લખાણ પર જાઓ

ગંગુબાઈ કાઠિયાવાડી

વિકિપીડિયામાંથી
ગંગુબાઈ કાઠિયાવાડી
દિગ્દર્શકસંજય લીલા ભણશાળી
પટકથા લેખક
  • સંજય લીલા ભણશાળી
  • ઉત્કર્ષિની વશિષ્ઠ
કથાહુસૈન ઝૈદ
નિર્માતા
  • જયંતીલાલ ગડા
  • સંજય લીલા ભણશાળી
કલાકારોઆલિયા ભટ્ટ
સંપાદનસંજય લીલા ભણશાળી
સંગીત
સ્કોર :
  • સંચિતા બલ્હારા
  • અંકિત બલ્હારા

ગીત :

  • સંજય લીલા ભણશાળી
વિતરણપેન મરૂધર એન્ટરટેઈનમેન્ટ
અવધિ
૧૫૨ મિનીટ
દેશભારત
ભાષાહિન્દી

ગંગુબાઈ કાઠિયાવાડીસંજય લીલા ભણશાળી દ્વારા દિગ્દર્શિત અને જયંતીલાલ ગડા અને સંજય લીલા ભણશાળી દ્વારા નિર્મિત આવનારી હિન્દી ભાષાની જીવનચરિત્રાત્મક ક્રાઈમ ડ્રામા ચિત્રપટ છે. આ ચિત્રપટ માં આલિયા ભટ્ટ મુખ્ય નાયિકા છે. જ્યારે શંતનુ મહેશ્વરી, વિજય રાઝ, ઈન્દિરા તિવારી અને સીમા પાહવા અન્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અજય દેવગણ આ ચિત્રપટ માં એક નાનકડી ભૂમિકા માં જોવા મળશે. આ વાર્તા યુવાન ગંગાના જીવનમાંથી પસાર થાય છે, જે આગળ જતા કેવી રીતે ગંગુબાઈ બને છે, તે દર્શાવવામાં આવે છે. આ ચિત્રપટ તેલુગુમાં પણ ભાષાંતર પામેલ છે.[] []

વાર્તા

[ફેરફાર કરો]

આ ચિત્રપટ ગંગુબાઈ હરજીવનદાસની સત્ય ઘટના પર આધારિત છે. જેઓ ગંગુબાઈ કોઠાવાળી તરીકે જાણીતા છે. તેમના જીવનનું એચ.હુસૈન ઝૈદી દ્વારા લખાયેલ પુસ્તક 'માફિયા કવીન્સ ઓફ મુંબઈ' માં દસ્તાવેજીકરણ કરવામાં આવેલું છે. આ ચિત્રપટ કાઠિયાવાડની એક સાદી છોકરીનો ઉદય દર્શાવે છે. જેની પાસે ભાગ્યના માર્ગો ને સ્વીકારવા અને તેની પોતાની તરફેણમાં ફેરવવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

આ ચિત્રપટ નું વર્લ્ડ પ્રીમિયર બર્લિનેલ સ્પેશિયલ ગાલા સેક્શન ૧૦ થી ૨૦ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર ૭૨માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે[] અને ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

કલાકારો

[ફેરફાર કરો]
કલાકાર પાત્ર નોંધ
આલિયા ભટ્ટ ગંગા હરજીવનદાસ / ગંગુબાઈ કાઠિયાવાડી []
શંતનુ મહેશ્વરી અફસાન
સીમા પાહવા શીલા માસી
ઈન્દિરા તિવારી કમલી
જીમ સર્ભ અમીન ફૈઝી (પત્રકાર)
વરૂણ કપૂર રમણીક લાલ
વિજય રાઝ રઝીયા બાઈ

ખાસ હાજરી :

કલાકાર પાત્ર નોંધ
અજય દેવગણ કરીમ લાલા []
હુમ કુરેશી દિલરૂબા

ઉત્પાદન

[ફેરફાર કરો]

સપ્ટેમ્બર ૨૦૧૯ માં આ ચિત્રપટ ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે આલિયા ભટ્ટ ગંગુબાઈ કાઠિયાવાડીમાં મુખ્ય પાત્ર ભજવશે.

આ ચિત્રપટ દ્વારા ટેલિવિઝન કલાકાર શંતનુ મહેશ્વરી હિન્દી સિનેમા ક્ષેત્રે પદાર્પણ કરે છે. જે આ ચિત્રપટમાં ગંગુબાઈના મિત્રનું પાત્ર ભજવે છે. માર્ચ ૨૦૨૦ માં કોવિડ-૧૯ ના રોગચાળા ને કારણે આ ચિત્રપટ ના ઉત્પાદન ઉપર રોક મુકવામાં આવી હતી, ત્યારે આ ચિત્રપટ ૭૦% પૂર્ણ થઈ ગઈ હતી. આલિયા ભટ્ટે ૬ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ ફરી કામ શરૂ કર્યુ. આ ચિત્રપટ માં અજય દેવગણ નાનકડું પાત્ર ભજવી રહ્યો છે, તે ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ આ ચિત્રપટ ના સેટ પર જોડાયો હતો. આ ચિત્રપટ ૨૬ જુન ૨૦૨૧ ના રોજ પૂર્ણ થઈ.

એ.એમ તુરાઝ, કુમાર અને અશોક ભોજક "અંજામ" દ્વારા લખાયેલા ગીતો સાથે આ ચિત્રપટ નું સંગીત સંજય લીલા ભણશાળી દ્વારા રચવામાં આવ્યું છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Alia Bhatt wraps up Gangubai Kathiawadi, calls working with Sanjay Leela Bhansali a 'life changing experience'-Hindustan Times". Hindustan Times. મેળવેલ ૨૭ જુન ૨૦૨૧. Check date values in: |access-date= (મદદ)
  2. "જાણો ખરેખર કોણ હતી 'ગંગુબાઈ કાઠિયાવાડી'-The Gujju Man". The Gujju Man. મૂળ માંથી 2022-02-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ જાન્યુઆરી ૨૦૨૦.
  3. "Alia Bhatt-starrer Gangubai Kathiawadi to have 5 screenings at 72nd Berlin International Film Festival; Sanjay Leela Bhansali-directorial is 152 minutes long-Bollywood Hungama". Bollywood Hungama. મેળવેલ ૭ ફેબ્રુઆરી ૨૦૨૨.
  4. "ગંગુબાઈ કાઠિયાવાડી: આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરવા આ રીતે પોતાને તૈયાર કરી-Connect Gujarat". Connect Gujarat. મેળવેલ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨.
  5. "'ગંગુબાઈ કાઠિયાવાડી'માંથી અજય દેવગણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો-Connect Gujarat". Connect Gujarat. મેળવેલ ૩ ફેબ્રુઆરી ૨૦૨૨.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]