લખાણ પર જાઓ

ગંગેય ડોલ્ફિન

વિકિપીડિયામાંથી

ભારતની ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગેય ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે. તે સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીપ્રવાહના ક્ષેત્રોમાં વસે છે. દુનિયાની અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશમાંથી વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદું પાણી, કાંપના કારણે થતું નદીનું પુરાણ, નદીમાં થતું વહાણવટું, વગેરે જેવા પરિબળો તેના અસ્તિત્વ સામે ખતરો ઉત્પન્ન કરે છે. આ પ્રજાતિની ડોલ્ફિન વારંવાર સપાટી પર શ્વાસ લેવા આવે છે અને ત્યારે તે સૂ - સૂ એવો અવાજ કરે છે તેથી સ્થાનિકો તેને સોંસ, સૂસૂ કે સુઈસના નામે પણ ઓળખે છે.

ગંગા નદીમાંથી મળી આવેલી ગંગેય ડોલ્ફિન પકડી ને ગંગા નદીમાં ઊભેલો માણસ

પ્રાકૃતિક આવાસ

[ફેરફાર કરો]

ગંગેય ડોલ્ફિન કુદરતી રીતે ભારત, નેપાળ અને બાંગ્લાદેશમાં જોવા મળે છે. ભારતમાં તે ગંગા, બ્રહ્મપુત્રા અને ચંબલ નદીઓમાં જોવા મળી આવે છે.