે. અગ્રણી ડિસ્ટિલેશન પદ્ધતિ બહુસ્તરીય ફ્લેશ ડિસ્ટિલેશન પદ્ધતિ છે. ૨૦૦૪માં દુનિયાભરમાં કુલ ઉત્પાદનમાં તેનું ૮૫ ટકા યોગદાન હતું.[૮]
પ્રિન્સિપાલ કમ્પિટિંગ પ્રોસેસ, ડિસેલિનેશન માટે મુખ્યત્વે પ્રતિવર્તી અભિસરણ પ્રૌદ્યોગિકીનો અમલ કરીને પટલોનો ઉપયોગ કરે છે.[સંદર્ભ આપો] પટલ પ્રક્રિયાઓ પાણીમાંથી ક્ષાર છૂટા પાડવા માટે અર્ધ-પારગમ્ય પટલો અને દબાણનો ઉપયોગ કરે છે.[સંદર્ભ આપો] પ્રતિવર્તી અભિસરણ પ્લાન્ટ પટલ પ્રણાલી ઉષ્મીય ડિસ્ટિલેશનની તુલનાએ ઓછી ઊર્જા વાપરે છે જેને પગલે છેલ્લા એક દાયકામાં કુલ ડિસેલિનેશન ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. ડિસેલિનેશનમાં ઊર્જાનો પુષ્કળ વપરાશ થાય છે, જો કે ભાવિ ખર્ચનો આધાર ઊર્જા અને ડિસેલિનેશન પ્રૌદ્યોગિકી એમ બંનેની કિંમત પર રહેશે.[સંદર્ભ આપો]
વિચારણા અને ટીકા
[ફેરફાર કરો]સહઉત્પાદન
[ફેરફાર કરો]સહઉત્પાદન એ વીજ ઉત્પાદનમાંથી વધારાની ઉષ્માનો ઉપયોગ કરીને બીજું કાર્ય કરવાની પ્રક્રિયા છે. ડિસેલિનેશનના સંદર્ભમાં, સહઉત્પાદન એ સંકલિત અથવા "દ્વિઉદ્દેશીય" સુવિધા, જ્યાં ડિસેલિનેશન પ્રક્રિયા માટે ઊર્જાના સ્ત્રોત તરીકે વીજ ઉત્પાદન મથકનો ઉપયોગ થાય છે, ત્યાં દરિયાના પાણી અથવા ખારા ભૂગર્ભજળમાંથી પીવાના પાણીનું ઉત્પાદન છે. સુવિધાનું ઊર્જા ઉત્પાદન પીવાના પાણીના ઉત્પાદનને સમર્પિત હોઈ શકે છે (સ્વતંત્ર સુવિધા) અથવા વધારાની ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેને એનર્જી ગ્રિડમાં સામેલ કરવામાં આવે છે. (સાચી સહઉત્પાદન સુવિધા). સહઉત્પાદનના ઘણા સ્વરૂપો છે અને સૈદ્ધાંતિક રીતે ઊર્જા ઉત્પાદનના કોઈ પણ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય છે. જો કે, મોટા ભાગના વર્તમાન અને સૂચિત સહઉત્પાદન ડિસેલિનેશન પ્લાન્ટ તેમના ઊર્જાના સ્ત્રોત તરીકે અશ્મિભૂત ઇંધણ અથવા અણુશક્તિનો ઉપયોગ કરે છે. મોટા ભાગના પ્લાન્ટ પુષ્કળ પ્રમાણમાં પેટ્રોલીયમ સંસાધન અને સબસિડીની પ્રાપ્યતાને કારણે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં આવેલા છે. દ્વિઉદ્દેશીય સુવિધાનો ફાયદો તે છે કે તેઓ ઊર્જા વપરાશમાં વધુ કાર્યક્ષમ હોઈ શકે છે, આમ ડિસેલિનેશનને પાણી માટે અપૂરતા સંસાધનો ધરાવતા વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવા માટેનો વ્યવહારુ વિકલ્પ બનાવે છે.[૯][૧૦]
ધ એટલાન્ટા જર્નલ કન્સ્ટિટ્યુશન ની 26 ડિસેમ્બર 2007ની ઓપિનિયન કોલમમાં જ્યોર્જીયા ટેક ખાતે ન્યુક્લિયર અને રેડિયોલોજીકલ એન્જિનિયરિંગના પ્રોફેસર નોલા હર્ટેલે લખ્યું હતું કે,"મોટા પ્રમાણમાં પીવાનું પાણી પેદા કરવા માટે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રક્રિયા વિશ્વમાં અનેક સ્થળોએ ઉપયોગમાં છે જેમાં ભારતથી લઈને જાપાન અને રશિયાનો સમાવેશ થાય છે. એકલા જાપાનમાં જ ન્યુક્લિયર રિએક્ટરવાળા ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત છે. ન્યુક્લિયર ડિસેલિનેશન પ્લાન્ટ પાણીના મોટી માત્રાના સ્ત્રોત બની શકે છે અને તેને પાઇપલાઇન દ્વારા સેંકડો માઇલ દૂર મોકલી શકાય છે"[૧૧][૧૨]
વધુમાં, દ્વિઉદ્દેશીય સુવિધામાં વર્તમાન વલણ હાઇબ્રિડ કન્ફિગ્યુરેશનનો છે જેમાં આરઓ (RO) ડિસેલિનેશન કમ્પોનન્ટમાંથી પરમીએટને ઉષ્મીય ડિસેલિનેશનમાંથી ડિસ્ટિલેટ સાથે મિશ્ર કરવામાં આવે છે. મૂળભૂત રીતે, બે કે તેથી વધુ ડિસેલિનેશન પ્રક્રિયાઓને વિદ્યુત ઉત્પાદન સાથે જોડવામાં આવે છે. આવી સુવિધાઓ સાઉદી અરેબિયામાં જેદ્દાહ અને યાનબુમાં પહેલેથી અમલમાં છે.[૧૩]
દૈનિક 4,00,000 ગેલન (યુએસ ગેલ. (US Gal.) ) અથવા 1514 m³ પાણી ડિસ્ટિલેટ કરવા માટે યુએસ લશ્કરમાં એરક્રાફ્ટ કેરિયર અણુશક્તિનો ઉપયોગ કરે છે.[૧૪]
અર્થશાસ્ત્ર
[ફેરફાર કરો]અનેક પરિબળો ડિસેલિનેશનની મૂડી અને સંચાલન ખર્ચ નક્કી કરે છે જેમાં સુવિધાની ક્ષમતા અને પ્રકાર, સ્થળ, ફીડ વોટર, મજૂરી, ઊર્જા, ધિરાણ અને કોન્સન્ટ્રેટ ડિસ્પોઝલનો સમાવેશ થાય છે. ડિસેલિનેશન સ્ટિલ્સ હવે દબાણ, તાપમાન અને જવણજળ સાંદ્રતાને અંકુશ કરે છે અને જળ નિષ્કર્ષણ કાર્યક્ષમતાને મહત્તમ બનાવે છે. ન્યુક્લિયર સંચાલિત ડિસેલિનેશન મોટા પાયા માટે આર્થિક રીતે વ્યવહારુ હોઈ શકે છે.[૧૫][૧૬]
દરિયાની નજીકમાં આવેલા વિસ્તારો માટે ખર્ચ ઘટી રહ્યો છે અને પ્રૌદ્યોગિકી બાબતે હકારાત્મક છે ત્યારે એક અહેવાલ દલીલ કરે છે કે, "ડિસેલિનેશન જળ પાણીની તંગી ધરાવતા પ્રદેશો માટે ઉકેલ હોઈ શકે છે પરંતુ તે ગરીબ, આંતરિયાળ પ્રદેશ અથવા ઊંચાઈ પર આવેલા પ્રદેશો માટે સાનુકૂળ નથી. કમનસીબે, તેમાં પાણીની સૌથી મોટી સમસ્યા ધરાવતા કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે." અને "પરિવહન ખર્ચને ડિસેલિનેશન ખર્ચની સમકક્ષ કરવા માટે પાણી 2000 મીટર ઉંંચકવું પડે છે અથવા તેને 1,600 કિલોમીટર પરિવહન કરવું પડે છે. આમ, પાણીને ડિસેલિનેટ કરવા કરતાંં તાજા પાણીનું ક્યાંકથી પરિવહન કરવું આર્થિક રીતે વધુ વ્યવહારુ છે. નવી દિલ્હી જેવા દરિયાથી દૂર અથવા મેક્સિકો શહેર જેવા ઊંચા સ્થળોએ પરિવહનનો ઊંચો ખર્ચ ડિસેલિનેશન ખર્ચમાં ઉમેરો કરશે. ડિસેલિનેશન કરેલું પાણી રિયાધ અને હરારે જેવા દરિયાથી દૂર અને ઊંચા વિસ્તારોમાં પણ મોંઘું છે. કેટલાક સ્થળોએ મુખ્ય ખર્ચ પરિવહનનો નહીં પરંતુ ડિસેલિનેશનનો છે. માટે ડિસેલિનેશનની પ્રક્રિયા બિજીંગ, બેંગકોક, ઝારાગોઝા, ફિનિક્સ અને ટ્રિપોલી જેવા દરિયા કિનારાના શહેરો જેવા સ્થળોમાં ઓછી મોંઘી છે.[૧૭] જુબૈલ, સાઉદી અરેબિયા ખાતે ડિસેલિનેટ કર્યા બાદ પાણીને પાઇલાઇન મારફતે પાટનગર રિયાધ સુધી 200 miles (320 km) ખેંચવામાં આવે છે.[૧૮] દરિયા કિનારા પર આવેલા શહેરો માટે ડિસેલિનેશનને વણખેડાયેલા અને અમર્યાદ જળ સ્ત્રોત તરીકે જોવામાં આવે છે.
ડિસેલિનેશન પુનઃચક્રીકરણ જળ અને તૂટેલા આંતરમાળખાને ગણતરીમાં લેતું નથી. [સંદર્ભ આપો]ફાઉન્ટેન વેલી, સીએ (CA), ફેરફેક્સ વીએ (VA), ઇએલ (El) પાસો, ટીએક્સ (TX) અને સ્કોટ્સડેલ, એઝેડ (AZ)માં પાણીનો ફેર ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા ડિસેલિનેશનનો વિકલ્પ છે અને તેમાં ક્ષારની નોંધપાત્ર પ્રમાણમાં ઓછી માત્રાને લીધે 50 ટકા ઓછી ઊર્જાની જરૂર પડે છે અને ગ્રાહકને દરિયાઇ પાણીના ડિસેલિનેશન કરતાંં 30 ટકા ઓછા ખર્ચે પાણી પૂરું પાડે છે. પાણીના ફેરઉપયોગમાં ડિસેલિનેશન પ્લાન્ટની જેમ દરિયાઈ જીવસૃષ્ટિ અને નિવસનતંત્રને નુકસાન થતું નથી.[સંદર્ભ આપો]
ઇઝરાયેલ અત્યારે ક્યુબિક મીટર દીઠ 0.53 ડોલરના ખર્ચે પાણીનું ડિસેલિનેશન કરી રહી રહ્યું છે.[૧૯] સિંગાપોર ક્યુબિક મીટર દીઠ 0.49 ડોલરના ખર્ચે પાણી ડિસેલિનેશન કરી રહ્યું છે.[૨૦] વિકસિત દેશોમાં દરિયા કિનારે આવેલા મોટા ઘણા શહેરો જળ પુરવઠાના અન્ય વિકલ્પોની તુલનાએ ડિસેલિનેશનની ખર્ચઅસરકારકતાને કારણે દરિયાઈ પાણીના ડિસેલિનેશનની શક્યતા વિચારી રહ્યા છે. જળ પુરવઠાના અન્ય વિકલ્પોમાં ફરજિયાત વરસાદી પાણીની ટાંકી ફીટ કરાવવી અથવા સ્ટોર્મવોટર હાર્વેસ્ટિંગ આંતરમાળખાનો સમાવેશ થાય છે. અભ્યાસોએ [સંદર્ભ આપો] દર્શાવ્યું છે કે પીવાના પાણી માટે મોટા પાયા પર પાણીના પુનઃચક્રીકરણની તુલનાએ ડિસેલિનેશનનો વિકલ્પ ઘણો ખર્ચઅસરકારક છે. સિડનીમાં ફરજિયાત વરસાદી પાણીની ટાંકી ફીટ કરાવવી અથવા સ્ટોર્મવોટર હાર્વેસ્ટિંગ આંતરમાળખાના મોંઘા વિકલ્પની સામે તે ઘણું ખર્ચઅસરકારક છે. પર્થ શહેર 2006થી પ્રતિવર્તી અભિસરણ દરિયાઈ પાણીના ડિસેલિનેશન પ્લાન્ટનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે.[૨૧] અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે શહેરની જરૂરિયાત સંતોષવા બીજો પ્લાન્ટ બાંધવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં એક ડિસેલિનેશન પ્લાન્ટ બાંધવામાં આવ્યો છે [૨૨] અને વોન્થાગી ડિસેલિનેશન પ્લાન્ટ વોન્થાગી, વિક્યોરિયામાં સૂચિત સુવિધા છે.
પર્થ ડિસેલિનેશન પ્લાન્ટને આંશિક ઊર્જા ઇમુ ડાઉન વિન્ડ ફાર્મમાંથી મેળવેલી અક્ષય ઊર્જા દ્વારા પૂરી પાડવામાં આવશે.[૨૩] સિડની પ્લાન્ટને સંપૂર્ણપણે અક્ષય સંસાધનોમાંથી ઊર્જા પુરી પાડવામાં આવશે [૨૪] અને આમ પર્યાવરણમાં હાનિકારક ગ્રીનહાઉસ ઉત્સર્જન દૂર કરવામાં આવશે. પૌદ્યોગિકીની ઊંચી ઊર્જા જરૂરિયાતને કારણે દરિયાઈ પાણીના ડિસેલિનેશન સામે સામાન્ય રીતે આ દલીલનો ઉપયોગ કરવામાં આવે છે. ડિસેલિનેશન પ્લાન્ટના સંચાલન માટે અક્ષય ઊર્જાની ખરીદી અથવા ઉત્પાદન ડિસેલિનેશનના મૂડી અને/અથવા સંચાલન ખર્ચમાં વધારો કરે છે. જો કે, પર્થ અને સિડનીમાં તાજેતરના પ્રયોગ સૂચવે છે કે વધારાનો ખર્ચ પ્રજાને સ્વીકાર્ય છે કારણકે શહેર આબોહવાને પર્યાવરણીય નુકસાન પહોંચાડ્યા વગર તેનો જળ પુરવઠો વધારી શકે છે. ક્વિન્સલેન્ડ સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે ગોલ્ડ કોસ્ટ ડિસેલિનેશન પ્લાન્ટને સંપૂર્ણપણે અક્ષય સ્ત્રોતમાંથી ઊર્જા પૂરી પાડવામાં આવશે અને પર્થ અને સિડનીમાં હાલમાં ચાલતા અન્ય મોટા પ્લાન્ટની જેમ તેની પર્યાવરણીય અસર ઘટાડવામાં આવશે.
ડિસેમ્બર 2007માં, દક્ષિણ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી હતી કે તે પોર્ટ સ્ટેનવક ખાતે એડિલેઇડ, ઓસ્ટ્રેલિયા માટે દરિયાઈ પાણીનો ડિસેલિનેશન પ્લાન્ટ બાંધશે. ડિસેલિનેશન પ્લાન્ટને સંપૂર્ણ ખર્ચ રિકવરી મેળવવા પાણીના દર વધારીને ભંડોળ પૂરું પાડવામાં આવશે. [૧] સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન [૨] સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન એક ઓનલાઇન બિનવૈજ્ઞાનિક સરવેએ દર્શાવ્યું હતું કે ડિસેલિનેશન માટે ચૂકવણી કરવા પાણીના દર વધારવાની તરફેણમાં લગભગ 60 ટકા મત મળ્યા હતા. [૩] સંગ્રહિત ૨૦૦૭-૧૨-૦૭ ના રોજ વેબેક મશિન
વોલ સ્ટ્રીટ જર્નલનો 17 જાન્યુઆરી 2008નો એક લેખ જણાવે છે કે "નવેમ્બરમાં, કનેક્ટિકટ સ્થિત પોસાઇડન રિસોર્સિસ કોર્પ.એ સાન ડીયાગોના ઉત્તરમાં કાર્લ્સબેડ ખાતે 30 કરોડ અમેરિકન ડોલરનો ડિસેલિનેશન પ્લાન્ટ બાંધવા મહત્ત્વની નિયમનકારી મંજૂરી મેળવી હતી. આ સુવિધા પશ્ચિમ ગોળાર્ધની સૌથી મોટી સુવિધા હશે અને દૈનિક 50 મિલિયન [યુએસ (U.S.)] ગેલન [190,000 m³] પીવાના પાણીનું ઉત્પાદન કરશે જે લગભગ 1,00,000 ઘરોને પુરું પાડવા પૂરતું છે. ... છેલ્લા એક દાયકામાં સુધરેલી પ્રૌદ્યોગિકીએ ડિસેલિનેશનના ખર્ચમાં અડધો કાપ લાવ્યો છે અને તેને વધુ સ્પર્ધાત્મક બનાવ્યું છે. પોસાઇડન પાણીને 950 અમેરિકન ડોલર પ્રતિ એકર ફૂટ [1200 m³]ના ભાવે વેચવાનું આયોજન ધરાવે છે. તે સ્થાનિક એજન્સીઓ અત્યારે પાણી માટે ચૂકવાતા સરેરાશ 700 અમેરિકન ડોલર પ્રતિ એકર ફૂટ [1200 m³] સાથે તુલના કરે છે." [૪] 1,000 ડોલર પ્રતિ એકર ફૂટ માટે 1,000 ગેલનના 3.06 ડોલર થાય છે. તે પાણી માપવાનો એકમ છે જેનાથી ઘરેલુ જળ વપરાશકારો બીલ આવતું હોવાથી વાકેફ છે.[૫][૬].
આ નિયમનકારી અવરોધ પાર કરાયો હતો ત્યારે પોસાઇડન રિસોર્સિસને કેલિફોર્નિયાના કાયદા અંતર્ગત અંતર્ગ્રાહી પાઇપ મારફતે દરિયાઈ જીવસૃષ્ટિને થયેલા નુકસાન માટે ઉપશમન યોજનાને અંતિમ મંજૂરી ના મળે ત્યાં સુધી તે આગળ વધી શકતી નથી. પોસાઇડન રિસોર્સિસે 2001માં ટામ્પા બે, એફએલ(FL)માં આવેલા ડિસેલિનેશન પ્લાન્ટ ટામ્પા બે ડેઝલનું બાધકામ પૂર્ણ કરવાના નિષ્ફળ પ્રયાસ છતાં કાર્લ્સબેડ,સીએ(CA)માં પ્રગતી કરી છે. પરિયોજનાની ત્રીજી નિષ્ફળતા અટકાવવા માટે 2001માં ટામ્પા બે વોટરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પોસાઇડન રિસોર્સિસ પાસેથી ટામ્પા બે ડેઝલ ખરીદી લેવાની ફરજ પડાઈ હતી. ટામ્પા બે વોટરે પાંચ વર્ષ સુધી ઇજનેરી સમસ્યાઓનો સામનો કર્યો અને 2007માં તેની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થાય તે પહેલા દરિયાઈ જીવસૃષ્ટિમાં વૃદ્ધિ થવાને કારણે તેના પ્રતિવર્તી અભિસરણ ગાળકોમાં ફસાવાને કારણે 20 ટકા ક્ષમતાનું સંચાલન કર્યું[૨૫]
ફોર્બ્સના 9 મે 2008ના લેખ મુજબ, એનર્જી રિકવરી ઇન્ક. તરીકે ઓળખાતી કંપની સાન લીએન્ડ્રો, કેલિફોર્નિયા ક્યુબિટ મીટર દીઠ 0.46 અમેરિકન ડોલરમાં પાણીનું ડિસેલિનેશન કરી રહી છે.[૨૬]
ગ્લોબ એન્ડ મેઇલ ના 5 જૂન 2008ના લેખ મુજબ, જોર્ડનમાં જન્મેલા અને યુનિવર્સિટી ઓફ ઓટાવાના કેમિકલ એન્જિનિયરિંગ ડોક્ટોરલના વિદ્યાર્થી મોહમદ રસૂલ ઓતૈશાએ એક નવી ડિસેલિનેશન પ્રૌદ્યોગિકી શોધી છે જે વર્તમાન પૌદ્યોગિકીની તુલનાએ પટલના ચોરસ મીટર દીઠ 600 ટકાથી 700 ટકા વધુ ઉત્પાદન આપે છે. લેખ મુજબ, જનરલ ઇલેક્ટ્રિક આ પ્રૌદ્યોગિકીમાં તપાસ કરી રહી છે અને યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશને તેનો અભ્યાસ કરવા યુનિવર્સિટી ઓફ મિશિગનને ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. કારણકે પેટન્ટ હજુ તૈયાર થઈ રહી છે ત્યારે આ કથિત પ્રૌદ્યોગિકીની માહિતી અંગે લેખ ઘણો જ અસ્પષ્ટ છે.[૨૭]
1,000 ગેલન પાણીના ડિસેલિનેશનમાં 3 ડોલરનો ખર્ચ થાય છે જ્યારે તેટલા જ જથ્થાના બાટલીમાં ભરેલા પાણીનો ખર્ચ 7,945 ડોલર આવે છે.[૨૮]
પર્યાવરણીય
[ફેરફાર કરો]દરિયાના પાણીના ડિસેલિનેશન પ્લાન્ટની મુખ્ય પર્યાવરણીય ચિંતામાં ખુલ્લા દરિયાના પાણીના અંતઃગ્રહણનો સમાવેશ થાય છે,[સંદર્ભ આપો] તેમાં પણ ખાસ કરીને તે વીજ મથકની સાથે આવેલું હોય ત્યારે. દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર પડતી હોવા છતાં ઘણા સૂચિત મહાસાગર ડિસેલિનેશન પ્લાન્ટના પ્રાથમિક આયોજનો આ અંતઃગ્રહણ આધારિત છે.[સંદર્ભ આપો] અમેરિકામાં, ક્લિન વોટર એક્ટ હેઠળ કોર્ટના તાજેતરના આદેશને કારણે દરિયાની જીવસૃષ્ટિ, દરિયાઈ સૂક્ષ્મજીવો, માછલીના ઈંડા અને માછલીના લારવાનો મૃત્યુ દર 90 ટકા સુધી ના ઘટે ત્યાં સુધી આ અંતઃગ્રહણ વ્યવહારુ નથી.[૨૯] તેના વિકલ્પ છે જેમાં દરિયાકિનારા પર કૂવાનો સમાવેશ થાય છે તેનાથી આ ચિંતા દૂર થાય છે પરંતુ તેમાં વધુ ઊર્જા અને ઊંચા ખર્ચની જરૂર પડે છે અને સામે ઉત્પાદન મર્યાદિત મળે છે.[૩૦] અન્ય પર્યાવરણીય ચિંતામાં હવાનું પ્રદૂષણ અને વીજ મથકમાંથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનો સમાવેશ થાય છે.
દરિયામાં પાછા આવતા લવણ જલને કારણે સર્જાતી પર્યાવરણીય અસરને મર્યાદિત કરવા વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા વીજ મથકમાંથી આવતા પાણી જેવા દરિયામાં પ્રવેશતા પાણીના અન્ય પ્રવાહમાં તેને ઓગાળી શકાય છે. દરિયાઈ પાણીના વીજ મથકને ઠંડા પાડતા પાણીના પ્રવાહની મોરી ગંદા પાણીની શુદ્ધિકરણ માટેના પ્લાન્ટમાંથી આવતા પાણીની મોરીની જેમ તાજું પાણી નથી અને લવણ જળની ખારાશ હજુ પણ ઘટાડી શકાય છે. જો વીજ મથક મધ્યમથી મોટા કદનું હોય અને ડિસેલિનેશન પ્લાન્ટ બહુ મોટો ના હોય તો વીજ મથકને ઠંડું કરવા માટેના પાણીનો પ્રવાહ ડિસેલિનેશન પ્લાન્ટના પાણીના પ્રવાહ કરતાંં કેટલાક ગણો મોટો હોઈ શકે છે. ખારાશમાં વધારો ઘટાડવા માટેની અન્ય એક પદ્ધતિમાં વલણ જળને ઘણા વિશાળ વિસ્તારમાં વહેંચી દેવાનો સમાવેશ થાય છે જેથી દરિયામાં ખારાશમાં સહેજ જ વધારો થાય છે. દાખલા તરીકે, લવણ જળ ધરાવતી પાઇપલાઇન દરિયાના તળીયે પહોંચ્યા બાદ તેને અનેક શાખાઓમાં વહેંચી શકાય છે. પ્રત્યેક શાખા તેના નાના છિદ્રમાંથી ખારાશને ધીમે ધીમે મુક્ત કરે છે. આ પદ્ધતિને વીજ મથક અથવા ગંદા પાણીના પ્લાન્ટની મોરી સાથે જોડીને ઉપયોગ કરી શકાય છે.
સાંદ્ર દરિયાઈ પાણી નિવસનતંત્રને હાનિ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે તેમાં પણ ખાસ કરીને વધુ સ્વચ્છતા અને ઊંચું બાષ્પીભવન ધરાવતા વિસ્તારોની દરિયાઈ જીવસૃષ્ટિને વધુ નુકસાન પહોંચે છે. આવા સ્થળના ઉદાહરણોમાં પર્શિયન ખાડી, રાતો સમુદ્ર અને અટોલ્સ અને વિશ્વના કટિબંધીય ટાપુઓના કોરલ લગૂનનો સમાવેશ થાય છે[સંદર્ભ આપો]. લવણ જળ દ્રાવકોની ઊંચી સાંદ્રતાને કારણે આસપાસના દરિયાઈ પાણી કરતાંં વધુ ઘટ્ટ હોય છે માટે જળાશયોમાં તેને છોડવાનો અર્થ છે તે જળાશયના કાંઠા પરના નિવસનતંત્ર પર સૌથી વધુ જોખમ છે, કારણકે લવણ જળ ડુબી જાય છે અને નિવસનતંત્રને નુકસાન થાય ત્યાં સુધી લાંબો સમય સુધી ત્યાં રહે છે. સંભાળપૂર્વક ફેર-રજૂઆત આ સમસ્યા ઘટાડી શકે છે[સંદર્ભ આપો]. દાખલા તરીકે, સિડનીમાં 2007ના અંતથી બંધાનારા ડિસેલિનેશન પ્લાન્ટ અને મહાસાગર બહિર્દ્વાર માળખા માટે જળ સત્તાવાળાઓ જણાવે છે કે મહાસાગર બહિર્દ્વાર દરિયા કિનારા પર એવા સ્થળો પર રાખવામાં આવશે જે સાંદ્ર દરિયાઈ પાણીના વિખેરણને મહત્તમ બનાવશે જેથી સામાન્ય દરિયાઈ પાણીના 50 મીટર અને બહિર્દ્વાર પોઇન્ટ 75 મીટરની વચ્ચે તે પારખી નહીં શકાય તેવું હશે. સિડની સદનસીબે આવી લાક્ષણિક સમુદ્ર સ્થિતિ ધરાવે છે જે સાંદ્ર આડપેદાશોના આવા ઝડપી મંદનની છૂટ આપે છે અને આમ પર્યાવરણને નુકસાન ઘટાડે છે.
પર્થ, ઓસ્ટ્રેલિયામાં 2007માં ક્વિનાના ડિસેલિનેશન પ્લાન્ટ ખોલવામાં આવ્યો હતો. દરિયામાંથી પાણી સેકન્ડ દીઠ 0.1 મીટરના દરે ખેંચવામાં આવે છે, જે માછલી છટકી શકે તેટલું ધીમું હોય છે. આ પ્લાન્ટ દૈનિક 140,000 m³ ચોખ્ખું પાણી પૂરું પાડે છે. [૭]
જળ પુરવઠાના અન્ય વિકલ્પોની તુલનાએ ડિસેલિનેશન
[ફેરફાર કરો]વધેલું જળ સંરક્ષણ અને જળ વપરાશ કાર્યક્ષમતા વિશ્વના એવા વિસ્તારોમાં સૌથી ખર્ચ-અસરકારક ગુણધર્મો રહ્યાં છે જ્યાં જળ વપરાશની પદ્ધતિઓની કાર્યક્ષમતા વધારવાની વધુ શક્યતા રહેલી છે.[૩૧] પીવાના પાણી માટે દરિયાઈ પાણીના ડિસેલિનેશનની ગંદા પાણીની નવપ્રાપ્તિ સાથે તુલના ડિસેલિનેશનના પ્રથમ વિકલ્પ તરીકે દર્શાવે છે. નવપ્રાપ્તિ દ્વારા પ્રાપ્ત થયેલા પાણીનો સંચાઇ અને ઔદ્યોગિક ઉપયોગ અનેક લાભ પૂરા પાડે છે.[૩૨] અર્બન રનઓફ અને સ્ટોર્મ વોટર પ્રાપ્તિ પણ ભૂગર્ભજળની માવજત, જાળવણી અને નવિનીકરણમાં લાભ આપે છે.[૩૩] કેલિફોર્નિયા અને અમેરિકન નૈઋત્યના વિસ્તારોમાં ડિસેલિનેશનનો સૂચિત વિકલ્પ, જલ વાહકોમાં તબદીલ કરેલા ઘણા મોટા ક્રૂડ વાહક અથા પાઇપલાઇન દ્વારા પાણીના જંગી જથ્થાની વાણિજ્યિક આયાતનો છે. આ વિચાર કેનેડામાં રાજકીય રીતે અપ્રિય છે. કેનેડાની સરકારો દુષ્કાળને કારણે સ્થાનિક જરૂરિયાતો સંતોષવાના ઉદેશ સાથે પાણીના જંગી જથ્થાની નિકાસ પર વેપાર મર્યાદાઓ લાદવા મરણિયા પ્રયાસ કરી રહી છે. 1990માં સાન્તા બાર્બરા, કેલિફોર્નિયામાં સ્થપાયેલી કંપની સન બેલ્ટ વોટર ઇન્ક દ્વારા નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના પ્રકરણ 2 હેઠળ 1999માં ફાઇલ કરવામાં આવેલા દાવાને પગલે આ મર્યાદાઓ લદાઈ રહી છે. સન બેલ્ટ એક વેબસાઇટનું સંચાલન કરે છે જ્યાં તેમના વિવાદને લગતા દસ્તાવેજો ઓનલાઇન પોસ્ટ કરાયેલા છે.[૩૪]
પ્રાયોગિક તકનિકો અને અન્ય વિકાસ
[ફેરફાર કરો]ભૂતકાળમાં ઘણી નવીન ડિસેલિનેશન ટેકનિકો વિવિધ પ્રમાણમાં સફળતા સાથે શોધાઈ છે. પુરોગામી અભિસરણ જેવી ટેકનિકો હજુ પ્રારંભિક તબક્કાના આયોજનમાં છે અને જ્યારે અન્ય તકનિકોએ સંશોધન ભંડોળ આકર્ષ્યું છે. ઉદાહરણ તરીકે: ડિસેલિનેશન માટે ઊર્જાની જરૂરિયાતને સરભર કરવા અમેરિકન સરકાર પ્રેક્ટિકલ સૌર ડિસેલિનેશન વિકસાવવા પર કામ કરી રહી છે.
ડિસેલિનેશન માટે નવા સૈદ્ધાંતિક અભિગમના ઉદાહરણ તરીકે, મહત્તમ ઊર્જા કાર્યક્ષમતા અને ખર્ચ અસકારકતા પર ભાર મૂકતા પાસરેલ પ્રક્રિયા સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૨ ના રોજ વેબેક મશિન ધ્યાનમાં લઇ શકાય.[સંદર્ભ આપો]
અન્ય અભિગમમાં ભૂઉષ્મીય ઊર્જાના ઉપયોગનો સમાવેશ થાય છે. પર્યાવરણીય અને આર્થિક દૃષ્ટિએ મોટા ભાગના સ્થળોએ ભૂગર્ભજળ અથવા સપાટી પરના પાણીનો માનવ વપરાશ માટે ઉપયોગ કરવા કરતા ભૂઉષ્મીય ડિસેલિનેશનનો ઉપયોગ પ્રથમ પસંદગી બની શકે છે, કારણકે ઘણા વિસ્તારોમાં સપાટી અને ભૂગર્ભજળ સંસાધનો ઘણા લાંબા સમયથી ભારે દબાણ હેઠળ છે.
અમેરિકામાં થયેલા તાજેતરના સંશોધનો સૂચવે છે કે નેનોટ્યૂબ પટલ જળ ગાળણ માટે અત્યંત અસરકારક સાબિત થઈ શકે છે અને તે વિવિધ જળ ડિસેલિનેશન પ્રક્રિયાઓ પેદા કરી શકે છે જેમાં પ્રતિવર્તી અભિસરણની તુલનાએ બહુ જ ઓછી ઊર્જાની જરૂર રહેશે.[૩૫]
જળ ડિસેલિનેશન માટે વિચારાઈ રહેલી અન્ય એક પદ્ધતિમાં બાયોમિમેટિક પટલોના ઉપયોગનો સમાવેશ થાય છે[૩૬]
23 જૂન 2008ના રોજ નોંધવામાં આવ્યું હતું કે સીમેન્સ વોટર ટેકનોલોજીએ નવી પ્રૌદ્યોગિકી વિકસાવી છે જેમાં દરિયાઈ પાણી પર વિદ્યુત ક્ષેત્ર આપીને એક ક્યુબિક મીટર પાણીને 1.5 કિલોવોટ ઊર્જાનો ઉપયોગ કરીને ડિસેલિનેટ કરી શકાય છે, જે અહેવાલ મુજબ, અન્ય પ્રક્રિયા દ્વારા વપરાતી ઊર્જા કરતાંં અડધી છે.[૩૭]
પાણીને ધ્રુવીય પ્રદેશોમાં કુદરતી રીતે થાય છે તેમ દરિયાના પાણીને થીજવીને પણ તાજું પાણી મેળવી શકાય છે. તેને ફ્રીઝ-થો ડિસેલિનેશન કહેવાય છે. એમએસએનબીસી(MSNBC) મુજબ લક્સ રિસર્ચ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલના અંદાજ મુજબ 2008 અને 2020ની વચ્ચે ડિસેલિનેટેડ પાણીનો પુરવઠો ત્રણ ગણો થશે.[૩૮]
નીચા તાપમાને ઉષ્મીય ડિસેલિનેશન
[ફેરફાર કરો]નીચા તાપમાને ઉષ્મીય ડિસેલિનેશન(એલટીટીડી (LTTD)) તે હકીકતનો લાભ લે છે કે પાણી નીચા દબાણે ઉકળે છે. તે પરિવેશી તાપમાન જેટલા નીચા તાપમાને પણ ઉકળવા માંડે છે. આ પ્રણાલીમાં, નીચું દબાણ અને નીચા તાપમાનનું વાતાવરણ પેદા કરવા માટે શૂન્યવકાશ પંપોનો ઉપયોગ થાય છે. આ પર્યાવરણમાં પાણીના બે કદની વચ્ચે 8થી 10 સેન્ટિગ્રેડ તાપમાને ઉકળે છે. ઠારણ જળ દરિયાની 600 metres (2,000 ft) જેટલી ઊંડાઈએથી પૂરું પાડવામાં આવે છે. બાષ્પીભૂત પાણીની બાષ્પનું સંઘનન કરવા આ ઠંડા પાણીને કોઇલ દ્વારા ખેંચવામાં આવે છે. પરિણામી સંઘનન શુદ્ધ પાણી છે. એલટીટીડી(LTTD) પ્રક્રિયા તાપમાન ગ્રેડિયન્ટનો પણ લાભ લઈ શકે છે જે વીજ એકમમાં ઉપલબ્ધ હોય છે. વીજ એકમમાંથી ગરમ નકામું પાણી છોડવામાં આવે છે અને તાપમાન ગ્રેડિયન્ટ રચાવ માટે જરૂરી ઊર્જાની જરૂરિયાત ઘટાડે છે.[૩૯]
એલટીટીડી(LTTD) પ્રક્રિયા 2004થી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસન ટેકનોલોજી (એનઆઇઓટી (NIOT))દ્વારા વિકસાવાઈ છે. વિશ્વનો સૌ પ્રથમ એલટીટીડી(LTTD) પ્લાન્ટ લક્ષદ્વીપ ટાપુમાં કવરાટ્ટી ખાતે 2005માં ખુલ્લો મૂકાયો હતો. રૂ.5 કરોડ(€922,000)ના મૂડી ખર્ચે પ્લાન્ટની ક્ષમતા દૈનિક 1,00,000 લિટરની છે. પ્લાન્ટ ઊંડા પાણીનો 7થી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉપયોગ કરે છે.[૪૦] 2007માં એનઆઇઓટી (NIOT)એ ચેન્નાઇના દરિયાકિનારે દૈનિક દસ લાખ લિટરની પાણીની ક્ષમતાવાળો પ્રાયોગિક એલટીટીડી(LTTD) પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો. એલટીટીડી(LTTD)નો ઉપયોગ સાબિત કરવા 2009માં નૌર્થ ચેન્નાઈ થર્મલ પાવર સ્ટેશન ખાતે એક નાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો જ્યાં પાવર પ્લાન્ટ ઠારણ જળ ઉપલબ્ધ છે..[૪૧][૪૨][૩૯]
ઉષ્મા આયનીય પ્રક્રિયા
[ફેરફાર કરો]ઓક્ટોબર 2009માં કેનેડીયન કંપની સોલ્ટવર્ક્સ ટેકનોલોજીસે એક પ્રક્રિયાની જાહેરાત કરી હતી જે આયનીય પ્રવાહ ચલાવવા સૌર અથા અન્ય ઉષ્મીય ઉષ્માનો ઉપયોગ કરે છે, જે પાણીમાંથી તમામ સોડિયમ અને ક્લોરિન આયનને ખાલી કરે છે.[૪૩]
વર્તમાન સુવિધાઓ અને નિર્માણાધિન સુવિધાઓ
[ફેરફાર કરો]અબુ ધાબી, યુનાઇટેડ આરબ એમિરેટ્સ
[ફેરફાર કરો]- ટ્વીલાહ અલ પાવર એન્ડ ડિસેલિનેશન પ્લાન્ટ દૈનિક 38.5 કરોડ લીટર ચોખ્ખા પાણીનું ઉત્પાદન ધરાવે છે.
- ઉમ અલ નાર ડિસેલિનેશન પ્લાન્ટ દૈનિક 39.4 કરોડ લીટર ચોખ્ખા પાણીનું ઉત્પાદન ધરાવે છે.
- જુલાઈ 2010માં પૂરો થનારો ફુજૈરાહ એફ-2(F2) પ્લાન્ટ દૈનિક 49.2 કરોડ લીટર(13 કરોડ ગેલન)ની જળ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.[૪૪]
અરુબા
[ફેરફાર કરો]અરુબાનો ટાપુ 42,000 મેટ્રિક ટન (1.11 કરોડ ગેલન અથવા 42 × 103 m3) પ્રતિ દિનની કુલ સ્થાપિત ક્ષમતા સાથે વિશ્વનો સૌથી મોટો (તેના ઉદઘાટનના સમયે તે વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ હતો) ડિસેલિનેશન પ્લાન્ટ ધરાવે છે.[૪૫]
ઓસ્ટ્રેલિયા
[ફેરફાર કરો]ઓસ્ટ્રેલિયામાં પાણીના વધુ વપરાશ અને ઓછા વરસાદને કારણે સરકારને અનેક ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવા પડ્યા છે જેમાં સિડની વિસ્તારને સેવા આપતા તાજેતરમાં કાર્યાન્વિત થયેલા કુર્નેલ ડિસેલિનેશન પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે. જળ પુરવઠો સલામત કરવા સરકારે ડિસેલિનેશન અપનાવ્યું છે ત્યારે તે ઘણું જ ઊર્જાલક્ષી (~$140 ઊર્જા માંગ/ML) છે અને ઓસ્ટ્રેલિયાના કોલસા આધારિત ઊર્જા ઉત્પાદન પર સતત અવલંબનને કારણે ત્યાં ઊંચી કાર્બન ફૂટપ્રિન્ટ છે.
સાયપ્રસ
[ફેરફાર કરો]લાર્નકા શહેરની નજીક આવેલા પ્લાન્ટની જેમ સાયપ્રસ પણ ડિસેલિનેશન પ્લાન્ટ્સ ધરાવે છે.[૪૬] તેને ઢેકેલીયા ડિસેલિનેશન પ્લાન્ટ કહેવાય છે જે પ્રતિવર્તી અભિસરણ પ્રણાલીનો ઉપયોગ કરે છે.[૪૭]
ઈઝરાયલ
[ફેરફાર કરો]ઇઝરાયલમાં હડેરા સીવોટર રિવર્સ ઓસ્મોસિસ (એસડબલ્યુઆરઓ (SWRO)) ડિસેલિનેશન પ્લાન્ટ તેના પ્રકારનો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ છે.[૪૮][૪૯] આ પ્રોજેક્ટ ત્રણ આંતરરાષ્ટ્રીય કંપનીઓઃ વીઓલિયા વોટર, આઇડીઇ (IDE) ટેકનોલોજીસ અને એલરાન[૫૦]ના બનેલા સમૂહ દ્વારા બીઓટી (BOT) (બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર) તરીકે વિકસાવાયો હતો.
સ્થળ પ્રારંભિક | ક્ષમતા (મિલિયન મીટર3/વર્ષ) |
ક્ષમતા (મિલિયન ગેલન/દિવસ) |
ક્ષમતા (મેગાલીટર) |
પાણીનો ખર્ચ (પ્રતિ મીટર3) | નોંધ | |
---|---|---|---|---|---|---|
આશ્કિલોન | ઓગસ્ટ 2005 | 111 (2008ના અંતે) | 83.2 | 315 | NIS 2.60 | [૫૨] |
પાલ્માકિમ | મે 2007 | 30 (45 સુધી વિસ્તણની યોજના [૫૩]) | 32.6 | 123.4 | NIS 2.90 | [૫૪] |
હાદેરા | ડિસેમ્બર 2009 | 127 | 91.9 | 349 | NIS 2.60 | [૫૫] |
સ્થળ પ્રારંભિક | ક્ષમતા (મિલિયન મીટર3/વર્ષ) |
પાણીનો ખર્ચ (પ્રતિ મીટર3) | નોંધ | |
---|---|---|---|---|
એશડોડ | 2012 | 100 (150 સુધી વિસ્તરણ શક્ય) | NIS 2.55 | [૫૬] [૫૭] |
સોરેગ | 2013 | 150 (300 સુધી વિસ્તરણને મંજૂરી) | NIS 2.01 - 2.19 | [૫૮] |
યુનાઇટેડ કિંગ્ડમ
[ફેરફાર કરો]બેકટોન ડિસેલિનેશન પ્લાન્ટ
[ફેરફાર કરો]યુનાઇટેડ કિંગડમનો સૌ પ્રથમ જળ ડિસેલિનેશન પ્લાન્ટ થેમ્સ વોટર ડિસેલિનેશન પ્લાન્ટ[૫૯] એકિઓના એક્વા દ્વારા થેમ્સ વોટર માટે બેકટોન, પૂર્વ લંડનમાં બંધાયેલો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ
[ફેરફાર કરો]ઇએલ (El) પાસો (ટેક્સાસ) ડિસેલિનેશન પ્લાન્ટ
[ફેરફાર કરો]ઇએલ (El) પાસો પ્લાન્ટ ખાતે 2004થી ખારા ભૂગર્ભજળને શુદ્ધ કરવામાં આવે છે. પ્રતિવર્તી અભિસરણ દ્વારા તે દૈનિક 27.5 મિલિયન ગેલન(104,000 m³) તાજા પાણીનું ઉત્પાદન કરે છે(જે તાજા પાણીના કુલ પુરવઠાનું 25% જેટલું છે), પાણીની તંગી અનુભવતા શહેરોમાં તે જળ પુરવઠા માટે મહત્ત્વનું યોગદાન આપે છે.[૬૦]
ટામ્પા બે વોટર ડિસેલિનેશન પ્રોજેક્ટ
[ફેરફાર કરો]ટામ્પા બે વોટર ડિસેલિનેશન પ્રોજેક્ટ એ મૂળ પોસાઇડન રિસોર્સિસની આગેવાનીવાળુંં ખાનગી સાહસ હતું. સાહસમાં પોસાઇડન રિસોર્સિસના અનુગામી ભાગીદાર સ્ટોન એન્ડ વેબસ્ટર, તત્કાલિન કોવાન્ટા(અગાઉની ઓગડેન) અને તેના મુખ્ય પેટાકોન્ટ્રાક્ટર હાયડ્રાનોટિક્સની નાદારીને પગલે આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. પોસાઇડન રિસોર્સિસના એસ એન્ડ ડબલ્યુ વોટર એલએલસી (S & W Water LLC) મારફતે સ્ટોન એન્ડ વેબસ્ટર સાથેના સંબંધોનો જૂન 2000માં અંત આવ્યો હતો જ્યારે સ્ટોન એન્ડ વેબસ્ટરે નાદારી જાહેરાત કરી હતી અને પોસાઇડન રિસોર્સિસે એસ એન્ડ ડબલ્યુ વોટર એલએલએસીમાં સ્ટોન એન્ડ વેબસ્ટરનો હિસ્સો ખરીદ્યો હતો. પોસાઇડન રિસોર્સિસે 2001માં કોવાન્ટા અને હાયડ્રાનોટિક્સ સાથે ભાગીદારી કરી હતી અને જૂથનું નામ બદલીને ટામ્પા બે ડેઝલ કર્યું હતું. કોવાન્ટાની પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ કરવાની અક્ષમતાને પગલે ટામ્પા બે વોટર એજન્સીને 15 મે 2002ના રોજ આ પ્રોજેક્ટ પોસાઇડન રિસોર્સિસ પાસેથી ખરીદવાની અને તેના પોતાના ક્રેડિટ રેટિંગમાંથી પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ અન્ડરરાઇટ કરવાની ફરજ પડાઈ હતી. ટામ્પા બે વોટરએ બાદમાં કોવાન્ટા ટામ્પા કન્સ્ટ્રક્શન સાથે જોડાણ કર્યું હતું. તેણે પ્રોજેક્ટનું નિર્માણ કર્યું હતું પરંતુ તે દેખાવનું પરીક્ષણ સંતોષી શકી ન હતી. કોવાન્ટા ટામ્પા કન્સ્ટ્રક્શનની મુખ્ય કંપનીએ ટામ્પા બે વોટરનો કોન્ટ્રાક્ટ જતો અટકાવવા માટે ઓક્ટોબર 2003માં નાદારી નોંધાવી હતી. બાદમાં, કોવાન્ટા ટામ્પા કન્સ્ટ્રક્શને કરારને અનુરૂપ નવીનીકરણ કરતા પહેલાંં જ નાદારી નોંધાવી હતી. તેને પગલે કોવાન્ટા ટામ્પા કન્સ્ટ્રક્શન અને ટામ્પા બે વોટર વચ્ચે છ મહિનાનો કાનૂની વિવાદ ચાલ્યો હતો. 2004માં ટામ્પા બે વોટરે પ્લાન્ટને તેની મૂળ અને અપેક્ષિત ડિઝાઇનમાં લાવવા રિનોવેશન ટીમ, અમેરિકન વોટર/એકિઓના એક્વાની સેવા ભાડે લીધી હતી. પ્લાન્ટ 2007 સુધીમાં કાર્યરત થવાનો હતો[૨૫] અને તેની ડિઝાઇન દૈનિક 25 મિલિયન ગેલનની મહત્તમ ક્ષમતાએ ચાલવાને અનુરૂપ હતી.[૬૧] તેમ છતાં પ્લાન્ટમાં સમસ્યાઓ ચાલુ રહી જેને કારણે 2009માં તેની ઉત્પાદન ક્ષમતા આ સ્તરની લગભગ અડધી (14 મિલિયન ગેલન પ્રતિ દિન અથવા 42 એએફ(af)/દિવસ બનીને રહી ગઈ હતી.[૬૨]
યુમા ડિસોલ્ટિંગ પ્લાન્ટ (એરિઝોના)
[ફેરફાર કરો]વેલટન-મોહોક ઇરિગેશન એન્ડ ડ્રેઇનેજ ડિસ્ટ્રિક્ટમાંથી આવતા ખારા કૃષિ પ્રવાહના શુદ્ધિકરણ માટે કોલોરાડો રિવર બેસિન સેલિનિટી કન્ટ્રોલ એક્ટ ઓફ 1974ની સત્તા હેઠળ યુમા ડિસોલ્ટિંગ પ્લાન્ટ બાંધવામાં આવ્યો હતો.
શુદ્ધ કરેલા પાણીનો ઉદેશ મેક્સિકોને પૂરા પડાતા પાણીમાં સમાવવાનો અને આમ લેક મીડમાં પાણીના સમાન જથ્થાનું સંરક્ષણ કરવાનો છે. પ્લાન્ટનું બાંધકામ 1992માં પૂર્ણ થયું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં તેનું બે વખત સંચાલન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટની જાળવણી કરવામાં આવે છે, પરંતુ કોલોરાડો નદીમાં વધારાના અને સામાન્ય જળ પુરવઠા સ્થિતિને કારણે તેને મોટે ભાગે ચલાવવામાં આવતો નથી.[૬૩] પ્લાન્ટને એક વર્ષ સુધી પાઇલોટ પ્રોજેકટ પર ચલાવવાનો ખર્ચ અન્ડરરાઇટ કરવા માટે એપ્રિલ 2010માં સધર્ન નેવાડા વોટર ઓથોરિટી, મેટ્રોપોલિટન વોટર ડિસ્ટ્રિક્ટ ઓફ સધર્ન કેલિફોર્નિયા, સેન્ટ્રલ એરિઝોના પ્રોજેક્ટ અને યુએસ બ્યૂરો ઓફ રિક્લેમેશન વચ્ચે કરાર થયો હતો.[૬૪]
ટ્રિનીદાદ એન્ડ ટોબેગો
[ફેરફાર કરો]રિપબ્લિક ઓફ ટ્રિનિદાદ એન્ડ ટોબેગો ટાપુનો વધુ પાણી પુરવઠો પીવાના ઉદ્દેશ માટે મુક્ત કરવા ડિસેલિનેશનનો ઉપયોગ કરી રહ્યું છે. માર્ચ 2003માં શરૂ કરવામાં આવેલી ડિસેલિનેશન સુવિધા તે પ્રકારની પ્રથમ સુવિધા માનવામાં આવે છે. તે અમેરિકાની સૌથી મોટી ડિસેલિનેશન સુવિધા છે અને દૈનિક 28.8 મિલિયન ગેલન પાણીનું ઉત્પાદન કરશે અને $2.67 પ્રતિ 1,000 ગેલનના દરે પાણી વેચે છે.[૬૫] આ સુવિધા ટ્રિનિદાદની પોઇન્ટ લિસાસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જે વિવિધ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષેત્રે કાર્યરત 12થી વધુ કંપનીનો પાર્ક છે. તે દેશની ફેક્ટરીઓ અને ઘરોને સરળ જળ પુરવઠો પૂરો પાડશે.[૬૬]
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ડ્યૂવેપોરેશન
- ખારાશ અંકુશ
- ભૂમિ ડિસેલિનેશન મોડલ
- ભૂમિ ખારાશ
- ભૂમિ ખારાશ અને ભૂગર્ભજળ મોડલ
સંદર્ભો
[ફેરફાર કરો]નોંધ
[ફેરફાર કરો]- ↑ "ડિસેલિનેશન" (વ્યાખ્યા), ધ અમેરિકન હેરિટેજ સાયન્સ ડિક્શનરી, હગટન મિફલિન કંપની, વાયા dictionary.com. સુધારો 2007-08-19
- ↑ Panagopoulos, Argyris; Haralambous, Katherine-Joanne; Loizidou, Maria (2019-11-25). "Desalination brine disposal methods and treatment technologies - A review". Science of The Total Environment. 693: 133545. doi:10.1016/j.scitotenv.2019.07.351. ISSN 0048-9697.
- ↑ "જળ વ્યવસ્થાપન પરિયોજનામાં ઓસ્ટ્રેલિયા ચીનને મદદ કરે છે." પીપલ્સ ડેઇલી ઓનલાઇન , 2001-08-03, વાયા english.people.com.cn. સુધારો 2007-08-19.
- ↑ Panagopoulos, Argyris; Haralambous, Katherine-Joanne; Loizidou, Maria (2019-11-25). "Desalination brine disposal methods and treatment technologies - A review". Science of The Total Environment. 693: 133545. doi:10.1016/j.scitotenv.2019.07.351. ISSN 0048-9697.
- ↑ Fischetti, Mark (September 2007). "Fresh from the Sea". Scientific American. 297 (3). Scientific American, Inc. પૃષ્ઠ 118–119. doi:10.1038/scientificamerican0907-118. મેળવેલ 2008-08-03. નોંધઃ માત્ર પ્રથમ બે ફકરા ઓન-લાઇન નિશુલ્ક ઉપલબ્ધ છે.
- ↑ એપલોઝ, એટ લાસ્ટ, ફોર ડિસેલિનેશન પ્લાન્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન, ધ ટામ્પા ટ્રિબ્યુન, ડિસેમ્બર 22, 2007
- ↑ કેથરિન ક્રાનહોલ્ડ, વોટર, વોટર, એવરીવ્હેર..., ધ વોલ સ્ટ્રીટ જર્નલ , જાન્યુઆરી 17, 2008
- ↑ "સ્ત્રોત:water-technology.net". મૂળ માંથી 2011-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ હામેદ, ઓસ્માન એ. (2005). “ઓવરવ્યૂ ઓફ હાઇબ્રિડ ડિસેલિનેશન સિસ્ટમ્સ – વર્તમાન સ્થિતિ અને ભાવિ શક્યતાઓ.” ડિસેલિનેશન, 186, 207-214.
- ↑ મિશ્રા, બી.એમ., જે. કુપિત્ઝ. (2004). “આગામી દાયકાઓમાં પાણીની તંગીવાળા વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાત સંતોષવામાં The role of અણુ ડિસેલિનેશનની ભૂમિકા.” ડિસેલિનેશન, 166, 1-9.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-10-04.
- ↑ અણુ ડિસેલિનેશન સંગ્રહિત ૨૦૧૧-૧૨-૧૯ ના રોજ વેબેક મશિન. સુધારો 2010-01-07
- ↑ લુવિગ, હીન્ઝ. (2004). “દરિયાઇ પાણીના ડિસેલિનેશનમાં હાઇબ્રિડ પ્રણાલીઓ – પ્રેક્ટિકલ ડિઝાઇન બાબતો, વર્તમાન સ્થિતિ અને વિકાસ શક્યતાઓ.” ડિસેલિનેશન, 164, 1-18.
- ↑ એરક્રાફ્ટ કેરિયર કેવી રીતે કામ કરે છે
- ↑ "Nuclear Desalination". World Nuclear Association. January 2010. મૂળ માંથી 2011-11-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-01.
- ↑ બાર્લો, મૌડે, અને ટોની ક્લાર્ક, "પાણીનું માલિક કોણ છે?" સંગ્રહિત ૨૦૧૦-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન ધ નેશનન , 2002-09-02, thenation.com. મારફતે સુધારો 2007-08-૨૦.
- ↑ ઝોઉઆ, યાન અને રિચાર્ડ એસ. જે. ટોલ્બ. "ડિસેલિનેશનના ખર્ચ અને જળ પરિવહનના ખર્ચનું મૂલ્યાંકન." (વર્કિંગ પેપર). હેમ્બર્ક યુનિવર્સિટી વેબસાઇટ મારફતે. 2004-12-09. સુધારો 2007-08-20
- ↑ ડિસેલિનેશન પાણીની તંગીનો ઉકેલ છે, રેડઓર્બિટ, મે 2, 2008
- ↑ સિટબોન, શ્રિલી. "ફ્રાન્સના સંચાલનવાળો પ્લાન્ટ ઇઝરાયેલમાં શરૂ થયો," સંગ્રહિત ૨૦૦૯-૧૨-૧૩ ના રોજ વેબેક મશિન યુરોપીયન જેવિશ પ્રેસ , ejpress.org, મારફતે 2005-12-28. સુધારો 2007-08-20
- ↑ "બ્લેક અને વીએચે ડિઝાઇન કરેલા ડિસેલિનેશન પ્લાન્ટે ગ્લોબલ વોટર ડિસ્ટિંગ્શન જીત્યું," સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૪ ના રોજ વેબેક મશિન (અખબારી નોંધ). બ્લેક એન્ડ વીએચ લિમિટેડ, edie.net મારફતે, 2006-05-04. સુધારો 2007-08-20
- ↑ http://www.water-technology.net/projects/perth/
- ↑ "સિડની ડિસેલિનેશન પ્લાન્ટનું કદ બમણુ થશે," એબીસી (ABC) ન્યૂઝ (ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન), abc.net.au મારફતે, 2007-06-25. સુધારો 2007-08-20
- ↑ ઓસ્ટ્રેલિયન્સ ટર્ન ટુ ડિસેલિનેશન બાય માઇકલ સુલિવન એન્ડ પીએક્સ પ્રેસર એક્સ્ચેન્જર એનર્જી રિકવરી ડિવાઇસ ફ્રોમ એનર્જી રિકવરી ઇન્ક. એન એનવાયર્નમેન્ટલી ગ્રીન પ્લાન્ટ ડિઝાઇન સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન. સવારની આવૃત્તિ, નેશનલ પબ્લિક રેડીયો, જૂન 18, 2007
- ↑ "ફેક્ટ શીટ્સ". મૂળ માંથી 2009-04-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ ૨૫.૦ ૨૫.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ હાયડ્રો-એલકેમી સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૬ ના રોજ વેબેક મશિન, ફોર્બ્સ, મે 9, 2008
- ↑ ઓટ્ટાવાના વિદ્યાર્થી પાસે સર્વ માટે જળનું રહસ્ય સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન, ગ્લોબ એન્ડ મેઇલ, જૂન 5, 2008
- ↑ વેરાન પશ્ચિમ જ્યાં પાણીની તંગી છે- ત્યાં ડિસેલિનેશન જળપુરવઠાનું સ્ત્રોત બની રહ્યું છે સંગ્રહિત ૨૦૧૭-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન, લાઇબ્રેરી ઇન્ડેક્સ
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ અનામી
- ↑ ગ્લીક, પીટર એચ., દાના હાસ્ઝ, ક્રિસ્ટિન હેન્ગીસ-જેક, વીણા શ્રીનિવાસન, ગેરી વોલ્ફ, કેથરિન કાઉ ક્યુશિંગ અને અમરદીપ માન નવેમ્બર 2003 "વેસ્ટ નોટ, વોન્ટ નોટઃ ધ પોટેન્શિયલ ફોર અર્બન વોટર કન્ઝર્વેશન ઇન કેલિફોર્નિયા." (વેબસાઈટ) પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ . સુધારો 2007-09-20.
- ↑ કૂલી, હીથર, પીટર એચ. અને ગેરી વોલ્ફ. જૂન 2006 "ડિસેલિનેશન, વિથ એ ગ્રેઇન સોલ્ટ– એ કેલિફોર્નિયા પર્સ્પેક્ટિવ." સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન (વેબસાઈટ) પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ' . સુધારો 2007-09-20
- ↑ ગ્લીક, પીટર એચ., હીથર કૂલી, ડેવિડ ગ્રો. સપ્ટેમ્બર 2005 "કેલિફોર્નિયા વોટર 2030: એન એફિસિયન્ટ ફ્યુચર." (વેબસાઈટ) પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ . સુધારો 2007-09-20
- ↑ http://www.sunbeltwater.com/docs.shtml સંગ્રહિત ૨૦૧૦-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન Sun Belt Inc. Legal Documents
- ↑ "Nanotube membranes offer possibility of cheaper desalination" (પ્રેસ રિલીઝ). Lawrence Livermore National Laboratory Public Affairs. 2006-05-18. Archived from the original on 2006-10-01. https://web.archive.org/web/20061001091253/http://www.llnl.gov/pao/news/news_releases/2006/NR-06-05-06.html.
- ↑ "બાયોમિમેટિક પટલ જળ ડિસેલિનેશન માટે". મૂળ માંથી 2006-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ દરિયાઈ પાણીના ડિસેલિનેશનમાં સફળ પ્રૌદ્યોગિકી માટે ટીમે $4 મિલિયનની ગ્રાન્ટ મેળવી સંગ્રહિત ૨૦૦૯-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન, ધ સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ, જૂન 23, 2008
- ↑ નવી ડિસેલિનેટેડ જળ પૌદ્યોગિકીઓ માટે વધતો જુવાળ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૯ ના રોજ વેબેક મશિન, એમએસએનબીસી (MSNBC), માર્ચ. 17, 2009
- ↑ ૩૯.૦ ૩૯.૧ Sistla, Phanikumar V.S. "Low Temperature Thermal DesalinbationPLants" (PDF). International Society of Offshore and Polar Engineers. મૂળ (PDF) માંથી 4 ઑક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2010. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ "ડિસેલિનેશન: ભારતે વિશ્વનો સૌ પ્રથમ નીચા તાપમાનનો ઉષ્મીય ડિસેલિનેશન પ્લાન્ટ ખુલ્લો મૂક્યો". મૂળ માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ ફ્લોટિંગ પ્લાન્ટ, ભારત
- ↑ "મોબાઇલ ડિસેલિનેશન પ્લાન્ટ, ભારત". મૂળ માંથી 2007-10-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15. સંગ્રહિત ૨૦૦૭-૧૦-૩૧ ના રોજ વેબેક મશિન
- ↑ કરંટ થિંકિંગ, 29 ઓક્ટોબર 2009, ધ ઇકોનોમિસ્ટ
- ↑ http://www.pump-zone.com/global-news/global-news/abu-dhabi-to-build-three-power-and-water-desalination-plants-by-2016-to-meet-demand.html[હંમેશ માટે મૃત કડી]
- ↑ વેબ અરુબા એન.વી.- વોટર પ્લાન્ટ
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ ક્લિનટેક યાદીમાં ઇઝરાયેલા ટોપ 10માં પાંચમાં ક્રમે ઇઝરાયેલ 21સી એ ફોકસ બેયોન્ડ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૬ ના રોજ વેબેક મશિનમાં, સુધારો 2009-12-21
- ↑ "આશ્કિલોન ડિસેલિનેશન પ્લાન્ટ દરિયાઇ પાણી પ્રતિવર્તી અભિસરણ (એસડબલ્યુઆરઓ (SWRO)) પ્લાન્ટ". મૂળ માંથી 2011-07-24 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ આશ્કિલોન ડિસેલિનેશન પ્લાન્ટ — એક સફળ પડકાર[હંમેશ માટે મૃત કડી]
- ↑ જાહેર ખાનગી ભાગીદારી પરિયોજનાઓ સંગ્રહિત ૨૦૧૨-૦૭-૧૨ ના રોજ archive.today, એકાઉન્ટન્ટ જનરલ, નાણા મંત્રાલય
- ↑ water-technology.net:[https://web.archive.org/web/20110724181500/http://www.water-technology.net/projects/israel/ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૪ ના રોજ વેબેક મશિન "Ashkelon Desalination Plant Seawater Reverse Osmosis (SWRO) Plant, Israel"
- ↑ યુરો-મેડિટેરીયન વોટર ઇન્ફર્મેશન સિસ્ટમ (ઇએમડબલ્યુઆઇએસ (EMWIS)) સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૪ ના રોજ વેબેક મશિન:"ઇઝરાયેલ: ફાઇનાન્સ સિક્યુર્ડ ફોર પાલ્માકિમ ડિસેલિનેશન એક્સપાન્સન"[હંમેશ માટે મૃત કડી], ઓગસ્ટ 19, 2009
- ↑ અનામી બ્લોગર "ઇઝરાયેલી જળ ઇજનેરી":"ઇઝરાયેલનો ડિસેલિનેશન ઉદ્યોગ" સંગ્રહિત ૨૦૧૧-૧૧-૧૩ ના રોજ વેબેક મશિન, સપ્ટેમ્બર 6, 2007
- ↑ ગ્લોબ્સ બિઝનેસ એન્ડ ટેકનોલોજી ન્યૂઝ:"ફન્ડિંગ એગ્રીડ ફોર એક્સપાન્ડિંગ હાડેરા ડિસેલિનેશન પ્લાન્ટ" સંગ્રહિત ૨૦૧૨-૦૨-૨૪ ના રોજ વેબેક મશિન, નવેમ્બર 6, 2009
- ↑ ડિસેલિનેશન એન્ડ વોટર રિયુઝ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન:"સ્પેનિશ/ઇઝરાયેલી સંયુક્ત સાહસને એશડોડ ડિસેલિનેશન કોન્ટ્રાક્ટ અપાયો" સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન, 24 નવેમ્બર 2009
- ↑ ગ્લોબ્સ બિઝનેસ એન્ડ ટેકનોલોજી ન્યૂઝ:"મેકોરોટ સરકાર ડિસેલિનેશન પાણીની કિંમત મુદ્દે બાંધછોડની નજીક", જૂન 20, 2010
- ↑ ડિસેલિનેશન એન્ડ વોટર રિયુઝ સંગ્રહિત ૨૦૧૦-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન:"આઇડીઇ (IDE) સોરેગ ડિસેલિનેશન કોન્ટ્રાક્ટની વિજેતા" સંગ્રહિત ૨૦૧૧-૦૭-૦૬ ના રોજ વેબેક મશિન, 15 ડિસેમ્બર 2009
- ↑ "થેમ્સ વોટર ડિસેલિનેશન પ્લાન્ટ: water-technology.net". મૂળ માંથી 2011-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-12-14 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ http://www.tampabaywater.org/facilities/ડિસેલિનેશન_plant/index.aspx[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-15.
- ↑ "યુમા ડિસોલ્ટિંગ પ્લાન્ટ" સંગ્રહિત ૨૦૧૦-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન યુએસ બ્યૂરો ઓફ રિક્લેમેશનસુધારો મે 1, 2010
- ↑ "યુમા ડિસોલ્ટિંગ પ્લાન્ટની નવી શરૂઆત" લોસ એન્જિલસ ટાઇમ્સ, મે 1, 2010
- ↑ http://www.bizjournals.com/boston/stories/1999/10/04/story7.html"
- ↑ http://www.waterindustry.org/New%20Projects/ionics-2.htm સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૮ ના રોજ વેબેક મશિન"
વધુ વાંચન
[ફેરફાર કરો]- કમિટિ ઓન એડવાન્સિંગ ડિસેલિનેશન ટેકનોલોજી, નેશનલ રિસર્ચ કાઉન્સિલ. (2008). ડિસેલિનેશન: એ નેશનલ પર્સ્પેક્ટિવ . નેશનલ એકેડેમીસ પ્રેસ.
લેખો
[ફેરફાર કરો]- ડિસેલિનેશન: ધ નેક્સ્ટ વેવ ઇન ગ્લોબલ વોટર કન્ઝમ્પ્શન સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન ટીએલવીઇનસાઇડર સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન (TLVInsider)માંથી
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગુજરાતી વિશ્વકોશમાં વિલવણીકરણ.
- વીડીયો રિપોર્ટ: ડિસેલિનેશન ઇસ ઇઝરાયેલ્સ આન્સર ટુ ઇટ્સ વોટર શોર્ટેજ
- ડબલ્યુડબલ્યુડબલ્યુએસ એજી (WWWS AG) દ્વારા દરિયાઇ પાણીના ડિસેલિનેશન પ્લાન્ટના ઉદાહરણો સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૧ ના રોજ વેબેક મશિન
- જીયોનોરિયા સૌર ડિસેલિનેશન પ્રક્રિયા સંગ્રહિત ૨૦૦૮-૧૧-૨૨ ના રોજ વેબેક મશિન
- નેશનલ એકેટેમીઝ પ્રેસ | ડિસેલિનેશન: એ નેશનલ પર્સ્પેક્ટિવ
- વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ | ડિસેલિનેશન: ઓપ્શન ઓર ડિસ્ટ્રેક્શન?
- યુરોપીયન ડિસેલિનેશન સોસાયટી
- આઇએઇએ (IAEA) ન્યુક્લિયર ડિસેલિનેશન સંગ્રહિત ૨૦૦૮-૧૦-૧૭ ના રોજ વેબેક મશિન
- ડીએમઇ (DME) - જર્મન ડિસેલિનેશન સોસાયટી
- સૌર ઊર્જાનો ઉપયોગ કરીને દરિયાઇ પાણીનું મોટા પાયે ડિસેલિનેશન
- હવાના આર્દ્રીકરણ અને ભેજ નિવારણ દ્વારા ડિસેલિનેશનઃ આધુનિક સંગ્રહિત ૨૦૦૩-૦૪-૧૨ ના રોજ વેબેક મશિન
- ઝોનવોટર - શ્રેષ્ઠત્તમ સૌર ઉષ્મીય ડિસેલિનેશન (નિસ્યંદન) સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન
- સોલર ટાવર પ્રોજેક્ટ- ડિસેલિનેશન માટે સ્વચ્છ વીજ ઉત્પાદન
- એમઇએચ (MEH) પદ્ધતિનો ઉપયોગ કરીને સૌર ડિસેલિનેશન
- લેખઃ પાણીના પ્રશ્નો ડિસેલિનેશનને નવા આયામ આપે છે સંગ્રહિત ૨૦૧૦-૦૩-૦૮ ના રોજ વેબેક મશિન
- ડિસેલિનેશન બાઇબ્લિઓગ્રાફી લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ
- જળ-પ્રૌદ્યોગિકી
- મહાસાગરમાંથી પીવાનું સસ્તુ પાણી - કાર્બન નેનોટ્યૂબ આધારિત પટલો ડિસેલિનેશનના ખર્ચમાં ધરખમ ઘટાડો કરશે
- પટલ નિસ્યંદન આધારિત સૌર ઉષ્મીય-સંચાલિત ડિસેલિનેશન પ્લાન્ટ સંગ્રહિત ૨૦૦૬-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન
- એનસાયક્લોપિડીયા ઓફ વોટર સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી રિસોર્સિસ
- પર્થ, ઓસ્ટ્રેલિયામાં પવન સંચાલિત ડિસેલિનાઇઝેશન પ્લાન્ટ એ તેનું ઉદાહરણ છે કે પ્રૌદ્યોગિકી સમૃદ્ધ દેશોને ક્લાઇમેટ ચેન્જની અસરથી કેવી રીતે અલગ રાખે છે જ્યારે ગરીબ દેશો અસલામત રહે છે. સંગ્રહિત ૨૦૦૯-૦૪-૨૪ ના રોજ વેબેક મશિન
- ધ ડેસલ રિસ્પોન્સ ગ્રૂપ સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન
- એનસાયક્લોપિડીયા ઓફ ડિસેલિનેશન એન્ડ વોટર એન્ડ વોટર રિસોર્સિસ
- ડિસેલિનેશન એન્ડ વોટર રિયુઝ- ડિસેલિનેશન ન્યૂઝ
- ડિસેલિનેશન: ધ સાયપ્રસ એક્સપિરીયન્સ